કાનપુર: ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યો ગયો, ગાડી પલટ્યા બાદ ભાગવાની કરી હતી કોશિશ

આઠ પોલીસકર્મીઓની ઘાતકી હત્યાને અંજામ આપનારો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. વિકાસ દુબેને લઈને કાનપુર આવી રહેલી એસટીએફના કાફલાની એક કાર કાનપુર હાઈવે પર પલટી ગઈ હતી. કહેવાય છે કે વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરી જેથી કરીને ગાડી પલટી ગઈ અને આ દરમિયાન પોલીસ અને વિકાસ દુબે વચ્ચે એન્કાઉન્ટર ચાલુ થઈ ગયું. વિકાસ દુબેએ હથિયાર છીનવવાની કોશિશ કરી હતી. 

કાનપુર: ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યો ગયો, ગાડી પલટ્યા બાદ ભાગવાની કરી હતી કોશિશ

કાનપુર:  આઠ પોલીસકર્મીઓની ઘાતકી હત્યાને અંજામ આપનારો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. વિકાસ દુબેને લઈને કાનપુર આવી રહેલી એસટીએફના કાફલાની એક કાર કાનપુર હાઈવે પર પલટી ગઈ હતી. કહેવાય છે કે હથિયાર છીનવવાની કોશિશમાં ગાડી પલટી હતી. વિકાસ દુબેએ કાર પલટી જતા ઘાયલ થયેલા પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગવાની કોશિશ કરી અને આ દરમિયાન પોલીસ અને વિકાસ દુબે વચ્ચે એન્કાઉન્ટર ચાલુ થઈ ગયું. વિકાસે પોલીસ પર ફાયરિંગ કર્યું અને સ્વબચાવમાં પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી જેમાં ઘાયલ થયેલા વિકાસ દુબેને જે હોસ્પિટલમાં લઈ જવાયો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેના મોતની પુષ્ટિ કરી હતી. 

3 ગોળી છાતી પર અને એક ગોળી હાથ પર વાગી હતી
વિકાસ દુબેના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરે જણાવ્યું કે એન્કાઉન્ટર દરમિયાન વિકાસ દુબેને 4 ગોળીઓ વાગી હતી. 3 ગોળી છાતી પર અને એક ગોળી હાથમાં વાગી હતી. 

— Sudhir Chaudhary (@sudhirchaudhary) July 10, 2020

કેવી રીતે શરૂ થયું એન્કાઉન્ટર
યુપી પોલીસના આઠ જવાનોની બર્બરતાથઈ હત્યા કરવાની વારદાતનો મુખ્ય આરોપી વિકાસ દુબેને લઈને યુપી એસટીએફનો કાફલો કાનપુર આવી રહ્યો હતો. ગાડીઓ કાનપુરમાં પ્રવેશી ચૂકી હતી. સ્પીડમાં હતીં. ભારે વરસાદ પડી રહ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ ગાડી અચાનક પલટી ગઈ પણ કહેવાય છેકે ગાડીમાં બેઠેલા વિકાસ દુબેએ કાનપુરમાં ગાડી પ્રવેશતા જ પોલીસકર્મીની પિસ્તોલ છીનવવાની કોશિશ કરી હતી. આ દરમિયાન ગાડી પલટી ગઈ. જેમાં વિકાસ દુબે અને પોલીસકર્મી ઘાયલ થયા. આમ છતાં વિકાસ દુબેએ પિસ્તોલ છીનવીને ભાગવાની કોશિશ કરી. ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ. એસટીએફએ વિકાસને હથિયાર બાજૂ પર મૂકીને સરન્ડર કરવાનું કહ્યું. છતાં વિકાસ ન માન્યો અને પોલીસે મજબૂરીમાં એન્કાઉન્ટર કરવું પડ્યું. 

— ANI UP (@ANINewsUP) July 10, 2020

અથડામણ બાદ વિકાસ દુબેને કાનપુરની લાલા લજપતરાય હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરોએ પણ તેને મૃત જાહેર કર્યો.અત્રે જણાવવાનું કે ગુરુવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં કાનપુર અથડામણ કેસનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે ધરપકડ કરાયો હતો. એસટીએફ તેને લઈને સડકમાર્ગે કાનપુર માટે રવાના થઈ હતી. કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યાનો આરોપી વિકાસ દુબે ત્યારબાદ ફરાર હતો. કાનપુર આઈજી મોહિત અગ્રવાલે પણ નિવેદન આપતા કહ્યું કે અકસ્માતમાં 4 પોલીસકર્મી ઘાયલ થયા છે. જ્યારે વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. 

— ANI UP (@ANINewsUP) July 10, 2020

ઘટના બાદ છૂપાતો ફરતો હતો વિકાસ
પકડાયો તે પહેલાના 150 કલાક સુધી વિકાસ દુબે પોલીસથી ભાગતો ફરતો હતો. સમગ્ર યુપીમાં તેની શોધ ચાલુ હતી આ સાથે અન્ય રાજ્યોની પોલીસ પણ તેને શોધી રહી હતી. કાનપુરથી ભાગીને તે દિલ્હી ગયો અને ત્યાંથી ફરીદાબાદ પહોંચ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તેની તસવીરો પણ સામે આવી હતી. એવી પણ ચર્ચાઓ હતી કે તે કોઈ ન્યૂઝ ચેનલમાં સરન્ડર કરી શકે છે. પણ આ બધા વચ્ચે વિકાસ દુબે મધ્ય પ્રદેશ પહોંચી ગયો અને ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરથી પકડાયો. 

— ANI UP (@ANINewsUP) July 10, 2020

અત્રે જણાવવાનું કે ગુરુવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં કાનપુર અથડામણ કેસનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે ધરપકડ કરાયો હતો. એસટીએફ તેને લઈને સડકમાર્ગે કાનપુર માટે રવાના થઈ હતી. કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યાનો આરોપી વિકાસ દુબે ત્યારબાદ ફરાર હતો.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news