Indian Navy Recruitment 2022: ગ્રુપ-સીની 1531 જગ્યા માટે ભરતી, 63,200 રૂપિયા મળશે પગાર

Indian Navy Recruitment 2022: ભારતીય નૌસેનામાં આ પદો પર ભરતી માટે ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. સાથે તેની પાસે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈનું સર્ટિફિકેટ હોવું જોઈએ.

Indian Navy Recruitment 2022: ગ્રુપ-સીની 1531 જગ્યા માટે ભરતી, 63,200 રૂપિયા મળશે પગાર

નવી દિલ્હીઃ Indian Navy Recruitment 2022: જો તમે ભારતીય નૌસેનામાં સામેલ થવા ઈચ્છો છો તો તમારી માટે સારી તક છે. ઈન્ડિયન નેવીએ સ્કિલ્ડ ટ્રેડ્સમેનના પદો માટે અરજી મંગાવી છે. ઇચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in દ્વારા અરજી કરી શકે છે. 

આ ભરતી દ્વારા 1531 પદો ભરવામાં આવશે. તે માટે અરજી કરવાની પ્રક્રિયા 22 ફેબ્રુઆરી, 2022થી શરૂ થશે. તો ઉમેદવાર આ ભરતી માટે 20 માર્ચ 2022 સુધી અરજી કરી શકે છે. 

Indian Navy Recruitment 2022: જગ્યાની વિગત
સામાન્ય વર્ગઃ 697 જગ્યા
આર્થિક રૂપથી નબળો વર્ગઃ 141 જગ્યા
અન્ય પછાત વર્ગઃ 385 જગ્યા
અનુસૂચિત જાતિઃ 215 જગ્યા
અનુસૂચિત જનજાતિઃ 93 જગ્યા

Indian Navy Recruitment 2022: જરૂરી લાયકાત
જો ઉમેદવાર આ પદ માટે અરજી કરવા ઈચ્છે છે તો કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી 10 પાસ હોવો જોઈએ. આ ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ. 

આ પદો માટે ઉંમરની મર્યાદા 18-25 વર્ષ નક્કી કરવામાં આવી છે. પરંતુ અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી મર્યાદામાં સરકારી નિયમ અનુસાર છૂટ આપવામાં આવશે. 

ઉમેદવારોની પસંદગી બાદ 19900 રૂપિયાથી લઈને 63200 રૂપિયા વચ્ચે પગાર મળશે. ઈન્ડિયન નેવી ટ્રેડ્સમેન ભરતી 2022 વિશે વધુ જાણકારી માટે સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર મુલાકાત લઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news