વાળને ઝડપથી કરવા હોય લાંબા તો આ 4 તેલમાંથી કોઈ એકનો કરો ઉપયોગ, 1 મહિનામાં જ દેખાશે હેર ગ્રોથ
Hair Growth Tips: આજે તમને કેટલાક હેર ઓઇલ વિશે જણાવીએ જે હેર ગ્રોથ વધારવામાં મદદ કરે છે. સાથે જ આ તેલનો ઉપયોગ કરવાથી વાળ સિલ્કી અને શાઈની બને છે.
Trending Photos
Hair Growth Tips: વાળ સુંદર રહે અને ઝડપથી લાંબા થાય તે માટે યોગ્ય અલગ અલગ પ્રકારના હેર પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે. પરંતુ તેમ છતાં મોટા ભાગની વ્યક્તિઓની ફરિયાદ હોય છે કે વાળ ઝડપથી લાંબા થતા નથી. જો આ ફરિયાદ તમારી પણ હોય અને તમે લાંબા વાળ માટે પ્રયત્ન કરી રહ્યા હોય તો આજે તમને કેટલાક હેર ઓઇલ વિશે જણાવીએ જે હેર ગ્રોથ વધારવામાં મદદ કરે છે. સાથે જ આ તેલનો ઉપયોગ કરવાથી વાળ સિલ્કી અને શાઈની બને છે.
ભુંગરાજ ઓઇલ
રાજ ઓઇલ ઔષધીય તત્વોથી ભરપૂર હોય છે અને તે વાળનો ગ્રોથ વધારે છે અને વાળને મજબૂત પણ કરે છે. વાળનો ગ્રોથ વધારવા માટે ભૃંગરાજ તેલને હૂંફાળું ગરમ કરીને વાળના મૂળમાં તેનાથી મસાજ કરો. ત્યાર પછી વાળને શેમ્પુ કરો.
આ પણ વાંચો:
બદામનું તેલ
બદામનું તેલ ઓમેગા 3, વિટામીન ઈ અને મેગ્નેશિયમ જેવા તત્વોથી ભરપૂર હોય છે તેનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત અને લાંબા ઝડપથી થાય છે. સારા રીઝલ્ટ માટે અઠવાડિયામાં બે વખત બદામ તેલથી વાળમાં માલિશ કરવી જોઈએ.
તલનું તેલ
તલનું તેલ પણ વાળ માટે ઉત્તમ ગણાય છે. જે લોકોને સ્કેલ્પ પર ડ્રાય હોય તેમણે તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી વાળની ડ્રાયનેસ પણ દૂર થાય છે અને વાળ ઝડપથી લાંબા થાય છે.
ઓલિવ ઓઇલ
ઓલિવ ઓઈલ પણ વાળ માટે ખૂબ જ ગુણકારી છે. તેનાથી ડેમેજ હેરની તકલીફ દૂર થાય છે અને વાળની ફ્રિઝીનેસ પણ ઓછી થાય છે. ઓલિવ ઓઈલમાં ઈંડાની સફેદી અને મધ ઉમેરીને વાળમાં લગાડવાથી વાળ સિલ્કી બને છે અને હેર ગ્રોથ પણ વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે