Hair Fall in Women: મહિલાઓ માટે ખાસ કામની આ છે ટિપ્સ, હેરફોલથી બચવું હોય કરો આ ઉપાય, દૂર થશે સમસ્યા

Women Baldness: ટકલાપણું સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળતી સમસ્યા છે.  પરંતુ બદલતી લાઈફસ્ટાઈલની સાથે અનહેલ્ધી ફૂડ હેબિટ્સ, પ્રદૂષણ, કેમિકલયુક્ત હેર પ્રોડક્ટ્સ, ટેન્શન વગેરે કારણોસર મહિલાઓમાં વાળ તૂટવાની સમસ્યા જોવા મળે છે.  ઝડપથી થતા હેરફોલના કારણે મહિલાઓમાં ટકલાપણાનો ખતરો વધી જાય છે. આ સમસ્યાને રોકવા ખાસ ઉપાય અજમાવી જુઓ.

Hair Fall in Women: મહિલાઓ માટે ખાસ કામની આ છે ટિપ્સ, હેરફોલથી બચવું હોય કરો આ ઉપાય, દૂર થશે સમસ્યા

Tips to reduce hair fall: હાલની પરિસ્થિતિમાં મહિલાઓમાં વાળ તૂટવાની સામાન્ય સમસ્યા છે. પરંતુ કેટલાક ઉપચારો કરીને હેરફોલ પર કંટ્રોલ લાવી શકાય છે. ટકલાપણું સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળતી સમસ્યા છે. પરંતુ બદલતી લાઈફસ્ટાઈલની સાથે અનહેલ્ધી ફૂડ હેબિટ્સ, પ્રદૂષણ, કેમિકલયુક્ત હેર પ્રોડક્ટ્સ, ટેન્શન વગેરે કારણોસર મહિલાઓમાં વાળ તૂટવાની સમસ્યા જોવા મળે છે.  ઝડપથી થતા હેરફોલના કારણે મહિલાઓમાં ટકલાપણાનો ખતરો વધી જાય છે. આ સમસ્યાને રોકવા ખાસ ઉપાય અજમાવી જુઓ.

હેરફોલ કેવી રીતે રોકી શકાય?
1. વાળમાં અશ્વગંધા લગાવો

અશ્વગંધાને યૌન સ્વાસ્થ્ય માટે પ્રભાવી માનવામાં આવે છે. પરંતુ કદાચ તમને જાણ નહીં હોય કે, તે હેરફોલ રોકવામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે. આ માટે તમે 1 ચમચી અશ્વગંધા પાઉડરને 2 ચમચી નાળિયેર તેલમાં મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને વાળમાં હેરમાસ્કની જેમ લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો.

2. કેસ્ટર ઓઈલની માલિશ કરો-
વાળની સારસંભાળ માટે મહિલાઓએ તેલની માલિશ અચૂક કરવી. તેલ માલિશ માટે એરંડિયાનું તેલ એટલે કે કેસ્ટર ઓઈલનો ઉપયોગ કરી શકાય. એરંડિયાનું તેલ ન માત્ર વાળને પોષણ આપે છે, પરંતુ બ્લડ સર્ક્યુલેશનમાં પણ ફાયદાકારક છે. અઠવાડિયામાં એકવાર એરંડિયાનું તેલ લગાડવાથી વાળ લાંબા, કાળા અને મજબૂત બને છે. આ તેલમાંથી બનાવેલા હેરમાસ્ કનો પણ તમે ઉપયોગ કરી શકો છો. વાળમાં એરંડિયાનું તેલ લગાડવાથી હેરફોલ રોકાઈ જશે અને જે મહિલાઓમાં ટકલાપણાની સમસ્યા છે તેમાંથી છૂટકારો મળે છે.

તેલ લગાડતા સમયે આટલી વાતોનું ધ્યાન રાખો-
મોટાભાગની મહિલાઓ વાળમાં તેલ લગાડે છે તેમ છતા ધાર્યુ પરિણામ નથી મળતુ. તેનું કારણ એ કે, તેઓ ગંદા વાળમાં જ તેલ લગાડે છે. જો તમને વાળ ધોયે થોડો સમય થયો હોય તો તેલને સ્કેલ્પની જગ્યાએ માત્ર વાળ અને તેના છેડા પર લગાવો. ત્યારબાદ વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. રાત્રીના સમયે વાળના મૂળમાં માલિશ કરો અને બીજા દિવસે માથુ ધોઈ લો. આમ કરવાથી વાળની ગંદકી સ્કેલ્પમાં જમા નહીં થાય અને હેરફોલ રોકાઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news