West Bengal Bypoll Live Updates: આજે મમતા બેનર્જીના ભાગ્યનો ફેંસલો! ભવાનીપુર સહિત 3 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન
પશ્ચિમ બંગાળના ભવાનીપુર સહિત 3 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ભવાનીપુરથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મેદાનમાં છે અને તેમના માટે આ ચૂંટણી એટલા માટે પણ મહત્વની છે કારણ કે તેમની મુખ્યમંત્રીની ખુરશી દાવ પર લાગી છે.
Trending Photos
West Bengal Bypoll Live Updates: પશ્ચિમ બંગાળના ભવાનીપુર સહિત 3 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ભવાનીપુરથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મેદાનમાં છે અને તેમના માટે આ ચૂંટણી એટલા માટે પણ મહત્વની છે કારણ કે તેમની મુખ્યમંત્રીની ખુરશી દાવ પર લાગી છે. મમતા બેનર્જીએ 5 નવેમ્બર સુધીમાં સદનની સદસ્યતા લેવી પડે તેમ છે. કારણ કે 2 મેના રોજ જાહેર થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તેઓ નંદીગ્રામ બેઠક પરથી હાર્યા હતા.
મતદાન શરૂ
પશ્ચિમ બંગાળના સીઈઓના જણાવ્યાં મુજબ ભવાનીપુરમાં મતદાન સવારે સાત વાગે શરૂ થઈ ગયું છે. મતદાન સાંજે 6.30 વાગ્યા સુધી ચાલશે.
#WestBengalBypolls | Polling begins in Bhabanipur, polling is scheduled to end at 6:30 pm, according to State CEO
(Visuals from Mitra Institution polling booth) pic.twitter.com/fgW9fvMsbb
— ANI (@ANI) September 30, 2021
ભવાનીપુર સહિત 3 બેઠકો માટે મતદાન
પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થઈ રહી છે. આ બેઠક પર ભાજપ તરફથી પ્રિયંકા ટિબરીવાલ ચૂંટણી લડી રહ્યા છે. દક્ષિણ કોલકાતાની ભવાનીપુર બેઠકની પેટાચૂંટણીમાં માર્ક્સવાદી કમ્યુનિસિ્ટ પાર્ટીએ શ્રીજીવ વિશ્વાસને મેદાનમાં ઉતાર્યા છે. ભવાનીપુર ઉપરાંત પશ્ચિમ બંગાળની મુર્શિદાબાદ જિલ્લાની સમસેરગંજ અને જંગીરપુર સીટ ઉપર પણ મતદાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત ઓડિશાની પિપિલીમાં પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.
સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત
ભવાનીપુરની હાઈ પ્રોફાઈલ બેઠક માટે મતદાન ચાલુ છે. વિભાનસભા ક્ષેત્રમાં મતદાન માટે 97 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય દળોના જવાનો સુરક્ષાની કમાન સંભાળી રહ્યા છે. ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં કેન્દ્રીય દળોની 15 કંપનીઓ તૈનાત છે. પોલિંગ બૂથની બહાર સુરક્ષાની કમાન કોલકાતા પોલીસકર્મી સંભાળે છે. દરેક બૂથના 200 મીટરના દાયરામાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને પાંચ કે તેથી વધુ લોકોને ભેગા થવાની મંજૂરી નહીં રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે