કોરોનાથી ભાજપના 2 ધારાસભ્યોના નિધન, રક્ષામંત્રીએ વ્યક્ત કર્યો શોક
ભાજપના બંને ધારાસભ્યોના નિધન પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો હતો. ભાજપન પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને પ્રદેશ મહામંત્રી (સંગઠન) સુનીલ બંસલે પણ ભાજપના ધારાસભ્ય સુરેશ કુમાર શ્રીવાસ્તવ અને રમેશ દિવાકરના નિધન પર ઉંડો શોક પ્રગટ કર્યો હતો.
Trending Photos
લખનઉ: ઉત્તર પ્રદેશ (UP) માં શુક્રવારે સત્તારૂઢ ભાજપના બે ધારાસભ્યોના કોરોના વાયરસ (Coronavirus) ના લીધે નિધન થઇ ગયું છે. ભાજપના લખનઉ પશ્વિમ ક્ષેત્રના ધારાસભ્ય સુરેશ કુમાર શ્રીવાસ્તવ (76)નું શુક્રવારે સાંજે અહીં એક હોસ્પિટલમાં નિધન થયું છે. આ પહેલાં શુક્રવારે સવારે ઓરૈયા જિલ્લાના સદર વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય રમેશ ચંદ્ર દિવાકર (56)નું કોરોના વાયરસના સંક્રમણના લીધે મોત થયું છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે વ્યક્ત કર્યો શોક
શ્રીવાસ્તના નિધન પર લખનઉના સાંસદ અને દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ ટ્વીટ દ્વારા પોતાની સંવેદના પ્રગટ કરી. રાજનાથ સિંહે કહ્યું કે 'લખનઉ શહેરના ધારસભ્ય અને ઉત્તર પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા સુરેશ શ્રીવાસ્તવના નિધનના સમાચાર ખૂબ પીડાયદાયક છે. જનપ્રતિનિધિના રૂપમાં તેમની સાદગી, સરળતા અને તેમની કર્મઠતા પોતાનામાં એક ઉદાહરણ હતી. તેમના શુકાકુલ પરિવાર પ્રત્યે મારી સંવેદના.
ઉલ્લેખનીય છે કે 1996 ની વિધાનસભાની વચગાળાની ચૂંટણીમાં સુરેશ કુમાર શ્રીવાસ્તવ પહેલીવાર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 2002 માં ચૌદમી વિધાનસભા અને 2017માં લખનઉ પશ્વિમથી ત્રીજી વાર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટયા. સૂત્રોના અનુસાર, ઓરૈયા સદના ભાજપના ધારાસભ્ય રમેશચંદ્ર દિવાકર કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત થયા હતા અને મેરઠની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તે ગત ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને બે દિવસમાં તેમની હાલત ગંભીર હતી.
મુખ્યમંત્રી યોગીએ પણ વ્યક્ત કર્યું દુખ
ભાજપના બંને ધારાસભ્યોના નિધન પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો હતો. ભાજપન પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને પ્રદેશ મહામંત્રી (સંગઠન) સુનીલ બંસલે પણ ભાજપના ધારાસભ્ય સુરેશ કુમાર શ્રીવાસ્તવ અને રમેશ દિવાકરના નિધન પર ઉંડો શોક પ્રગટ કર્યો હતો. દિવાકરની પત્ની પણ કોરોના (Coronavirus) સંક્રમિત છે. જેમની સારવાર કાનપુરના એક હોસ્પિટલમાં ચાલી રહી છે. તો બીજી તરફ સુરેશ કુમાર શ્રીવાસ્તવના પરિવારના સભ્ય પણ બિમાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે