નોએડા: મૌલાનાએ બાળકીને બેલ્ટથી માર્યો ઢોર માર, પોલીસની ગેરવર્તણુંક

નોએડાના એક મદરેસામાં મોલવી દ્વારા કુમળી બાળકીને ઢોર મારવામાં આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છેકે મૌલવીએ બાળકીને બેલ્ટવડે માર માર્યો. જ્યારે બાળકીનાં પરિવારનાં લોકો મદરેસા ગયા તો તેમણે બાળકીની સ્થિતી જોયા બાદ મૌલવી વિરુદ્ધ પોલીસ સ્ટેશન સેક્ટર 49માં લેખીત ફરિયાદ કરી. પોલીસે આ બાબતે આઇપીસી કલમ 323,504 હેઠળ કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે. 
નોએડા: મૌલાનાએ બાળકીને બેલ્ટથી માર્યો ઢોર માર, પોલીસની ગેરવર્તણુંક

નોએડા : નોએડાના એક મદરેસામાં મોલવી દ્વારા કુમળી બાળકીને ઢોર મારવામાં આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છેકે મૌલવીએ બાળકીને બેલ્ટવડે માર માર્યો. જ્યારે બાળકીનાં પરિવારનાં લોકો મદરેસા ગયા તો તેમણે બાળકીની સ્થિતી જોયા બાદ મૌલવી વિરુદ્ધ પોલીસ સ્ટેશન સેક્ટર 49માં લેખીત ફરિયાદ કરી. પોલીસે આ બાબતે આઇપીસી કલમ 323,504 હેઠળ કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે. 

અહીં ભણવા માટે આવતી આ બાળકી અને તેની બહેનનું કહેવું છે કે જ્યારે તે મૌલાનાનાં સવાલોનો જવાબ નહોતી આપી શકતી તો મૌલાના તેની આંગળીઓ મરોડતા હતા અને પછી ગુસ્સો આવતો તો બેલ્ટથી પણ માર મારતા હતા. ન માત્ર બે બહેનો સાથે મૌલાના દરેક બાળક સાથે આ પ્રકારનું વર્તન કરતો હતો. પરિવારનું કહેવું છેકે બાળકીઓની સારી તાલિમ માટે બાળકીઓને ત્યાં મોકલતા હતા. પરંતુ અમને ખબર નહોતી કે મૌલાના આ પ્રકારે માર મારતો હશે.

PMનો આરોપ દેશના યુદ્ધ જહાજ પર ગાંધી પરિવાર વેકેશન ઉજવતો, કોંગ્રેસે કર્યો બચાવ
પરિવારજનોનું કહેવું છે કે મૌલાના કરતા વધારે ગુસ્સો તેમને નોએડા પોલીસ પર છે. જે અમારી ફરિયાદ પર કાર્યવાહી કરીવાને બદલે પોલીસ અમને જ ધમકાવવા લાગ્યા હતા.  જો કે પીડિતનાં આરોપો બાદ પોલીસનું કહેવું છે કે આરોપો ખોટા છે. અમે પીડિતની ફરિયાદ લઇ લીધી છે અને આરોપોની તપાસ કરી રહ્યા છીએ. આરોપી ફરાર છે, તેને ઝડપથી દબોચી લેવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news