Haldi: દર 2 દિવસે આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો ચહેરા પર, ફેશિયલ કરાવવા નહીં જવું પડે ક્યારેય
Haldi: જો તમે પણ સુંદર અને ચમકદાર ત્વચા મેળવવા માંગો છો તો હળદર અને ચણાના લોટના ફેસપેક તમારા માટે બેસ્ટ છે. તેનાથી ત્વચા પર પાર્લર ગયા વિના નિખાર આવશે.
Trending Photos
Haldi: દરેક યુવતી તેના ચહેરાને ચમકદાર અને સુંદર દેખાડવા માંગે છે. પરંતુ કેમિકલ યુક્ત પ્રોડક્ટના વધારે પડતા ઉપયોગના કારણે ત્વચા ડેમેજ થઈ જાય છે. તેના કારણે ત્વચાનું કુદરતી સૌંદર્ય પણ છીનવાઇ જાય છે. જો તમે કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવા માંગતા ન હોય તો ત્વચાની સંભાળ માટે ઘરેલુ નુસખા શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાં હળદર અને ચણાનો લોટ સૌથી બેસ્ટ છે.
ચણાના લોટમાં હળદર ઉમેરીને ચહેરા પર લગાડવાથી ત્વચા ચમકદાર બને છે. તો ચાલો તમને વિગતવાર જણાવીએ કે હળદર અને ચણાનો લોટ કેવી રીતે ચહેરા પર લગાડવો અને તેનાથી ચહેરાને કેવા ફાયદા થાય.
હળદર અને ચણાના લોટથી થતા ફાયદા
- હળદર ત્વચાને કુદરતી રીતે ડીટોક્ષ કરે છે અને નિખાર લાવે છે. ચણાનો લોટ ત્વચા પરથી ડેડ સ્કિનને દૂર કરે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે.
- હળદરમાં કર્કયુમીન નામનું તત્વ હોય છે જે ત્વચામાં મેલેનીનનું ઉત્પાદન ઘટાડે છે જેના કારણે ડાઘ ધબ્બા ઓછા દેખાય છે.
- ચણાનો લોટ કુદરતી સ્ક્રબ છે જે ડેડ સ્કિને દૂર કરી ત્વચા ને ચમકદાર બનાવે છે તેના કારણે ખીલ પણ ઓછા થાય છે.
- હળદરમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે અને ચણાના લોટમાં એવા તત્વો હોય છે જે વધારાના તેલને શોષે છે આ બંનેનું મિશ્રણ ઓઈલી સ્કીન માટે બેસ્ટ છે.
- ચણાના લોટમાં પ્રોટીન હોય છે જે ત્વચાને ટાઈટ કરે છે અને કરચલીઓ ઘટાડે છે..
- હળદર અને ચણાનો લોટ ત્વચાને જરૂરી પોષણ પૂરું પાડે છે જેના કારણે ત્વચા સ્વસ્થ દેખાય છે.
હળદર અને ચણાના લોટનું ફેસપેક
એક વાટકીમાં 2 ચમચી ચણાનો લોટ લઈ તેમાં 1/2 ચમચી હળદર પાવડર ઉમેરો.. ત્યાર પછી તેમાં એક ચમચી દહીં અથવા તો ગુલાબજળ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરી ચહેરા અને ગરદન પર અપ્લાય કરો. જો ચહેરા પર ડાઘ વધારે હોય તો આ ફેસપેકમાં લીંબુનો રસ ઉમેરવો. પેસ્ટ જ્યારે સુકાઈ જાય તો હળવા હાથે મસાજ કરીને ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લેવો. ફેસપેક સાફ કર્યા પછી મોઈશ્ચુરાઈઝર અપ્લાય કરવાનું ભૂલવું નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે