ડોક્ટર્સની હડતાળ મુદ્દે ગૃહમંત્રાલયે બંગાળ સરકાર પાસે માંગ્યો અહેવાલ

પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સની હડતાળના સમર્થનમાં આજે પણ સમગ્ર દેશની હોસ્પિટલનાં ડોક્ટર્સની હડતાળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળ, બિહાર, દિલ્હી, મુંબઇ દરેક સ્થળ પર ડોક્ટર્સ પશ્ચિમ બંગાળના મુદ્દે અવાજ ઉઠાવવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. બીજી તરફ દિલ્હીમાં આજે પણ AIIMS સહિત 18થી વધારે મોટી હોસ્પિટલમાં લગભગ 10 હજાર ડોક્ટર્સે હડતાળની જાહેરાત કરી દીધી છે. 
ડોક્ટર્સની હડતાળ મુદ્દે ગૃહમંત્રાલયે બંગાળ સરકાર પાસે માંગ્યો અહેવાલ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સની હડતાળના સમર્થનમાં આજે પણ સમગ્ર દેશની હોસ્પિટલનાં ડોક્ટર્સની હડતાળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળ, બિહાર, દિલ્હી, મુંબઇ દરેક સ્થળ પર ડોક્ટર્સ પશ્ચિમ બંગાળના મુદ્દે અવાજ ઉઠાવવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. બીજી તરફ દિલ્હીમાં આજે પણ AIIMS સહિત 18થી વધારે મોટી હોસ્પિટલમાં લગભગ 10 હજાર ડોક્ટર્સે હડતાળની જાહેરાત કરી દીધી છે. 

ડોક્ટર્સ એસોસિએશને કહ્યું કે, અમે પશ્ચિમ બંગાળ સરકારનાં હડતાળી ડોક્ટર્સની માંગ પુર્ણ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપી રહ્યા છીએ.જો સરકાર નિષ્ફળ રહેતી છે કે અમને એમ્સમાં અનિશ્ચિતકાલીન હડતાળ કરવા પર મજબુર થવું પડશે. NRS હોસ્પિટલમાં ડોક્ટર્સની ઉપર થયેલા હુમલા બાદ ઘાયલ ડોક્ટર્સનાં પરિવારજનોએ કહ્યું કે, મુખ્યમંત્રીને હોસ્પિટલ આવવું જોઇએ. જો કે તેમણે કહ્યું કે, પ્રશાસનની તરફથી દરેક શક્ય સહાયતા કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. પરિવારજનોએ કહ્યું કે, આ પ્રકારની આ કોઇ પહેલી ઘટના નથી. રાજ્યમાં 200થી વધારે એવી ઘટનાઓ થઇ છે. 

ગૃહમંત્રાલયે એડ્વાઇઝરીમાં લખ્યું કે, મંત્રાલયે ડોક્ટર્સ, સ્વાસ્થય વિશેષજ્ઞો અને મેડિકલ સંગઠનોનાં પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. આ લોકો દેશમાં અલગ અલગ હિસ્સાઓથી આવ્યા હતા અને પોતાની સુરક્ષા મુદ્દે ચિંતિત હતા. પશ્ચિમ બંગાળની સરકારે આ બાબતે અપીલ કરવામાં આવે છે કે ડોક્ટર્સનાં હડતાળ પર એક વિસ્તૃત અહેવાલ ઝડપથી મોકલવામાં આવે. 

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ડોક્ટર્સની હડતાળ વચ્ચે કેન્દ્ર સરકાર હરકતમાં આવ્યા હતા. કેન્દ્રએ રાજ્ય સરકારને એડ્વાઇઝરી બહાર પાડતા તુરંત જ એક રિપોર્ટ સોંપ્યો છે. 
NRS હોસ્પિટલમાં ડ઼ોક્ટર્સની ઉપર થયેલા હુમલા બાદ ડોક્ટર્સનાં પરિવારજનોએ કહ્યું કે, મુખ્યમંત્રીને હોસ્પિટલ આવવું જોઇતું હતું. જો કે તેમણે કહ્યું કે, તંત્રની તરફથી દરેક શક્ય સહાયતા કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. પરિવારજનોએ કહ્યું કે, આ પ્રકારની આ પહેલી કોઇ ઘટના નથી, રાજ્યમાં 200થી વધારે એવી ઘટનાઓ થઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news