વરસાદના મૌસમમાં ઘરે બનાવો આ ગરમાગરમ વાનગી, દિલ થઈ જશે ખુશ!

વરસાદના મૌસમમાં ઘરે બનાવો આ ગરમાગરમ વાનગી, દિલ થઈ જશે ખુશ!

નવી દિલ્લીઃ વરસાદની મોસમમાં સૌ કોઈને સારી સારી ગરમા ગરમ વાનગી ખાવાનું મન થતું હોય છે. એક તરફ વરસાદ વરસતો હોય અને બીજી તરફ ઘરની બાલ્કનીમાં કે ઝુલા પર બેસીને ગરમાગરમ ટેસ્ટી બાનગી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. સામાન્ય રીતે વરસાદમાં લોકો ભજીયા અને દાળવડા ખાવાનું સૌથી વધારે પસંદ કરે છે. પરંતુ આજે અમે તમને અમુક એવી રેસિપી વિશે જણાવીશું જે તમે વરસાદમાં બનાવીને તેનો આનંદ માણી શકો છે.

કોર્ન કબાબ-
કોર્ન કબાબ બનાવવા માટે સૌથી પહેલાં બટાટાને બાફી નાખો. થોડા થંડા થાય પછી તેને મેશ કરી લો. તેવી જ રીતે કોર્ન એટલે કે મકાઈને પણ પાણીમાં બાફીને બ્લાંચ કરી લો. પછી તેને મસળેલા બટાટા સાથે મિક્સ કરીને તેમાં મીઠું, કાલી મિર્ચ, લાલમિર્ચ પાઉડર અને કસૂરી મેથી નાખીને નાની નાની ટિક્કીઓ બનાવી લો. પછી એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરીને આ ટિક્કીને ફ્રાઈ કરી લો અને ગ્રીન ચટણી સાથે તેનો સ્વાદ માણો.

જામફળથી બનેલી ઠંડાઈ-
ઠંડાઈ પાઉડર બનાવવા માટે પેનમાં બદામ, કાજૂ અને પિસ્તાને એક મિનિટ સુધી સેકીને નિકાળી લો. આ પૈનમાં વરિયાળીને સેકીને સાઈડમાં રાખો. ઠંડુ થયા પછી મિક્સરમાં ગુલાબની પાંખડીઓ સાથે બધાને ક્રશ કરી લો. હવે દૂધમાં બે ચમચી ઠંડાઈ પાઉડર, કાળા મરીનો પાઉડર, એલચી પાઉડર અને જામફળનો રસ ઉમેરો. તે બાદ તેને 3-4 કલાક ફ્રિજમાં રહેવા દો અને પછી સર્વ કરો.

મગદાળની ખીર-
સૌથી પહેલાં પ્રેશર કુકરમાં મગની દાળને સુગંધ આવે ત્યાં સુધી બાફી લો. પાણી નાખીને 3-4 સિટી વગાડી લો. પછી એક પેનમાં ગોળ અને પાણી નાખીને મિક્સ કરો. તેને ઠંડુ થવા દો. પછી ગોળના પાણીમાં બાફેલી દાળ સારી રીતે મિક્સ કરી લો અને ધીમા ગેસ પર રાખ. પછી તેમાં નારિયેળનું દૂધ નાખીને ઉકાળે. તેને સતત હલાવો. પછી તેમા ઈલાયચી પાઉડર અને તળેલા કાજૂ-કિશમિશ નાખીને સારી રીતે મિક્સ કર્યા બાદ સર્વ કરો.

ટેમરિન્ડ રાઈસ-
એક કઢાઇઈ તેલ ગરમ કરી તેમાં આખું લાલ મરચું, રાઈ અને હીંગનો વઘાર કરો. તેમાં સિંગ, અડદ અને ચણાની દાળ ઉમેરી ધીમા તાપે તળી લો. ગોલ્ડન થાય ત્યાર પછી તેમાં રાંધેલા ભાત, મીઠું ઉમેરીને વધુ 5 મિનિટ સુધી પકાવી લો. પછી નીચે ઉતારી ગરમ-ગરમ પીરસો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news