Delhi-Mumbai ને હચમચાવી નાખવાના 'પ્લાન-D' નો પર્દાફાશ, વિસ્ફોટકો લાવવામાં દાઉદનો ભાઈ કરતો હતો મદદ
કોર્ટે જાન મોહમ્મદ શેખ, ઓસામા, મૂળચંદ, મોહમ્મદ અબુ બકરને 14 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. બે અન્યને દિલ્હી પોલીસ આજે કોર્ટમાં હાજર કરશે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરેલા 6માંથી 4 સંદિગ્ધ આતંકીઓને રાતે કોર્ટમાં રજુ કરાયા. કોર્ટે ચારેયને 14 દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલી દીધા છે. કોર્ટે જાન મોહમ્મદ શેખ, ઓસામા, મૂળચંદ, મોહમ્મદ અબુ બકરને 14 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. બે અન્યને દિલ્હી પોલીસ આજે કોર્ટમાં હાજર કરશે.
પાકિસ્તાનનું ષડયંત્ર નિષ્ફળ
અત્રે જણાવવાનું કે દેશમાં આતંકી હુમલા માટે પાકિસ્તાન તરફથી એક મોટા ષડયંત્રને અંજામ આપવામાં આવી રહ્યું હતું. પરંતુ સમયસર દિલ્હી પોલીસ અને યુપી એટીએસએ મળીને પાકિસ્તાનના ષડયંત્રને નિષ્ફળ કર્યું. આતંકના અંડરવર્લ્ડ કનેક્શનને સમયસર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક્સપોઝ કર્યું અને દેશમાં અનર્થ થવાની બચાવી લીધો.
આતંકીઓની ઓળખ
અત્રે જણાવવાનું કે જાન મોહમ્મદ શેખ (47) મહારાષ્ટ્રનો રહીશ છે, 22 વર્ષનો ઓસામા જામિયા નગર દિલ્હીનો રહીશ છે. 47 વર્ષનો મૂળચંદ ઉર્ફે લાલ રાયબરેલી, યુપીનો જ્યારે 28 વર્ષનો જીશાન કમર પ્રયાગરાજનો રહીશ છે. પાંચમો સંદિગ્ધ અબુ બકર મોહમ્મદ ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાનો રહીશ છે. છેલ્લા કેટલાક દિવસથી તે દિલ્હીમાં રહેતો હતો. મોહમ્મદ આમિર જાવેદ (31) લખનઉનો રહીશ છે.
આ એવા 6 લોકો છે જે દેશમાં આતંક ફેલાવવામાં મોટા ષડયંત્રને અંજામ આપવાના હતા પરંતુ હવે તેમની ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે અને બધા પોલીસની પકડમાં છે. આતંકના આ ટેરર મોડ્યૂલ પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને ડી કંપનીનો હાથ છે.
દિલ્હી-મુંબઈને હચમચાવી નાખવાનો 'પ્લાન-D'
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મંગળવારે ખુલાસો કર્યો કે ધરપકડ કરાયેલા 6 આતંકી દેશમાં અલગ અલગ જગ્યાઓ પર ધડાકા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. મહારાષ્ટ્રના એક આતંકીને રાજસ્થાનથી ધરપકડ કરાયો જ્યારે બે આતંકીઓ દિલ્હીથી દબોચવામાં આવ્યા. 3 આતંકી યુપીથી પકડાયા. એટલે કે આ તાર દેશના એક રાજ્ય સાથે નહીં પરંતુ મહારાષ્ટ્રથી લઈને રાજસ્થાન, દિલ્હી, યુપી સુધી ફેલાયેલા છે. એડીજી (યુપી) પ્રશાંતકુમારે કહ્યું કે તેમની પાસેથી 2 IED પકડાયા છે. જેમાં એક કિલો આરડીએક્સનો ઉપયોગ થયો હ તો. આ ઉપરાંત 2 હેન્ડ ગ્રેનેડ પણ મળ્યા છે.
પાકિસ્તાનમાં મળી ટ્રેનિંગ
ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી આરોપી જીશાન કમર અને ઓસામ તો પાકિસ્તાનમાં આતંકી ટ્રેનિંગ પણ લઈ ચૂક્યા છે. આ ધરપકડ કરાયેલા આતંકીઓ દ્વારા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ભારતને હચમચાવી નાખવાની કોશિશમાં હતો. મળતી માહિતી મુજબ દાઉદ ઈબ્રાહિમનો ભાઈ અનીસ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છૂપાઈ બેઠો છે અને તે આ સમગ્ર ષડયંત્રને અંજામ આપવાની કોશિશમાં છે. અનીસ ઈબ્રાહિમ અંડરવર્લ્ડ દ્વારા આ આતંકી મોડ્યૂલને સપોર્ટ કરી રહ્યો હતો. અનીસ આતંકીઓને પૈસા ઉપલબ્ધ કરાવતો હતો અને સરહદ પારથી હથિયારો અને વિસ્ફોટકો લાવવામાં પણ મદદ કરતો હતો.
1993 જેવા બોમ્બ ધડાકાનું ષડયંત્ર નિષ્ફળ
નીરજ ઠાકુર (સ્પેશિયલ સેલ, દિલ્હી પોલીસ) ના જણાવ્યાં મુજબ આતંકીઓની આ ટીમનું કામ સરહદ પારથી હથિયાર લાવવા અને તેમને અલગ અલગ રાજ્યોમાં મોકલવાનું હતું. એટલે કે અનીસ ઈબ્રાહિમ દ્વારા દાઉદ ઈબ્રાહિમ ભારતમાં 1993 બોમ્બ વિસ્ફોટો જેવા ષડયંત્રને અંજામ આપવાની કોશિશમાં હતો.
દાઉદ આ કારણથી ધૂંધવાયો છે
નોંધનીય છે કે પાકિસ્તાનમાં છૂપાઈ બેઠેલા દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ છેલ્લા કેટલાક વર્ષોથી સંકજો કસાયો છે. દેશમાં ડી કંપનીની સંપત્તિ હરાઝી થવાથી લઈને તેના વિરુદિધ પાકિસ્તાનને પુરાવા પણ સોંપાયા છે. કદાચ આ કારણે દાઉદ અકળાયો હતો અને પોતાની તાકાત બતાવવા માટે ISI સાથે મળીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવામાં લાગ્યો હતો. પરંતુ સમયસર દિલ્હી પોલીસ અને યુપી એટીએસએ ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ.
(જીતેન્દ્ર શર્મા, નીરજ ગૌડ અને રાજૂ રાજનો રિપોર્ટ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે