Air India Evacuation Flight: યુક્રેનથી ત્રીજી ફ્લાઇટ દિલ્હી પહોંચી, 240 ભારતીય નાગરિકો વતન પરત ફર્યા
Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે સતત ચોથા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ વચ્ચે ભારત સરકાર ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત કાઢી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ વચ્ચે ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. રવિવારે યુક્રેનથી ત્રીજી ફ્લાઇટ ભારત પહોંચી ચુકી છે.
ત્રીજી ફ્લાઇટમાં 240 ભારતીય નાગરિકો સુરક્ષિત પરત ફર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યુ, 240 ભારતીય નાગરિકોની સાથે ઓપરેશન ગંગાની ત્રીજી ફ્લાઇટ બુડાપેસ્ટ (હંગરી) થી દિલ્હી પહોંચી ચુક્યો છે.
વિદ્યાર્થીઓના પરિવારોએ વ્યક્ત કરી ખુશી
કેટલાક વિદ્યાર્થીઓના પરિવાજનો પણ તેનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. એક છાત્રના પિતાએ કહ્યુ, બસો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિમાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા અને અમારી પાસે પૈસા લીધા નથી. મારી પુત્રી યુક્રેનના પશ્ચિમી ભાગમાં હતી જ્યાં તે સમયે યુદ્ધ શરૂ થયું નહોતું. હવે તે અહીં પહોંચી ગઈ છે. મને ખુશી થઈ રહી છે.
Third flight of #OperationGanga with 240 Indian nationals has taken off from Budapest for Delhi.
Köszönöm szépen FM Peter Szijjártó. pic.twitter.com/22EHK3RK3V
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 26, 2022
રવિવારે સવારે યુક્રેનમાં ફસાયેલા 250 ભારતીય નાગરિકોને બુખારેસ્ટ (રોમાનિયા) થી લઈને બીજી ઉડાન દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને બુખારેસ્ટના રસ્તે યુક્રેનથી સુરક્ષિત પહોંચેલા ભારતીયોનું સ્વાગત કર્યુ હતું.
અત્યાર સુધી યુક્રેનથી સુરક્ષિત કાઢવામાં આવ્યા 709 નાગરિક
યુદ્ધ પ્રભાવિત યુક્રેનથી અત્યાર સુધી કુલ 709 ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 250 રવિવારે સવારે દિલ્હી અને 219 શનિવારે સાંજે મુંબઈ પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ Mann Ki Baat: પ્રધાનમંત્રી મોદીએ આપી હોળીની શુભેચ્છા, કહ્યું- સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરી ઉજવો પર્વ
આ વચ્ચે શનિવારે ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી ભારતીય નાગરિકોને બોર્ડર પોસ્ટ પર ન જવાની અપીલ કરી હતી. ભારતીય દૂતાવાસે એડવાઇઝરીમાં કહ્યું કે, તમામ ભારતીય નાગરિકને સલાહ આપવામાં આવે છે કે તે બોર્ડર પોસ્ટ પર ભારત સરકારના અધિકારીઓની સાથે પૂર્વ સમન્વય વગર કોઈપણ બોર્ડર પોસ્ટ પર ન જાય. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે, ભારતીય નાગરિકોને કાઢવા માટે પાડોશી દેશોમાં આપણા દૂતાવાસ સાથે કામ કરી રહ્યાં છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે