UP Assembly: યૂપી વિધાનસભામાં કલરફુલ નજારો, સપાની લાલ ટોપીના જવાબમાં ભાજપ ધારાસભ્યોએ પહેરી ભગવા ટોપી

UP Assembly session: યુપી વિધાનસભામાં આજે અનોખો નજારો જોવા મળ્યો હતો. અહીં વિવિધ પાર્ટીના ધારાસભ્યો પોતાની પાર્ટીના ઝંડાના કલરના વસ્ત્રો અને ટોપી પહેરી પહોંચ્યા હતા. 
 

UP Assembly: યૂપી વિધાનસભામાં કલરફુલ નજારો, સપાની લાલ ટોપીના જવાબમાં ભાજપ ધારાસભ્યોએ પહેરી ભગવા ટોપી

લખનઉઃ ઉત્તરપ્રદેશ વિધાનસભામાં સોમવારે રંગબેરંગી નજારો જોવા મળ્યો હતો. અહીં સત્તા પક્ષ અને વિપક્ષ, બંનેના ધારાસભ્યો પોત-પોતાની પાર્ટીઓના ઝંડાના રંગની પોટીઓ અને અંગ વસ્ત્ર પહેરીને જોવા મળ્યા હતા. સમાજવાદી પાર્ટીની લાલ ટોપીના જવાબમાં ભાજપના ધારાસભ્યો ભગવા ટોપી પહેરી પહોંચ્યા હતા. જેથી ગૃહમાં કલરફુલ નજારો જોવા મળ્યો હતો. 

કેસરી ટોપીમાં જોવા મળ્યા ભાજપના ધારાસભ્યો
ઉત્તર પ્રદેશ વિધાનસભાનું સત્ત રાજ્યપાલના અભિભાષણથી શરૂ થયું હતું. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો ભગવા તો સપાના ધારાસભ્યો લાલ ટોપીમાં જોવા મળ્યા હતા. ભાજપના ધારાસભ્યો સહિત મંત્રીઓ પણ ટોપી પહેરીને પહોંચ્યા હતા. 

ચૂંટણી પ્રચાર દરમિયાન વારાણસીમાં રોડ-શોમાં પીએમ મોદીએ ભગવા ટોપી પહેરી હતી. આ પહેલા ભાજપના નેતા સપાની લાલ ટોપી પર પ્રહારો કરી રહ્યાં હતા. પીએમ મોદીએ ગોરખપુરની એક સભામાં કહ્યુ હતુ કે લાલ ટોપી યૂપી માટે રેડ એલર્ટ છે. તો સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ હતુ કે ભાજપ મોંઘવારી, બેરોજગારીનું રેડ એલર્ટ છે. 

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બહુજન સમાજવાદી પાર્ટીના સભ્યો લીલા રંગના વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. તો સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ધારાસભ્યો પીળા અને રાષ્ટ્રીય લોકદળના સભ્યો લીલા ગમછામાં જોવા મળ્યા હતા. અખિલેશ ગૃહમાં પહોંચ્યા તો સપાના ધારાસભ્યોએ જિંદાબાદના નારા લગાવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યા અને અન્ય સભ્યોએ પોતાની સીટથી આવીને અખિલેશ યાદવનું સ્વાગત કર્યુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news