Facebookની ટીમ કરે છે ભેદભાવ, PMને આપે છે ગાળો... સરકારનો ઝુકરબર્ગને પત્ર

એક તરફ જ્યાં કોંગ્રેસ સતત ફેસબુક પર ભાજપ સાથે સાઠગાંઠનો આરોપ લગાવી રહી છે. ત્યારે હવે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખી મોટો આરોપ લગાવ્યો છે. ફેસબુકની રાજકીય દળો સાથે સાઠગાંઠના આરોપ વચ્ચે પ્રસાદનો પત્ર ઘણો મહત્વનો છે.

Trending Photos

Facebookની ટીમ કરે છે ભેદભાવ, PMને આપે છે ગાળો... સરકારનો ઝુકરબર્ગને પત્ર

નવી દિલ્હી: એક તરફ જ્યાં કોંગ્રેસ સતત ફેસબુક પર ભાજપ સાથે સાઠગાંઠનો આરોપ લગાવી રહી છે. ત્યારે હવે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખી મોટો આરોપ લગાવ્યો છે. ફેસબુકની રાજકીય દળો સાથે સાઠગાંઠના આરોપ વચ્ચે પ્રસાદનો પત્ર ઘણો મહત્વનો છે.

રવિશંકર પ્રસાદે ઝુકરબર્ગને મોકલેલા પત્રમાં લખ્યું છે કે, ફેસબુક ઇન્ડિયાની ટીમ રાજકીય વિચારધારાના આધાર પર ભેદભાવ કરે છે. તેમણે પત્રણાં લખ્યું છે કે, ફેસબુકના કર્મચારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે. તેમણે આ પણ લખ્યું છે કે, તેમને જાણકારી મળી છે કે, ફેસબુક ઇન્ડિયાની ટીમના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ એક કાસ રાજકીય વિચારધારાના સમર્થક છે.

— ANI (@ANI) September 1, 2020

ફેસબુકને હોવું જોઈએ નિષ્પક્ષ
પ્રસાદે પત્રમાં લખ્યું છે કે, વર્ષ 2019ની ચૂંટણી પહેલા ફેસબુક ઇન્ડિયા મેનેજમેન્ટે દક્ષિણપંથી વિચારધારાના સમર્થકોના ફેસબુક પેજ ડિલીટ કર્યા અથવા તેમની રીચ ઘટાડી હતી. તેમણે લખ્યું છે કે, ફેસબુકને સંતુલિત તેમજ નિષ્પક્ષ હોવું જોઈએ. તેમણે લખ્યું છે કે, કોઇપણ સંસ્થામાં કામ કરતા વ્યક્તિઓની પસંદ અને નાપસંદ હોય શકે છે, પરંતુ એક સંસ્થાની પબ્લિક પોલિસી પર તેની કોઇ અસર થવી જોઇએ નહીં.

પહેલા પણ ઘણી વખત કર્યો મેઇલ: પ્રસાદ
રવિશંકર પ્રસાદે લખ્યું, આ મામલે મેં ઘણી વખત ફેસબુક મેનેજમેન્ટને મેઇલ કર્યો પરંતુ તેનો કોઇ રિસ્પોન્સ આવ્યો નથી. આ ક્યારે સ્વીકાર કરવામાં આવશે નહીં કે કરોડો લોકોની અભિવ્યક્તિની આઝાદી પર વ્યક્તિ વિશેષ રાજકીય પ્રતિબદ્ધતાને લાદવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news