J&K: બડગામમાં આતંકીઓએ BDC ચેરમેનની હત્યા કરી, BJP નેતાઓ સાથે હતી નિકટતા
જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં બુધવારે આતંકીઓએ એક બીડીએસ સભ્યની ઘર બહાર હત્યા કરી નાખી. BDC સભ્યની ઓળખ ભૂપિન્દર સિંહ તરીકે થઈ છે. તેઓ ખાગના બ્લોગ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ હતા.
Trending Photos
શ્રીનગર: કાશ્મીર ખીણ (Kashmir) માં સુરક્ષાદળો એક પછી એક આતંકીઓનો કામ તમામ કરી રહ્યા છે. આતંકીઓની કમર તૂટવાથી તેઓ ધૂંધવાયા છે અને પોતાનો ગુસ્સો નાગરિકો પર કાઢી રહ્યા છે. મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના બડગામ(Budgam) જિલ્લામાં બુધવારે આતંકીઓએ એક બીડીસી (BDC) સભ્યની ઘર બહાર હત્યા કરી નાખી. BDC સભ્યની ઓળખ ભૂપિન્દર સિંહ તરીકે થઈ છે. તેઓ ખાગના બ્લોગ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ હતા.
અનેક દિવસો બાદ ઘરે આવ્યા હતા
BDC ચેરમેન ભૂપિન્દર સિંહ સુરક્ષા વચ્ચે અનેક દિવસથી શ્રીનગરમાં રહેતા હતાં. ઘણા દિવસે તેઓ પોતાના ઘરે પાછા ફર્યા હતાં. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીઓની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. મૃતકના પીએસઓની પણ પૂછપરછ ચાલુ છે. આતંકીઓએ ઘર બહાર જ ફાયરિંગ કરીને BDC ચેરમેનની હત્યા કરી.
Around 1945 hrs, terrorists fired upon BDC Chairman Khag, Bhupinder Singh, who died on spot. He had dropped the 2 PSOs accompanying him at Khag PS & proceeded to his residence in Srinagar. Without informing police, he moved to village Dalwash, where he was attacked: J&K Police https://t.co/Y5mbIx7nAz
— ANI (@ANI) September 23, 2020
ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ
પૂર્વ મુખ્યમંત્રી અને NC નેતા ઉમર અબ્દુલ્લાએ BDC ચેરમેનની હત્યા પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે બીડીસી કાઉન્સિલર ભૂપિન્દર સિંહની હત્યા અંગે જાણીને ખુબ અફસોસ થયો. મુખ્ય પ્રવાહના ગ્રાઉન્ડ સ્તરના રાજનીતિક કાર્યકર આતંકીઓ માટે સરળ લક્ષ્ય છે.
Very sorry to hear about the assassination of BDC councillor Bhupinder Singh. Mainstream grass root political workers are easy targets for militants & unfortunately in recent years the threat to them has only increased. My condolences to his family. May his soul rest in peace.
— Omar Abdullah (@OmarAbdullah) September 23, 2020
ભાજપના નેતાઓ પર સતત હુમલા
ભૂપેન્દ્રસિંહ ભાજપ સાથે જોડાયેલા હતા. છેલ્લા કેટલાક દિવસથી ભાજપના નેતાઓ પર હુમલા થઈ રહ્યા છે અને તેમને હત્યા કરવામાં આવી રહી છે. આ અગાઉ ગત મહિને સરપંચ સજ્જાદ અહેમદ ખાંડેની પણ તેમના ઘરની બહાર આતંકીઓએ હત્યા કરી હતી.
સરપંચ સજ્જાદ અહેમદ ખાંડેની હત્યા 6 ઓગસ્ટના રોજ થઈ હતી. ભાજપના સરપંચ આરિફ અહેમદ ઉપર 4 ઓગસ્ટની સાંજે અખાનના કાઝીગુંડમાં આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સુરક્ષા ઘેરામાં હતા ભૂપેન્દર સિંહ
ભાજપ સાથે જોડાયેલા નેતાઓ પર સતત હુમલા થવાના કારણે BDC ચેરમેન ભૂપિન્દર સિંહને પણ સુરક્ષા ઘેરામાં રાખવામાં આવ્યા હતાં. ભૂપિન્દર સિંહ પુત્ર ધીરજ સિંહ સાથે પોતાના દલવાહ (બડગામ) સ્થિત ઘરે આવ્યા હતાં. તેમની સાથે બે પીએસઓ પણ હતા.
ઘરે આવતા જ તેમણે બંને પીએસઓને પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશને છોડી દીધા. તેમને કહેવાયું કે તેઓ સવારે ફરીથી તેમને પાછા લઈ જશે. ઘરથી થોડે દૂર આતંકીઓએ તેમને રોક્યા અને ગોળી મારી. ગોળીનો અવાજ સાંભળીને લોકો ઘરની બહાર નીકળ્યા પરંતુ ત્યા સુધીમાં તો આતંકીઓ ભાગી ગયા હતા.
ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી અને ભૂપિન્દર સિંહને તરત સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. જો કે તપાસ દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ હુમલા બાદ જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને ઘેરીને ઓપરેશન શરૂ કરી દીધુ છે. જો કે હજુ સુધી આતંકીઓની કોઈ ભાળ મળી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે