High Salary Job: આ ડિગ્રી હોય તો અમેરિકામાં મળે 66 લાખ રૂપિયાના પગારની નોકરી, બસ લોકોને સાંભળી કરવાનું આ કામ
Bereavement Coordinator Job: દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારના કામ કરીને લોકો આર્થિક રીતે સદ્ધર બને છે. આવી નોકરીમાં જે કામ કરવાનું હોય તે સાંભળીને વિચિત્ર લાગે પરંતુ લોકો સામાન્ય કામ કરીને પણ લાખોની કમાણી કરતા હોય છે. આજે તમને આવી જ એક નોકરી વિશે જણાવીએ. જેના વિશે જાણીને તમને પણ થશે આ કામ તો કરવા જેવું છે હો...
Trending Photos
Bereavement Coordinator Job: જ્યારે કોઈ નજીકની વ્યક્તિ આપણને છોડીને હંમેશા માટે જતી રહે છે તો તે દુઃખ અને તે સમયને સહન કરવો મુશ્કેલ હોય છે. ઘણા લોકોને એટલો આઘાત લાગી જાય છે કે તે પોતાના દુઃખને વ્યક્ત કરવામાં પણ અસમર્થ થઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ રહે તો તે ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે. આવા લોકોને એક એવા માણસની જરૂર હોય છે જે તેમની લાગણીઓને સમજે અને તેમને દુઃખમાંથી બહાર કાઢવામાં મદદ કરે. આ કામ માટે અમેરિકામાં પ્રોફેશનલ લોકો કામ કરે છે.
જાણીને નવાઈ લાગશે પરંતુ અમેરિકામાં બ્રીવમેન્ટ કોર્ડીનેટર નામનું એક પ્રોફેશન છે જેમાં નોકરી કરતા લોકો દુઃખી લોકોની મદદ કરે છે. અમેરિકાની સૌથી અનોખી નોકરીઓમાંથી આ પણ એક નોકરી છે. બ્રીવમેન્ટ કોર્ડીનેટરનું કામ હોય છે કે તે દુઃખી લોકોનું કાઉન્સેલિંગ કરે અને તેમને માર્ગદર્શન આપે. સાથે જ તેમની લાગણીઓને સમજે અને તેમને દુઃખમાંથી બહાર કાઢવામાં મદદ કરે. આ કામ કરવામાં સંયમ અને ધીરજની જરૂર હોય છે. કારણ કે આ નોકરીમાં વ્યક્તિએ બીજાની લાગણી અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની હોય છે.
બ્રીવમેન્ટ કોર્ડીનેટર દુઃખી લોકો સાથે કામ કરે છે. આ નોકરી કરતા લોકો ઈમોશનલી ભાંગી પડેલા લોકોને માનસિક રીતે મજબૂત બનવામાં મદદ કરે છે. આ નોકરીમાં શોકગ્રસ્ત લોકો સાથે નોકરી કરનારે ઘણા બધા અઠવાડિયા સુધી સમય પસાર કરવો પડે છે. દુ:ખી લોકોને ધીરે ધીરે દુઃખમાંથી બહાર લાવી તેમના જીવનમાં સકારાત્મકતા લાવવાની હોય છે. આવી નોકરી મુખ્ય રીતે હોસ્પિટલ, નર્સિંગ હોમ અને કાઉન્સિલિંગ સેન્ટરમાં હોય છે.
બ્રીવમેન્ટ કોર્ડીનેટર બનવા માટે પણ કેટલીક શૈક્ષણિક લાયકાત જરૂરી હોય છે. આ નોકરી કરનાર વ્યક્તિ પાસે સોશિયલ વર્કમાં બેચલર અથવા તો માસ્ટર ડિગ્રી હોવી અનિવાર્ય છે. આ કામ માટે કેટલીક સંસ્થાઓ સ્પેશિયલ કોર્સ પણ કરાવે છે. આ નોકરી કરવા માટે મેડિકલ લાયસન્સની પણ જરૂર પડે છે. આ નોકરી એવા લોકોને મળે છે જેની કોમ્યુનિકેશન સ્કીલ સારી હોય અને જે અજાણી વ્યક્તિ સાથે પણ સરળતાથી ભળી શકે.
આ વાત તો થઈ નોકરીની હવે તમને આ નોકરીની સૌથી ખાસ વાત વિશે જણાવીએ. આ નોકરી કરનાર વ્યક્તિને અમેરિકામાં સરેરાશ 60,000 ડોલર થી 77,000 ડોલર એટલે કે લગભગ 51 લાખથી 66 લાખ રૂપિયા સુધીનો પગાર મળે છે. આ નોકરી એવા લોકો માટે બેસ્ટ હોય છે જે બીજાની મદદ પણ કરવા માંગે છે અને પોતાની જિંદગીને પણ આર્થિક રીતે સધ્ધર બનાવવા માંગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે