MP: હાથપગ બાંધીને જોડકા બાળકોને નદીમાં ફેંકી દીધા, ભૂલકાઓની એક 'હા' બની મોતનું કારણ?

મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં એક શાળાની બસમાંથી જાહેરમાં બંદૂકની અણી પર બે જોડકા બાળકોને અપહ્રત કરવામાં આવ્યાં હતાં તેમના રવિવારે સવારે બાંદા જિલ્લાના મર્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના નદીમાંથી પોલીસને હાથ બાંધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યાં.

MP: હાથપગ બાંધીને જોડકા બાળકોને નદીમાં ફેંકી દીધા, ભૂલકાઓની એક 'હા' બની મોતનું કારણ?

બાંદા(યુપી): મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં એક શાળાની બસમાંથી જાહેરમાં બંદૂકની અણી પર બે જોડકા બાળકોને અપહ્રત કરવામાં આવ્યાં હતાં તેમના રવિવારે સવારે બાંદા જિલ્લાના મર્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના નદીમાંથી પોલીસને હાથ બાંધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યાં. જોડકા બાળકોની આ રીતે નિર્મમ હત્યાથી સમગ્ર મધ્ય પ્રદેશમાં હાહાકાર મચી ગયો છે. તણાવનું વાતાવરણ છે. આ મામલે પોલીસે અનેક લોકોની ધરપકડ કરી છે અને પૂછપરછ ચાલી રહી છે. માસૂમ બાળકોની હત્યા પર રાજ્યના મુખ્યમંત્રી કમલનાથે પણ દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આરોપીઓએ તેની કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે આ ખુબ જ વ્યથિત કરનારું કૃત્ય છે અને આરોપીઓના આ જઘન્ય કૃત્યને બક્ષવામાં નહીં આવે. 

5 વર્ષના આ માસૂમ બાળકોની હત્યાની વાત જેણે પણ સાંભળી તે ચોધાર આંસુએ રડે છે. બાળકોના મૃતદેહોને પરિજનોએ જે હાલાતમાં જોયા તે જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં. બાળકો જે યુનિફોર્મમાં કિડનેપ થયા હતાં તે જ કપડાંમાં તેમના મૃતદેહો હતાં. 12 ફેબ્રુઆરીએ તેઓ ગાયબ થયા હતાં. તેમના હાથ અને પગ સાંકળથી બંધાયેલા હતાં. બાળકોના માતા પિતાની હાલત એકદમ દયનીય બની ગઈ છે. પિતા તો વારંવાર એમ જ કહી રહ્યાં છે કે હત્યારાઓને ફાંસીની સજા કરવામાં આવે જેથી કરીને કોઈના બાળકો સાથે આવું કૃત્ય ન કરે. આ મામલે બંને રાજ્યોની પોલીસ પર બેદરકારીના આરોપ પણ લાગી રહ્યાં છે. બાળકોની તપાસ માટે યુપી અને એમપીના 500 જવાન હતાં પરંતુ આમ છતાં બાળકો ન બચ્યાં. 

ખંડણીમાં 20 લાખ રૂપિયા લીધા
તેલના વેપારી વૃજેશ રાવતના 5 વર્ષના જોડકા બાળકો દેવાંગ અને શિવાંગનું 12 ફેબ્રુઆરીના રોજ મધ્ય પ્રદેશની સદગુરુ સેવા ટ્રસ્ટની શાળાએથી બે નકાબપોશ બાઈકસવારોએ અપહરણ કર્યું હતું. ત્યારબાદ બાળકોના પિતા પાસે ખંડણીની માગણી કરાઈ હતી. બાળકોના મૃતદેહો રવિવારે યમુનામાંથી મળી આવ્યાં હતાં. બદમાશોએ બંને બાળકોને લોખંડની સાંકળથી હાથપગ બાંધીને જીવિત હાલતમાં નદીમાં ફેંકી દીધા હતાં. બાળકોના પિતાએ 20 લાખ આપ્યાં હોવા છતાં બાળકોની હત્યા કરી નાખવામાં આવી. 

ઘટનાને અંજામ આપનારા 6 કિડનેપર્સને પોલીસે શનિવારે જ પકડી લીધા હતાં. આરોપીઓમાં ચિત્રકૂટનો પદ્મ શુક્લા, લકી સિંહ તોમર, રોહિત દ્વિવેદી, રાજુ દ્વિવેદી, રામકેશ યાદવ, પિન્ટુ ઉર્ફે પિંટા યાદવની ધરપકડ થઈ. તેમાં રામકેશ યાદવ તો બંને બાળકોને ભણાવતો હતો  પદ્મ અને લકી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ બાઈક અને કારનો ઉપયોગ કર્યો હતો.

રીવા ઝોનના આઈજી ચંચલ શેખરે જણાવ્યું કે કિડનેપર્સે પહેલા તો બાળકોના આરોપી લકીને ચિત્રકૂટ સ્થિત ભાડાના ઘરમાં બે દિવસ રાખ્યા હતાં. ત્યાં ભાડાનું ઘર પણ એક સૂમસામ જગ્યાએ હતું. આરોપીઓ પોતાને બહારથી બંધ રાખતા હતાં જેથી કરીને કોઈને શક ન જાય. ત્યારબાદ તેઓ જોડકા ભાઈઓને યુપીના બાંદામાં અટર્રામાં એક બીજા ભાડાના ઘરમાં લઈ ગયાં. જ્યાં તેમણે હત્યા અગાઉ બાળકોને છૂપાડી  રાખ્યા હતાં. 

આઈજીએ જણાવ્યું કે ગેંગના સભ્યો ખુબ હોશિયાર હતાં. ખંડણી માંગવા માટે પોતાના સેલફોનનો ઉપયોગ કરતા નહતાં. પરંતુ અજાણ્યા અને રાહગીરો પાસે અર્જન્ટ કોલની વાત કરીને ફોન માંગતા અને કરતા હતાં. આઈજીએ જણાવ્યું કે ટેક સેવી એન્જિનિયરિંગ સ્ટુડન્ટ અપૂફિંગ એપ દ્વારા નંબર છૂપાવતા હતાં. આમ તેઓ સાઈબર પોલીસથી એક ડગલું આગળ યોજના ઘડીને પોતાને બચાવી રાખવામાં સફળ નીવડ્યાં. 

શેખરના જણાવ્યાં મુજબ જ્યારે એક રાહગીરને આ મોટરસાઈકલ પર સવાર લોકોની વાતચીતથી શક ગયો તો તેણે મોટરસાઈકલનો ફોટો લઈ લીધો. પોલીસે જ્યારે ફોન પર સંપર્ક કર્યો તો સંબંધિત વ્યક્તિએ આરોપીઓની મોટરસાઈકલનો ફોટો આપી દીધો. આ મોટર સાઈકલનો નંબર યુ.પી,90.એલ 5707 હતો. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો બાઈક રોહિત દ્વિવેદીની નીકળી. રોહિત ઉત્તર પ્રદેશ જિલ્લાના બબેરુ વિસ્તારનો રહીશ હતો. પોલીસે એક એક કરીને છ આરોપીઓની ધરપકડ  કરી લીધી. જો કે આરોપીઓ ત્યાં સુધીમાં તો 20 લાખ રૂપિયા ખંડણી લઈ ચૂક્યા હતાં અને બાળકોની હત્યા પણ કરી ચૂક્યા હતાં. આરોપીઓ પાસેથી ખંડણીના 17.67 લાખ રૂપિયા, બંદૂક અને બાઈક તથા બોલેરો મળી આવ્યાં છે. 

પોલીસે એ પણ જણાવ્યું કે બંને ભાઈઓની શોધમાં યુપી અને એમપીની 24 જોઈન્ટ ટીમોના 500 જવાનો ચિત્રકૂટમાં ઉતર્યા હતાં. તેમાં રીવા રેન્જના નવા આઈજી ચંચલ શેખર, સતનાના એસપી સંતોષ સિંહ ગૌડ, બે એડિશનલ એસપી, 50 એસએચઓ અને બંને રાજ્યોની એસટીએફ યુનિટ સામેલ હતાં. જો કે આમ છતાં બંને માસૂમોના જીવ ન બચાવી શકાયા.

માસૂમોની 'હા' બની મોતનું કારણ?
પોલીસના જણાવ્યાં મુજબ આરોપીઓને ડર હતો કે તેમની ઓળખ થઈ ગઈ છે અને બાળકો પર્દાફાશ કરી નાખશે. જેના કારણે તેમની ધરપકડ ચોક્કસ થશે. પોલીસે જણાવ્યું હતું કે 20 લાખ રૂપિયા મળ્યા બાદ આરોપીઓ બાળકોને છોડવાનું મન બનાવી રહ્યાં હતાં પરંતુ છોડતા પહેલા તેમણે બાળકોને એક સવાલ કર્યો કે પોલીસ પૂછશે તો શું તેઓ તેમની ઓળખ કરી લેશે? માસૂમ બાળકોએ જવાબમાં કહ્યું 'હા'. આથી આરોપીઓએ બંને બાળકોની પીઠ પર પથ્થ બાંધીને તેમના હાથપગને પણ લોખંડની સાંકળથી બાંધીને નદીમાં ફેંકી દીધા. આરોપીઓએ પોલીસને એમ પણ જણાવ્યું કે તેમણે વીડિયો ગેમ દ્વારા બાળકોને કબ્જામાં રાખ્યા અને બાળકો તેમની સાથે ફ્રેન્ડલી પણ થઈ ગયાં હતાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news