હાથ ઉપાડવાનું ભૂલી જાવ, બે હાથ જોડવા પડશે! હોસ્પિટલમાં બબાલ કરી તો ડોક્ટર નહીં કરે ઈલાજ, બદલાઈ ગયા નિયમો

Rules For Doctors: ડોક્ટર્સ પર હુમલા થયાની ઘટના દેશભરમાંથી છાશવારે પ્રકાશમાં આવે છે. હિંસક દર્દીઓ દ્વારા ડોક્ટરો પર હુમલા થવાનું પ્રમાણ વધી જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ ડોકટરો હવે અપમાનજનક કે બેફામ વર્તન કરનાર વ્યક્તિની સારવાર કરવાની ના કહી શકે છે. 

હાથ ઉપાડવાનું ભૂલી જાવ, બે હાથ જોડવા પડશે! હોસ્પિટલમાં બબાલ કરી તો ડોક્ટર નહીં કરે ઈલાજ, બદલાઈ ગયા નિયમો

Rules For Doctors: હોસ્પિટલમાં દાખલ દર્દીની સારવારને લઈને ઘણીવાર હિંસક લોકો દ્વારા ડોક્ટર પર હુમલો કરવામાં આવે છે. આવી ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવે છે. તેવામાં આ પ્રકારે ડોક્ટરો પર થતા હુમલાને અટકાવવા માટે શનલ મેડિકલ કમિશને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરે મહત્વનું પગલું ભર્યું છે. આ નિર્ણય અનુસાર ડોક્ટર તેમની સાથએ હિંસક વર્તન કરનાર દર્દી અથવા તેના સંબંધીઓને સારવાર માટે ઈન્કાર કરી શકે છે.

ડોક્ટર્સ પર હુમલા થયાની ઘટના દેશભરમાંથી છાશવારે પ્રકાશમાં આવે છે. હિંસક દર્દીઓ દ્વારા ડોક્ટરો પર હુમલા થવાનું પ્રમાણ વધી જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ ડોકટરો હવે અપમાનજનક કે બેફામ વર્તન કરનાર વ્યક્તિની સારવાર કરવાની ના કહી શકે છે. 

ડોક્ટરો વિરુદ્ધ થતી હિંસાની ઘટનાઓને રોકવાની દિશામાં આ એક મોટું પગલું છે. આ પ્રથમ વખત છે જેમાં ડોકટરોને બેકાબૂ અને હિંસક દર્દીઓની સારવાર કરવાનો ઇનકાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. દર્દીઓ પ્રત્યેની ડોક્ટરોની ફરજો અંગેની સૂચના અનુસાર ડોક્ટર દર્દીની સંભાળ અને તેની વાજબી ફી માટે હકદાર રહેશે. આ નવા નિયમો મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના મેડિકલ એથિક્સ કોડ 2002નું સ્થાન લેશે. 

આ પણ વાંચો:

23 ઓગસ્ટે રચાશે ઈતિહાસ! ભારત સહિત 2 દેશના ચંદ્રયાન એક સાથે ચંદ્રમા પર લેન્ડ થશે
 
જો કે નેશનલ મેડિકલ કમિશનના નવા નિયમોમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દર્દીઓ અથવા તેમના સંબંધીઓ દ્વારા ગેરવર્તણૂક અથવા હિંસક વર્તનના કિસ્સામાં ડોકટરોને સારવારનો ઇનકાર કરવાની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ તેઓએ ખાતરી કરવી પડશે કે દર્દી પ્રાથમિક સારવાર વિના ન રહે.

નેશનલ મેડિકલ કમિશન દ્વારા 2 ઓગસ્ટના રોજ આ અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેના નિયમો અનુસાર, ડૉક્ટર્સ અને તેમના પરિવારના સભ્યોએ ફાર્મા કંપનીઓ અથવા તેમના પ્રતિનિધિઓ પાસેથી કોઈપણ ભેટ, મુસાફરીનો લાભ, આતિથ્ય, રોકડ સહિતના કોઈપણ લાભો સ્વીકારવા જોઈએ નહીં. જો કોઈ આમ કરે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે.

નિયમો મુજબ, જોકે આમાં પગાર અને અન્ય લાભોનો સમાવેશ થતો નથી જે RMPને આ સંસ્થાઓના કર્મચારીઓ તરીકે પ્રાપ્ત થયા હોય. તદનુસાર RMP એ તૃતીય પક્ષ સેમિનાર, વર્કશોપ, સિમ્પોસિયા, કોન્ફરન્સ જેવી કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ નહીં, જેમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ અથવા સંબંધિત આરોગ્ય ક્ષેત્રની પ્રત્યક્ષ કે પરોક્ષ સ્પોન્સરશિપ સામેલ હોય.

આ નવા નિયમ અનુસાર, “જો ફી ચૂકવવામાં ન આવે તો RMP દર્દીની સારવાર કરવાનો ઇનકાર કરી શકે છે અથવા તેની સારવાર ચાલુ રાખી શકે છે. જો કે આ વાત સરકારી સેવા કે ઈમરજન્સીમાં ડોકટરોને લાગુ પડતી નથી. પરંતુ ડોકટરે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે દર્દી જરૂરી સારવાર વગર ન રહી જાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news