વરાહ જયંતિ: દૈત્ય હિરણ્યાક્ષથી પૃથ્વીને બચાવવા ભગવાન વિષ્ણુજી લીધો હતો વરાહ અવતાર

Varaha Jayanti: ભગવાન વિષ્ણુએ કુલ 24 અવતાર લીધા છે. મત્સ્ય અને કશ્યપ પછી ત્રીજો અવતાર વરાહ છે. વરાહ એટલે સુવર જેને ડુક્કર પણ કહેવામાં આવે છે. આ અવતારના માધ્યમથી માનવ શરીર સાથે પરમાત્માએ ધરતી ઉપર પહેલો પગ રાખ્યો હતો. મુખ ડુક્કરનું હતું, પરંતુ શરીર મનુષ્યનું હતું.

વરાહ જયંતિ: દૈત્ય હિરણ્યાક્ષથી પૃથ્વીને બચાવવા ભગવાન વિષ્ણુજી લીધો હતો વરાહ અવતાર

નવી દિલ્હીઃ આજના દિવસે ભગવાન વિષ્ણુએ વરાહ તરીકે ત્રીજીવાર અવતાર લીધો હતો. તેથી આજના દિવસને વરાહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. વરાહ અવતાર દ્વારા જ માનવ શરીર સાથે ભગવાન પહેલીવાર ધરતી ઉપર આવ્યાં, તેમનું મુખ જંગલી સૂઅર એટલેકે, ડુક્કરનું અને શરીર મનુષ્યનું હતું. આ રૂપ જ એટલું ડરામણું હતું કે, ભલભલા દૈત્યો પણ તેમનાથી ડરી જાય. હિન્દુ શાસ્ત્રો અનુસાર દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ વરાહ જયંતિ ઊજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને હિરણ્યાક્ષ નામના દૈત્યને માર્યો હતો. આ અવસરે સુખ-સમૃદ્ધિની કામના સાથે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા સાથે વ્રત અને ઉપવાસ કરવામાં આવે છે. સાથે જ, વિષ્ણુ મંદિરોમાં ભજન-કીર્તન પણ કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર-
ભગવાન વિષ્ણુએ કુલ 24 અવતાર લીધા છે. મત્સ્ય અને કશ્યપ પછી ત્રીજો અવતાર વરાહ છે. વરાહ એટલે સુવર જેને ડુક્કર પણ કહેવામાં આવે છે. આ અવતારના માધ્યમથી માનવ શરીર સાથે પરમાત્માએ ધરતી ઉપર પહેલો પગ રાખ્યો હતો. મુખ ડુક્કરનું હતું, પરંતુ શરીર મનુષ્યનું હતું. તે સમયે હિરણ્યાક્ષ નામના દૈત્યએ પોતાની શક્તિ સાથે સ્વર્ગ ઉપર કબજો કરી સંપૂર્ણ પૃથ્વીને પોતાના આધીન કરી લીધી હતી. વરાહ અવતાર દ્વારા જ માનવ શરીર સાથે ભગવાન પહેલીવાર ધરતી ઉપર આવ્યાં, તેમનું મુખ જંગલી સૂઅરનું અને શરીર મનુષ્યનું હતું

લોકોના ધન પર નજર રાખતા હિરણ્યાક્ષને હણવા લીધો અવતારઃ
હિરણ્ય એટલે સ્વર્ણ(સોનું) અને અક્ષ એટલે આંખ. તેનો અર્થ છે કે જેમની આંખ હંમેશાં અન્ય લોકોના ધન ઉપર રહે છે, તે હિરણ્યાક્ષ છે. આ નામનો દૈત્ય પણ એવો જ હતો. તેને સંપૂર્ણ પૃથ્વી ઉપર રાજ કરીને, તેને જીતવા માટે લોકોને મારવાનું શરૂ કરી દીધું હતું. સંતોને પરેશાન કરવા લાગ્યો હતો. આ દૈત્યનો નાશ કરવા માટે જ ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન વિષ્ણુના આ સ્વરૂપને જોઈને બધા દેવતાઓ અને ઋષિ-મુનિઓએ તેમની સ્તૃતિ કરી. બધાના આગ્રહથી ભગવાન વરાહ પૃથ્વીની શોધમાં લાગી ગયાં

હિરણ્યાક્ષે જ્યારે પૃથ્વીને દરિયામાં સંતાડી...
પ્રાચીન સમયમાં દૈત્ય હિરણ્યાક્ષે જ્યારે પૃથ્વીને લઈ જઈને દરિયામાં સંતાડી દીધી હતી ત્યારે બ્રહ્માજીના નાક દ્વારા ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપમાં પ્રકટ થયાં. ભગવાન વિષ્ણુના આ સ્વરૂપને જોઈને બધા દેવતાઓ અને ઋષિ-મુનિઓએ તેમની સ્તૃતિ કરી. બધાના આગ્રહથી ભગવાન વરાહ પૃથ્વીની શોધમાં લાગી ગયાં. પોતાના લાંબા મોઢાની મદદથી તેમણે પૃથ્વીની જાણકારી મેળવી લીધી અને દરિયાની અંદર જઈને ધરતીને પોતાના દાંત ઉપર રાખીને બહાર લઈને આવ્યાં. જ્યારે હિરણ્યાક્ષે આ જોયું ત્યારે તેણે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપને યુદ્ધ માટે લલકાર્યાં. બંનેમાં યુદ્ધ થયું. છેલ્લે હિરણ્યાક્ષ મરી ગયો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news