શિવસેનાએ કરી અમિત શાહની પ્રસંશા, ‘કહ્યું- ગૃહમંત્રીએ મોટા ઓપરેશનની નીતિ બનાવી’

કેન્દ્રની નવી મોદી સરકારમાં ગૃહમંત્રી તરીકે અમિત શાહ દ્વારા જમ્મૂ કાશ્મીરમાં સીમાંકનના પ્રસ્તાવનું શિવસેનાએ સ્વાગત કર્યું છે. શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના સમાચાર પત્ર સામના દ્વારા અમિત શાહની પ્રસંશા કરી છે. શિવસેનાએ લખ્યું છે, એમિત શાહએ શું કરવું જોઇએ તે સ્પષ્ટ થઇ ગયું છે.

શિવસેનાએ કરી અમિત શાહની પ્રસંશા, ‘કહ્યું- ગૃહમંત્રીએ મોટા ઓપરેશનની નીતિ બનાવી’

એહસાન અબ્બાસ, અમિત ત્રિપાઠી, મુંબઇ: કેન્દ્રની નવી મોદી સરકારમાં ગૃહમંત્રી તરીકે અમિત શાહ દ્વારા જમ્મૂ કાશ્મીરમાં સીમાંકન કરવાના પ્રસ્તાવનું શિવસેનાએ સ્વાગત કર્યું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના સમાચાર પત્રમાં અમિત શાહની પ્રસંશા કરી છે. શિવસેનાએ લખ્યું છે કે, અમિત શાહને શું કરવાનું છે તે સ્પષ્ટ થઇ ગયું છે. જમ્મૂ કાશ્મીરની સમસ્યાનું મોટું ઓપરેશન કરવા માટે તેમણે તેને ટેબલ પર લીધી છે. કાશ્મીરની ઘાટીમાં હમેશાં માટે શાંતિ સ્થાપિત કરવાનો આ મામલો તો છે, સાથે સાથે કાશ્મીર માત્ર હિન્દુસ્તાનનો ભાગ છે તે પાક અને અલગાવવાદીઓને અંતિમ સંદેશ આપવો પણ જરૂરી છે.

શિવસેનાએ આ લેખમાં વધુમાં લખ્યું છે કે, હાલમાં કાશ્મીરમાં રાષ્ટ્રપતિનું શાસન ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે. અમરનાથ યાત્રા શાંતિ ભર્યા માહોલમાં પૂર્ણ થયા અને ત્યારબાદ જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવે, તેવા માહોલ જોવા મળી રહ્યાં છે. અમતિ શાહ જમ્મૂ કાશ્મીર વિધાનસભા સીટોનો ભૂગોળ બદલવા માગે છે અને જમ્મૂ કાશ્મીરમાં નવા મુખ્યમંત્રી તરીકે હિન્દુ જ હશે. તેના માટે મતદાતા ક્ષેત્રોનું સીમાંકન અર્થાત ડિલિમિટેશન કરવાનું નક્કી કર્યું છે.

દિલ્હીમાં તેમણે કાશ્મીરની સુરક્ષાના સંદર્ભમાં એક બેઠક કરી હતી. આ બેઠકમાં કાશ્મીરમાં કરવામાં આવતા સંભવિત ડિલિમિટેશન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારના સમાચાર પ્રકાશીક કરવામાં આવ્યા હતા. સરકારી સ્તર પર તેની સત્તાવાર પુષ્ટી ભલે કરવામાં આવી ના હોય, તેમ છતાં નવા ગૃહમંત્રીએ સરકારના ઇરાદાને અપ્રત્યક્ષ રીતે સ્પષ્ટ કર્યો છે અને તે ચોક્કસ કરવામાં આવી શકે છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news