The Presidential Years 2012-2017: કોંગ્રેસના ભુંડા પરાજય માટે આ કારણ હતુ જવાબદાર
Trending Photos
નવી દિલ્હી : પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત પ્રણવ મુખર્જીની (Pranab Mukherjee) આત્મકથા ધ પ્રોસિડેન્સિયલ યર્સ 2012-17 (The Presidential Years 2012-2017)મંગળવારે બજારમાં આવી ગઇ. આ પુસ્તકમાં પ્રણવ મુખર્જીએ લખ્યું કે, કોંગ્રેસે (Congress) પોતાનું જાદુઇ નેતૃત્વને ખતમ કરવાની ઓળખ નહી કરી શકવાને કારણે 2014ની લોકસભામાં તેની હારના કારણમાંથી એક રહ્યું હશે.
મુખર્જીએ (Pranab Mukherjee) પોતાનાં પુસ્તકમાં લખ્યું કે નરેન્દ્ર મોદી સરકાર પોતાના પહેલા કાર્યકાળમાં સંસદના સુચારૂ રીતે ચલાવવામાં નિષ્ફળ રહી. જેનું કારણ તેનો અહંકાર અને અકુશળતા છે. તેમણે પુસ્તકમાં લખ્યું કે, વડાપ્રધાન મોદીએ 8 નવેમ્બર,ે 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરતા પહેલા તેમની સાથે આ મુદ્દે કોઇ જ ચર્ચા કરી નહોતી, પરંતુ તેના કારણે તેમને જરા પણ આશ્ચર્ય નહોતું થયું કારણ કે આવી જાહેરાત માટે ગુપ્તતા ખુબ જ જરૂરી હોય છે.
પૂર્વ રાષ્ટ્રપતિએ ઉલ્લેખ કર્યો કે, 2014ની લોકસભા ચૂંટણીના મતગણત્રીનાં દિવસે મે મારા સહાયકને નિર્દેશ આપ્યો હતો કે મારે દર અડધી કલાકે વલણ અંગે માહિતી આપવામાં આવે. પરિણામો સામે આવ્યા બાદ એક રાહત તો મળી કે નિર્ણાયક જનાદેશ આવ્યો પરંતુ એક સમયે મારી પોતાની પાર્ટી કોંગ્રેસનાં પ્રદર્શનથી ખુબ જ નિરાશા થઇ. તેમણે પુસ્તકમાં લખ્યું કે, તેઓ વિશ્વાર કરવો મુશ્કેલ હતો કે, કોંગ્રેસ માત્ર 44 સીટ પર જ જીતી શકી. કોંગ્રેસ એક રાષ્ટ્રીય સંસ્થા છે જે લોકોના જીવન સાથે જોડાયેલી છે. તેનું ભવિષ્ય દરેક વિચારવાન વ્યક્તિ માટે હંમેશા વિચારવાનો વિષય હોય છે. કોંગ્રેસની અનેક સરકારોમાં કેન્દ્રીય મંત્રી રહેલા મુખ્જીએ 2014નાં પરાજય માટે અનેક કારણોનો ઉલ્લેખ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે