જ્યારે અટલજીએ કહ્યું ‘મહાન ભારત માટે બીજો જન્મ લઇ શીશ નમાવવા તૈયાર રહીશ’
અટલજીએ કહ્યુ હતુ, કે ‘મારા માટે રાજનીતિ સેવા માટેનું સાધન છે. અને પરિવર્તનનું માધ્યમ છે. સત્તા માટે નહિ, વિરોધ અને વિરોધ માટે નહિ. સત્તા સેવા માટે છે. વિરોધ અને સુધાર માટે પરિષ્કાર માટૈ છે.
- અટલજીએ ભારતના માહાન નેતા સાબિત થયા
- જો ભારત સમુદ્ધ નહિ થાય તો બીજો જન્મ લઇશ: વાજપેયી
- મારૂ સપનું મહાન ભારતની રચના: અટલજી
Trending Photos
નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન અને બીજેપીના દિગ્ગજ નેતા અટલ બિહારી બાજપેયી દુનિયા છોડીને અનંત યાત્રા પર ચાલ્યા ગયા છે. એક એવા નેતા જેને છેલ્લા 9 વર્ષોથી કોઇએ નથી સાંભળ્યા, અને કોઇ નથી જોયા, તેમની અંતિમ વિદાય દરમિયાન એ વાત સાબિત થઇ કે તેમની એક ઝલક જોવા માટે દેશના નાગરિકો કેટલા વ્યાકુળ હતા. 16 ઓગસ્ટ 2018ના દિવસે ભારતે એક મહાન રાજનેતા ખોયો છે. 93ની ઉંમરમાં અટલજી ચિરનિદ્રામાં ચાલ્યા ગયા હતા.
વર્ષ 2005 અટલજીએ રાજનીતિમાંથી સંન્યાસ લઇ લીધો હતો. જવાહરલાલ નેહુર. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી બાદ અટલ બિહારી બાજપેયી એવા નેતા રહ્યા, જેમના નિધન પર સમગ્ર દેશ નહિ પણ આખી દુનિયાના તેમના સમર્થકોની આંખમાં અશ્રુ હતા. બીજો કોઇ નેતા હોત તો આ દેશ તેમને ક્યારનો ભૂલી ગયો હોત. પરંતુ આ અટલ બિહારી બાજપેયીના નામની ચમક હતી. તેમના ચેહરાનું આકર્ષણ હતું.
અટલજી પર લખવામાં આવેલા પુસ્તકમાં ‘રાષ્ટ્રવાદી પત્રકારત્વના શિખર પુરુષ: અટલ બિહારી બાજપેયી’ માં તેમના જીવનને લગતી વાત કરવામાં આવી છે. આ પુસ્તકના લેખક ડૉ. સૌરભ માલવીયએ તેમના વ્યક્તિત્વને આ પુસ્તકમાં દર્શાવ્યું છે. અટલજી રાજનિતીને પરિવર્તનનું માઘ્યમ માનતા હતા. લેખકે 23 જાન્યુઆરી, 1982માં મહારાષ્ટ્રના પુનામાં આયોજીત નગરપાલિકના ગૌરવ સન્માન સમારોહનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. લોકોને સંબોધન કરતા તેમણે કહ્યું કે, મારા માટે રાજનિતી સેવા કરવાનું એક સાધન છે. અને પરિવર્તનનું માધ્યમ છે. સત્તા સત્તા માટે નહિ. વિરોધ વિરોધ માટે નહિ. સત્તા સેવા માટે હોય છે. અને વિરોધ સુધારાઓ માટે હોય છે. લોકશાહી એક એવી વ્યવસ્થા છે, જેમાં હિંસાનું પરિવર્તન પણ લાવી શકાય છે. આજે સામાજિક જીવનમાં અસ્પૃશ્યતા વધી રહી છે. અને મને તેનું દુખ છે. તેમણે કહ્યુ કે, મતભેદ હોવા છતા પણ આપણે એક થઇ શકીએ છે. પ્રામાણિક મતભેદ રહેશે. ‘તુંડે તુંડે મતિ ભિન્નતા’ અને બુદ્ધિઓના ટક્કરથી જ ભવિષ્યને કંઇક નવું જાણવા મળશે. પણ મતભેદ એક વાત છે. અને મનભેદ બીજી વાત છે. મતભેદ થવો જોઇએ પણ મનભેદ ન થવો જોઇએ. અંતે તો આ દેશનું હ્રદય એક થવું જોઇએ.
અટલજી ભાષાના ધનિક વ્યક્તિ હતા. તેમના વિચારોને તે સુંદર અને સરળ રીતે જનતા સામે રાખતા હતા. તેમના સન્માન સમારોહમાં તેમણે કહ્યું કે, હું તમને અને તમારા સાથીઓને કહેવા માગુ છું કે, રાજનીતિમાં રહેલા નેતાઓને વધારે સન્માન આપવું નહિ, પહેલાથી જ તેઓ જરૂરતથી વધારે પ્રકાશમાં રહે છે. હવે જોવો આ પ્રકાશ એક થઇ ગયો છે, અને તમે લોકો અંઘારામાં બેઠા છો. રાજનીતિ જીવન પર હાવી થઇ ગઇ છે. તેમણે વધુમાં કહ્યું કે સન્માન રાજનેતાઓનું નહિ પણ એ લોકોનું થવું જોઇએ જે દિવસ રાત મહેનત કરે છે. અને આપણા માટે કામ કરી રહ્યા છે. અટલજીએ તેમના ભાષણમાં કહ્યું કે, સન્માન તો વૈજ્ઞાનિકો, કલાકારો, રચનાત્ક કાર્યકર્તાઓનુ અને જે દર્દીઓના સેવા કાર્યમાં લાગી ગયા છે. તેમનું અભિવાદન અને વંદન કરવું જોઇએ.
આ પુસ્તકમાં લખ્યું છે, કે અટલજીએ તેમના ભાષણમાં સંવિધાનનું ઉલ્લેખ કરતા કહ્યું કે, We the people of India. સંવિધાનમાં દળનો ઉલ્લેક જ નથી, આમતો સંસદીય લોકતંત્રમાં દળ જરૂરી છે. પણ અનિવાર્ય નથી. સંવિધાનના પ્રથમ પાના પર લખ્યું છે, કે We the people of India. we the citizen નથી. આપણે આ દેશના લોકો, ભારતની જનતા. અલગ-અલગ પ્રદેશોમાં રહેલાવાળા. અલગ-અલગ ભાષાઓ બોલનારા, અલગ-અલગ ધર્મ અને જાતિ વાળા છે. પરંતુ દેશની માટી સાથે બધા જ લોકો જોડાયેલા છે. ભારતની સંસ્કૃતિ ઉત્તરાધિકારી અને સંદેશા વાહક છે. કોઇ ફોર્મભરીને ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકશે, પણ ભારતીય બનવા માટે ભારતની ભૂમી પર જન્મ લેવો પડશે.
આ પુસ્તકમાં અટલજીના જીવનની એક મહત્વપૂર્ણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમા તેમણે કહ્યું છે, કે મને કોઇએ પૂછ્યું હતું કે તમારૂ સપનું શું છે? ત્યારે મે જવાબ આપ્યો હતો કે, એક મહાન ભારતની ચરના... ત્યારે પ્રશ્ન પૂછનાર વ્યક્તિએ કહ્યું કે આ સપનું તમારા જીવનમાં પૂરુ થઇ શકશે. ત્યારે મે કહ્યું કે સપનું પુરુ નહિ થાય, પણ હું આ સપનું પુરુ કરવા માટે ભારત દેશમાં ફરી જન્મ લઇશ. હું જન્મ અને મરણના આ ચક્રમાંથી છુટવા માંગુ છું. પણ જો મારા દેશની હાલતમાં સુધારો નથી આવતો, અને એક ભવ્ય દેશનું નિર્માણ નહિ કરી શકાય અને વ્યક્તિત્વની ગરીમાં અને સ્વતંત્રતાની ગેરંટી નહિં આપી શકાય તથા વિવિધતાઓ જાળવી નહિં રાખી શકતા તો, ફરીવાર બીજો જન્મ લઇને પણ ભારત મટે શીશ ઝુકાવવા માટે તૈયાર છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે