Skin Care: તડકાના કારણે કાળી પડેલી ત્વચા પર લગાડો આ 4 માંથી કોઈ એક વસ્તુ, 1 દિવસમાં ટેનિંગ થશે દુર
Home Remedies to remove sun tan: તડકાના કારણે સ્કિન કાળી થઈ ગઈ હોય તો બટેટાનો ઉપયોગ કરવાથી લાભ થાય છે.. બટેટાનો ઉપયોગ કરવાથી ચહેરા પરની કાળાશ દૂર થઈ શકે છે. બટેટાનો રસ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે
Trending Photos
Home Remedies to remove sun tan: ઘણી વખત તડકાના કારણે સ્કીન ટેન થઈ જાય છે. ટેન થયેલી સ્કીન કાળી દેખાવા લાગે છે. સ્કિન પર તડકાની અસર ઝડપથી થાય છે. આવી સ્થિતિમાં ઉનાળા દરમિયાન તમે કેટલાક ઘરેલુ ઉપાય કરીને ત્વચાને સુંદર બનાવી શકો છો અને ટેનિંગ દૂર કરી શકો છો. આજે તમને સન ટેન દૂર કરવાના કેટલાક ઉપાયો વિશે જણાવીએ.
બટેટાનો રસ
તડકાના કારણે સ્કિન કાળી થઈ ગઈ હોય તો બટેટાનો ઉપયોગ કરવાથી લાભ થાય છે.. બટેટાનો ઉપયોગ કરવાથી ચહેરા પરની કાળાશ દૂર થઈ શકે છે. બટેટાનો રસ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં બ્લીચિંગ ગુણ હોય છે. બટેટાનો રસ કાઢીને તેને ચહેરા પર રૂ વડે લગાડી થોડી વાર રાખવો. ત્યાર પછી નોર્મલ પાણીથી ચહેરો ધોઈ લેવો.
દૂધ અને ચોખા
સ્કીનને ક્લિન કરવા માટે દૂધ ખૂબ જ લાભકારી છે. તેની સાથે ચોખાના લોટનો ઉપયોગ કરવાથી ફાયદો બમણો થઈ જાય છે. સ્કીન ટેનિંગ દૂર કરવા માટે ચોખાના લોટમાં દૂધ ઉમેરી થોડીવાર પલાળી રાખો. ત્યાર પછી આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે અપ્લાય કરો. તે સુકાઈ જાય પછી ફેસવોશ કરી લો
હળદર અને ચણાનો લોટ
સ્કિન માટે હળદર અને ચણાનો લોટ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે ઘરે જ તડકાના કારણે ટેન થયેલી સ્કિનને રીપેર કરવા માંગો છો તો ચણાના લોટની પેસ્ટમાં થોડી હળદર મિક્સ કરી 10 થી 15 મિનિટ માટે તેને ચહેરા પર લગાડો. ત્યાર પછી ચહેરાને પાણીથી સાફ કરી લો.
કેસર અને દૂધ
ચહેરાની ટેનિંગ દૂર કરવા માટે કેસરવાળું દૂધ પણ ઉપયોગી સાબિત થાય છે. ટેનિંગ દુર કરવા માટે એક બાઉલમાં ત્રણથી ચાર ચમચી દૂધ લઈ તેમાં કેસર પલાળી દો. ત્યાર પછી આ દૂધને ચહેરા પર અપ્લાય કરો. થોડીવાર પછી ચહેરાને પાણીથી સાફ કરી લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે