આમાંથી તમારા પગ કેવા છે, એક સેકન્ડમાં તમે સામેવાળાનો સ્વભાવ ને ગુણ પારખી લેશો
Personality Test : દરેક વ્યક્તિનો સ્વભાવ, જીવન જીવવાની રીત અલગ હોય છે. દરેક વ્યક્તિના પગની બનાવટના આધાર પર તે વ્યક્તિના વ્યક્તિત્વની સરળતાથી માહિતી મેળવી શકાય છે, પગની આંગળીઓ વ્યક્તિના ગુણ અને સ્વભાવ બતાવે છે
Trending Photos
Palmistry : આપણે જીવનમા રોજ કોઈને કોઈ લોકોને મળતા હોય છે. આ દરેક વ્યક્તિ અલગ અલગ સ્વભાવ, અલગ ગુણના હોય છે. આપણે તે લોકોને તેમની આદતો અને રહેણીસહેણી પરથી ઓળખીએ છીએ. વ્યક્તિની રહેણીકરણ, બોલચાલ, ને પહેરવેશ સારો લાગે તો આપણે તેને સારી વ્યક્તિ સમજીએ છીએ. પરંતુ એ જરૂરી નથી કે, વ્યક્તિ આપણને જે રીતનો દેખાય છે, તે તેવી જ હોય.
આવામાં જો આપણને કોઈ વ્યક્તિના સ્વભાવ અને ગુણ વિશે માહિતી મેળવવી હોય તો તેને અલગ રીતે પણ જાણી શકાય છે. તેમાં સૌથી વધુ મહત્વપૂર્ણ છે વ્યક્તિનો સ્વભાવ. પંરતુ સ્વભાવ ઉપરાંત શરીરના કેટલાક એવા અંગો પણ છે, જે વ્યક્તિ વિશે ઘણું બધુ કહી જાય છે. આજે આપણે પગની આંગળીઓ પરથી વ્યક્તિના સ્વભાવ અને ગુણ વિશે માહિતી મેળવીએ. અંગૂઠાનું મોટું હોવું, નાનુ હોવુ, પગની આંગળીની એકબીજા કરતા નાની-મોટી હોવી, આ તમામ બાબતોમાં વ્યક્તિના વ્યક્તિત્વની માહિતી છુપાયેલી હોય છે.
- અંગુઠો અને આંગળી બરાબર હોવી (Roman Foot)
- અંગૂઠાથી ઘટતા ક્રમમાં આંગળી હોવી (Egyptian Foot)
- અંગૂઠા કરતા આંગળી મોટી હોવી (Greek Foot)
- પગ અને આંગળી ચોરસ આકારમાં હોવી (Square Foot)
અંગુઠો અને આંગળી બરાબર હોવી (Roman Foot)
કેટલાક લોકોના પગની બનાવટમાં તમને અંગૂઠો અને બીજી આંગળી બરાબર જોવા મળશે. આ પ્રકારના પગના આકાશ જેમનો હોય છે, તેઓ દરેક મુસીબતનો સામનો સારી રીતે કરવાનું જાણે છે. આ લોકોના જીવનમાં ભલે કેટલીય સમસ્યા ન આવે, પરંતુ તેઓ હાર માનતા નથી. કોઈની મદદ વગર તેઓ પોતાના દમ પર ઉંચાઈ અને સફળતા મેળવે છે. આ લોકો જીવનમાં બહુ સફળ હોય છે. તેઓ પોતાના ક્ષેત્રમા સારુ સ્તર મેળવે છે. પોતાના કામને લઈને બહુ જ પ્રખ્યાત હોય છે. તેમનો સ્વભાવ થોડો ગુસ્સૈલ હોય છે. અનેકવાર તેઓ સામે ચાલીને ઝગડો વેરી લે છે.
અંગૂઠાથી ઘટતા ક્રમમાં આંગળી હોવી (Egyptian Foot)
એવા લોકો જેમના પગની આંગળીઓ ઘટતા ક્રમમાં હોય, એટલે કે એક કરતા બીજી નાની, બીજી કરતા ત્રીજી નાની. આ ક્રમા લોકો ચાલાક ગણવામાં આવે છે. તેઓ દરેક ચીજ પર પોતાનો અધિકાર જમાવવા માંગે છે.
અંગૂઠા કરતા આંગળી મોટી હોવી (Greek Foot)
કેટલાક લોકોની પગની બનાવટમાં બીજી આંગળી અંગૂઠા કરતા મોટી હોય છે. જે લોકોના પગ આ રીતે હોય, તેમનો સ્વભાવ બહુ જ સારો હોય છે. તેઓને બીજા પાસેથી પ્રેમ મળતો રહે છે. કારણ કે, તેમનો સ્વભાવ સારો છે. પોતાના પ્રેમળ સ્વભાવને કારણે તેઓ લોકોના ફેવરિટ બની જાય છે. તેમનું વ્યક્તિત્વ પણ આકર્ષક હોય છે. જલ્દી એટ્રેક્ટ કરે તેવુ હોય છે. આ લોકો બહુ જ નસીબદાર પણ હોય છે. તેમની પાસે ક્યારેય કોઈ વસ્તુની તંગી રહેતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે