હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની મદદ કોણે કરી? MPના દેવાસથી વધુ 2 લોકોને પોલીસે પકડ્યા
મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) ની ધરપકડ બાદ દેવાસથી પણ 2 લોકોની અટકાયત કરી છે. આ બંને લોકો યુપી નંબરની કારથી જઈ રહ્યાં હતાં. ત્યારે જ પકડમાં આવી ગયાં. બંને લોકો પર વિકાસને મદદ કરવાનો આરોપ છે. હાલ તેમની પૂછપરછ ચાલુ છે.
Trending Photos
નવી દિલ્હી: મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) ની ધરપકડ બાદ દેવાસથી પણ 2 લોકોની અટકાયત કરાઈ છે. આ બંને લોકો યુપી નંબરની કારથી જઈ રહ્યાં હતાં. ત્યારે જ પકડમાં આવી ગયાં. બંને લોકો પર વિકાસને મદદ કરવાનો આરોપ છે. હાલ તેમની પૂછપરછ ચાલુ છે.
આ બાજુ સૂત્રો પાસેથી એવી જાણકારી મળી છે કે વિકાસ દુબે કોટા રસ્તેથી ઉજ્જૈન પહોંચ્યો હતો. એટલું જ નહીં સૂત્રોએ એમ પણ કહ્યું કે વિકાસ દુબેની મદદ ઉત્તર પ્રદેશના બે વકીલોએ કરી છે. વિકાસની મદદ માટે તેઓ ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચ્યા હતાં.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વિકાસ દુબેને ઈન્દોરથી ચાર્ટર્ડ પ્લેનથી યુપી લાવવામાં આવશે. હાલ યુપી એસટીએસની ટીમ ઈન્દોર આવી રહી છે. નોંધનીય છે કે કાનપુર એન્કાઉન્ટરનો મુખ્ય આરોપી વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો છે. તે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલના દર્શન માટે આવ્યો હતો. તેને સૌથી પહેલા મંદિરના ગાર્ડે ઓળખ્યો અને તેણે આ અંગે પોલીસને સૂચના આપી હતી.
જુઓ LIVE TV
વિકાસ દુબેની ધરપકડ બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ઉજ્જૈન પોલીસને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે ટ્વીટ પણ કરી કે જેમને એવું લાગે છે કે મહાકાલના શરણમાં જવાથી તેમના પાપ ધોવાઈ જશે તેમણે મહાકાલને જાણ્યા જ નથી. અમારી સરકાર કોઈ પણ અપરાધીને છોડવાની નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે