White Hair Problem: સફેદ વાળ થઈ જશે સુપરડાર્ક, માત્ર Coconut Oil માં મિક્સ કરી દો આ વસ્તુ

Premature White Hair: આજકાલ નાની ઉંમરમાં સફેદ વાળ આવવા સામાન્ય વાત છે, પરંતુ તમે કેટલાક ઘરેલૂ ઉપાયોની મદદથી તેમાંથી છુટકારો મેળવી શકો છો. 

White Hair Problem: સફેદ વાળ થઈ જશે સુપરડાર્ક, માત્ર Coconut Oil માં મિક્સ કરી દો આ વસ્તુ

નવી દિલ્હીઃ Coconut Oil and Lemon Juice For White Hair: 20 થી 25 વર્ષની ઉંમરે જો માથા પર સફેદ વાળ આવવા લાગે તો જીવનમાં તણાવ ઘણો વધી જાય છે. તે આનુવંશિક કારણોસર હોઈ શકે છે, પરંતુ કેટલીકવાર આપણી ખરાબ ખાવાની આદતો અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી તેના માટે જવાબદાર હોય છે. ઘણી વખત સફેદ વાળ ઉગે ત્યારે શરમ અને ઓછા આત્મવિશ્વાસનો સામનો કરવો પડે છે. કેટલાક લોકો હેર ડાઈ દ્વારા વાળને કાળા કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનાથી વાળ ડ્રાયનેસ થઈ શકે છે. આવી સ્થિતિમાં વાળ કાળા કરવા શું કરી શકાય?

વાળને ફરી કાળા કરવા શું કરવું
નાળિયેર તેલને બાળ માટે મહત્વનું ઔષધિ સમજવામાં આવે છે, તે માત્ર વાળને શાઇની બનાવે છે, પરંતુ હેર ફોલથી છૂટકારો અપાવે છે. પરંતુ જો તમે આ તેલની સાથે લીંબુનો રસ મિક્સ કરશો તો વાળને કાળા કરવામાં સરળતા રહેશે અને તેનાથી બાળને પોષણ પણ મળશે. 

વાળ માટે કેમ ફાયદાકારક છે લીંબુ
લીંબુનો ઉપયોગ હંમેશાથી વાળનું સ્વાસ્થ્ય સારૂ કરવા માટે કરવામાં આવે છે. તેનાથી ડેન્ડ્રફને સરળતાથી દૂર કરી શકાય છે, સાથે ગેર ગ્રોથ માટે પણ તે ફાયદાકારક છે. જો તમે ઈચ્છો છો કે સમય પહેલાં તમારા વાળ સફેદ ન થાય તો તે માટે તમારે વાળમાં લીંબુ લગાવવું પડશે. તેમાં એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ હોય છે.

આ રીતે સફેદ વાળને કાળા કરો
વધતી ઉંમરની સાથે સફેદ વાળ થવા સામાન્ય વાત છે પરંતુ જો નાની ઉંમરમાં આ થઈ રહ્યું છે તો લીંબુ અને નાળિયેર તેલની મદદથી આ પ્રક્રિયાને ધીમે કરી શકાય છે. જ્યારે શરીરમાં મેલેનિનનું પ્રોડક્શન બંધ થઈ જાય છે ત્યારે આપણા વાળ પાકવા લાગે છે. સફેદ વાળોના પાર્ટિકલ્સમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ બનવા લાગે છે. સફેદ વાળના પાર્ટિકલ્સમાં હાઈડ્રોજન પેરોક્સાઇડ બનવા લાગે છે. જો તમે નાળિયેરના તેલમાં લીંબુના રસને મિક્સ કરો અને તેને સ્કેલ્પથી વાળમાં માલિસ કરો. આમ રેગ્યુલર કરશો તો બ્લડ ફ્લોમાં વધારો થશે અને તેનાથી તમારા વાળ સારા થઈ જશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખાન પર આધારિત છે. તમે તેને અપનાવતા પહેલાં નિષ્ણાંતની સલાહ જરૂર લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news