આગામી 3 દિવસ પડશે જોરદાર વરસાદ, પહાડોમાં થશે હિમવર્ષા, જાણો તમારા શહેરની સ્થિતિ

Weather Forecast: શિયાળાની સિઝનમાં હવામાન ફરી એકવાર પલટી મારવાનું છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની ચેતાવણી આપી છે. એવામાં જો તમે બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલાં આ રિપોર્ટને જરૂર વાંચી લો.

આગામી 3 દિવસ પડશે જોરદાર વરસાદ, પહાડોમાં થશે હિમવર્ષા, જાણો તમારા શહેરની સ્થિતિ

Delhi NCR Weather Updates: આ વર્ષે મોનસૂનના વરસાદે ઓક્ટોબર મહિના સુધી જોરદાર લોકોને પલાળ્યા હતા.અ લગભગ એક મહિના બાદ ફરી એકવાર વરસાદે વાપસી કરી છે. હવામાન વિભાગે ચેતાવણી આપી છે કે આગામી 3 દિવસ્માઅં દેશના વિભિન્ન ભાગોમાં મધ્યમથી લઇને ભારે વરસાદ પડી શકે છે. સાથે જ ભારે હવાના લીધે ઘણી જગ્યાએ કરા અને ઝાડ પડવાની ઘટનાઓ પણ થઇ શકે છે. એવામાં જો તમે ક્યાંય બહાર જવાન પ્લાન કરી રહ્યા છો તો પહેલાં હવામાન વિભાગનું અપડેટ જરૂર જાણી લેજો. 

આ રાજ્યોમાં આગામી 3 દિવસ સુધી પડશે ભારે વરસાદ
ભારતીય હવામાન વિભાગના અનુસાર શિયાળામાં સક્રિય થનાર ઉત્તર-પૂર્વી મોનસૂને ગત દિવસોમાં દક્ષિણી રાજ્યોમાં પોતાને દસ્તક આપી છે. તેના લીધે કેરલ, પોડેંચેરી અને તમિલનાડુમાં આગામી 3 દિવસ સુધી જોરદાર વરસાદ પડશે. આ દરમિયાન નદીઓનું જળસ્તર વધવાથી અનેક વિસ્તારોમાં પૂર પણ અવી શકે છે, જેથી જન-ધનનું ભારે નુકસાનની આશંકા છે.  

ઉંચા પહાડી વિસ્તારોમાં થઇ શકે છે હિમવર્ષા
IMD ના અનુસાર ઉત્તર ભારતમાં હાલમાં એક પશ્વિમી વિક્ષોભ પણ સક્રિય છે. જેના લીધે ઉંચા પહાડી વિસ્તારોમાં 5 નવેમ્બરે હિમવર્ષા થવાની આશંકા છે. આ હિમવર્ષાથી પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મૂ કાશ્મીર, હરિયાણા, ઉત્તરાખંડ, યૂપી, બિહારમાં ઠંડી વધવાની આશંકા છે. બંગળની ખાડીના પશ્વિમી ભાગ અને અરબ સાગરના દક્ષિણ પશ્વિમ ભાગમાં 8 નવેમ્બરે ભારે હવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

દિલ્હી-એનસીઆરમાં રહેશે શુષ્ક મૌસમ
જો દિલ્હી-એનસીઆરની વાત કરીએ તો અહીંયા હજુ હવામાન શુષ્ક જ રહેશે. હાલ આ વિસ્તારમાં વરસાદની કોઇ સંભાવના નથી. એવામાં લોકોને હજુ સુધી વાયુ પ્રદૂષણની વચ્ચે રહેવું પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 3 દિવસ સુધી મેક્સિમમ તાપમાન 31-32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. સાથે જ એક્યૂઆઇ પણ 400 થી 500 વચ્ચે રહેશે, જેથી લોકોને શ્વાસ લેવામાં થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news