શું ચુસ્ત સાડી પહેરવાથી કેન્સર થઈ શકે છે? એક દુર્લભ કેસ રિપોર્ટથી ગુજરાતીઓ મહિલાઓમાં ફફડાટ!
ભારતમાં ચામડીનું કેન્સર દુર્લભ છે અને તમામ કેન્સરના લગભગ 1% કરતા ઓછા કેસ છે. સાડીનું કેન્સર, એક પ્રકારનું ચામડીનું કેન્સર એ દુર્લભ એન્ટિટી છે, જે ત્વચા પર વારંવાર ઘર્ષણથી ઉદભવે છે. નાળાને ઘણી વખત ચુસ્ત રીતે બાંધવામાં આવે છે જેથી સાડી લપસી ન જાય.
Trending Photos
તારક વ્યાસ/અમદાવાદ: સાડી એ ભારતીય ઉપખંડમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવતું વસ્ત્ર છે. તે સામાન્ય રીતે શરીરની આસપાસ આવરિત હોય છે અને પગની ઘૂંટી-લંબાઈના સ્કર્ટ (પેટીકોટ) પર પહેરવામાં આવે છે. પેટીકોટ સામાન્ય રીતે નાળા વડે કમરની આસપાસ ખૂબ જ ચુસ્ત રીતે બાંધવામાં આવે છે. પેટીકોટની ચુસ્ત દોરી ઘણીવાર ક્રોનિક ઘર્ષણ અને મેકરેશનને લગતા સ્કિન ડીસીસ તરફ દોરી જાય છે, જેના પરિણામે સ્કિન ડીસીસ અને ડિપિગ્મેન્ટેશન થાય છે.
જીવલેણ પરિવર્તનમાં પરિણમી શકે છે..
દુર્લભ કિસ્સાઓમાં આ ક્રોનિક ઘર્ષણ સ્ક્વામસ સેલ અને કાર્સિનોમાના વિકાસ તરફ દોરી શકે છે. આ ચામડીના જખમ કે જેમાં થોડા સમય પછી ગાંઠ જેવું ડેવલોપ થાય છે તેને 'સાડી કેન્સર' તરીકે ઓળખવામાં આવે છે, કમરની આસપાસ બાંધેલ નાળાની ચુસ્તતા ક્રોનિક સોજામાં પરિણમે છે જે જીવલેણ પરિવર્તનમાં પરિણમી શકે છે. જેને 'પેટીકોટ' કેન્સર કહેવામાં આવે છે .
ચામડીનું કેન્સર એ દુર્લભ એન્ટિટી
ભારતમાં ચામડીનું કેન્સર દુર્લભ છે અને તમામ કેન્સરના લગભગ 1% કરતા ઓછા કેસ છે. સાડીનું કેન્સર, એક પ્રકારનું ચામડીનું કેન્સર એ દુર્લભ એન્ટિટી છે, જે ત્વચા પર વારંવાર ઘર્ષણથી ઉદભવે છે. નાળાને ઘણી વખત ચુસ્ત રીતે બાંધવામાં આવે છે જેથી સાડી લપસી ન જાય. આનાથી હાઈપરપીગ્મેન્ટેડ ઘર્ષણ, અલ્સર થાય છે અને પછી કેન્સર થઈ શકે છે.
કેસ સ્ટડી કરતા પેટીકોટ કેન્સર નું નિદાન
પ્રથમ કેસ એક 70 વર્ષની મહિલાને લગતો હતો જેણે તેની જમણી બાજુ પર ત્વચાના દુખાવાવાળા અલ્સરને કારણે તબીબી સહાય માંગી હતી. કમરની જગ્યાએ કે જ્યાં નાળુ બાંધવામાં આવે છે ત્યાં ચામડીએ તેનું પિગમેન્ટેશન ગુમાવ્યું હતું. તેણીએ તેણીની સાડીની નીચે તેણીનો પેટીકોટ પહેર્યો હતો જે તેની કમરની આસપાસ ચુસ્તપણે બંધાયેલ હતો.બાયોપ્સીના નમૂના પરથી જાણવા મળ્યું કે તેણીને માર્જોલિન અલ્સર છે, જેને સ્ક્વામસ સેલ કાર્સિનોમા (ચામડીનું અલ્સેરેટિંગ) તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેસ સ્ટડી કરતા પેટીકોટ કેન્સર નું નિદાન થયું.
કમર પર સતત દબાણ ઘણીવાર ત્વચાની કૃશતા તરફ દોરી જાય છે, જે આખરે તોડીને ઘસારો થતા અલ્સર બનાવે છે. ચુસ્ત કપડાંના સતત દબાણને કારણે આ સ્થળ પરનું અલ્સર સંપૂર્ણપણે મટાડતું નથી. ક્રોનિક બિન-હીલિંગબનતા સમયાંતરે જીવલેણ કેન્સર માં પરિવર્તન પામે છે. આ કેન્સર થી બચવા બહુજ ટાઈટ પેટીકોટ ન પહેરવો જોઈએ. અને લાંબા સમય થી જો આવું પહેરતા હો તો કમર ની આસપાસ ની જગ્યાને મોનીટર કરતા રેહવું ઇચ્છનીય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે