લોકસભા ચૂંટણી બાદ એક્શનમાં યોગી, ગોટાળા કરનારા અધિકારીઓ પર કડક કાર્યવાહી
મોટા પ્રમાણમાં વિભાગોમાં ચાલી રહેલા ગોટાળાની વાત સામે આવ્યા બાદ મુખ્યમંત્રીએ આકરૂ વલણ અપનાવતા કાર્યવાહીનો દોર ચાલુ કરી દીધો છે
Trending Photos
લખનઉ : લોકસભા ચૂંટણી બાદ હવે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શન મોડમાં આવી ગયા છે. મોટા પ્રમાણમાં વિભાગોમાં ચાલી રહેલા ગોટાળાની વાત સામે આવ્યા બાદ મુખ્યમંત્રીએ આકરુ વલણ અપનાવતા કાર્યવાહીનો દોર શરૂ થઇ ચુક્યો છે. ઉત્તરપ્રદેશમાં ગત એસપી સરકારનાં કાર્યકાળ દરમિયાન પશુપાલન વિભાગમાં થયેલી ભર્તીમાં ગોટાળા અંગે વિભાગનાં અપર નિર્દેશક સહિત છ અધિકારીઓને નિલંબીત કરી દેવામાં આવ્યા છે.
બંગાળ: નાસ્તિક વિદ્યાર્થીઓને કોલેજ ફોર્મમાં મળશે માનવતાનો નવો વિકલ્પ
અત્રે ઉલ્લેખનીય છે કે, 2012-13માં પશુધન અધિકારીઓની ભરતીમાં થયેલા ગોટાળા અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં આદેશ અંગે સીટે ભરતી ગોટાળાનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં સામે આવ્યું કે, ભરતીમાં મનપસંદી અનુસાર તમામ માનકોને માળીયે ચડાવીને ભરતી કરવામાં આવ્યા. સમગ્ર પ્રદેશમાં 1148 પશુધન પ્રસાર અધિકારીઓની ભરતીમાં અધિકારીઓની લેખીત પરીક્ષા 100ના બદલે 80 માર્કની કરાવી અને 20 માર્કના ઇન્ટરવ્યું રાખવામાં આવ્યા. તેની મદદથી મનપસંદ અરજદારોને પસંદ કરવામાં આવ્યા. યોગી સરકારે 28 ડિસેમ્બર, 2017ના રોજ આ મુદ્દે તપાસ સીટને સોંપી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ આ કાર્યવાહી કરી છે.
કાશ્મીર ખીણમાં સેનાએ પાંચ મહિનામાં 101 આતંકવાદીને ઠાર મરાયા, શોપિયામાં સૌથી વધુ
શનિવારે સપા સરકારે લેખપાલની ભરતીમાં થયેલા ગોટાળા મુદ્દે આરોપી સુરેશ સિંહ યાદવની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસની ગુનાથી ભરતી ગોટાળા મુદ્દે દાખલ એફઆઇઆર પર એરેસ્ટ સ્ટે લીધો હતો. કૃષી ઉત્પાદન આયુક્ત ડૉ. પ્રભાત કુમારની ઉચ્ચ સ્તરીય તપાસમાં ગોટાળાનો ખુલાસો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ગોટાળો સામે આવ્યા અંગે સરકારે ચકબંદી આયુક્ત શારદા સિંહ અને તત્કાલીન અપર સંચાલ ચકબંધી સુરેશ સિંહ યાદવને નિલંબિત કરી. આ ગંભીર મુદ્દે શાસને સોમવારે રિપોર્ટ માંગ્યો તો માહિતી મળી કે અત્યાર સુધી કોઇ આરોપીની ધરપકડ નથી કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઝાટકણી બાદ પોલીસ હરકતમાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે