મહારાષ્ટ્ર-હરિયાણામાં મતદાન, PM મોદીએ મતદારોને કરી અપીલ, 'ખુબ કરો મતદાન'

મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણા (Haryana) વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2019) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે. આ સાથે જ દેશના 18 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી થઈ રહી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. 
મહારાષ્ટ્ર-હરિયાણામાં મતદાન, PM મોદીએ મતદારોને કરી અપીલ, 'ખુબ કરો મતદાન'

નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણા (Haryana) વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2019) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે. આ સાથે જ દેશના 18 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી થઈ રહી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. 

પીએમ મોદીએ કહ્યું કે હું મતદારોને અપીલ કરું છું કે તેઓ લોકતંત્રના આ પર્વમાં આગળ આવીને ભાગ લે. મને આશા છે કે યુવાઓ મોટી સંખ્યામાં મતદાન કરશે. પીએમ મોદીએ એક ટ્વીટ મરાઠી ભાષામાં પણ કરી અને મતદારોને મત આપવા માટે અપીલ કરી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય જંગ ભાજપના નેતૃત્વવાળા મહાગઠબંધન અથવા મહાયુતિ અને કોંગ્રેસ એનસીપી ગઠબંધન અથવા મહા આઘાડી (મોર્ચા) વચ્ચે છે. હરિયાણામાં સત્તારૂઢ ભાજપનો મુકાબલો વિપક્ષી કોંગ્રેસ અને નવી પાર્ટી જેજેપી સાથે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news