સંપત્તિ જપ્ત થતા જ 'ભાગેડુ' માલ્યા કરગરવા લાગ્યો, કહ્યું-મારી સાથે અન્યાય થઈ રહ્યો છે
સરકારી બેંકોના લગભગ 9 હજાર કરોડ રૂપિયા હડપી જવાના આરોપી લિકર કિંગ વિજય માલ્યા હવે કરગરવા લાગ્યો છે. શુક્રવારે તેણે સતત અનેક ટ્વિટ કરીને કહ્યું કે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: સરકારી બેંકોના લગભગ 9 હજાર કરોડ રૂપિયા હડપી જવાના આરોપી લિકર કિંગ વિજય માલ્યા હવે કરગરવા લાગ્યો છે. શુક્રવારે તેણે સતત અનેક ટ્વિટ કરીને કહ્યું કે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે. હકીકતમાં હાલમાં જ ડીઆરટી રિકવરી અધિકારીએ ભારતમાં માલ્યાની 13 હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી લીધી છે. માલ્યા વિરુદ્ધના આ કાર્યવાહી લોન ન ચૂકવવાના કારણે બેંકોના કંસોર્ટિયમ તરફથી ડીઆરટી અધિકારીએ કરી છે.
માલ્યાએ આજે કરેલી પોતાની પહેલી ટ્વિટમાં કહ્યું કે ડીઆરટી રિકવરી ઓફિસરે ભારતમાં હાલમાં તેના સમૂહની 13 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. હજુ પણ એવું માનવામાં આવી રહ્યું છે કે હું સરકારી બેંકોના 9000 કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છું. જેના કારણે આ બેંકોને નુકસાન થઈ રહ્યું છે. આવામાં ન્યાય ક્યાં છે?....
ત્યારબાદ પોતાની બીજી ટ્વિટમાં તેણે લખ્યું કે હું રોજ સવારે ઉઠું છું તો ડીઆરટી તરફથી એક નવી જપ્તીના અહેવાલ મળે છે. હવે તો આ કુલ જપ્તી 13000 કરોડને પાર કરી ગઈ છે. બેંકોએ બધા વ્યાજ સહિત 9000 કરોડ રૂપિયાના લેણાની વાત કરી છે. જો કે તેની પણ હજુ સમીક્ષા થવાની છે. આ બધુ ક્યા સુધી ચાલશે... ન્યાય ક્યાં છે?
Every morning I wake up to yet another attachment by the DRT recovery officer. Value already crossed 13,000 crores. Banks claim dues including all interest of 9,000 crores which is subject to review. How far will this go and well beyond ? Justified ??
— Vijay Mallya (@TheVijayMallya) February 1, 2019
તેણે આગળ કહ્યું કે આ બધી જપ્તિઓ બાદ પણ બેંકોએ ઈંગ્લેન્ડમાં પોતાના એજન્ટોને એક ઓપન લાઈસન્સ આપી રાખ્યું. જેથી કરીને મારા વિરુદ્ધ ચાલી રહેલા તમામ કેસોમાં અડિંગો લગાવે. હવે સવાલ એ ઉઠે છે કે આ પ્રકારે લીગલ ફીસ તરીકે ખર્ચવામાં આવી રહેલા જાહેર ધન માટે કોણ જવાબદાર છે.
ચોથી ટ્વિટમાં માલ્યાએ લખ્યું કે ઈંગ્લેન્ડમાં બેંકોના વકીલોએ મારા કાયદેસર ટેક્સ ચૂકવણી કરવાની કોશિશનો લેખિતમાં વિરોધ કર્યો. ભારતીય સ્ટેટ બેંક ઈચ્છે છે કે ઈંગ્લેન્ડમાં મારા પૈસાનો ઉપયોગ ભારતીય લોન રિકવરીમાં કરવામાં આવે. જેને પહેલા જ સુરક્ષિત કરી લેવાયું છે. નોંધનીય છે કે 5 જાન્યુઆરીના રોજ મુંબઈની એક કોર્ટે વિજય માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. ભાગેડુ જાહેર થનારો તે પહેલો ભારતીય ઊદ્યોગપતિ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે