Dark Circles: કાકડી ગણતરીના દિવસોમાં દુર કરશે ડાર્ક સર્કલ્સ, 3 રીતે ઉપયોગ કરી શકો છો

Dark Circles: ડાર્ક સર્કલને દૂર કરવા હોય તો કાકડી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કાકડી વિટામીન્સથી ભરપૂર હોય છે. તે ત્વચાની રંગત સુધારવામાં મદદ કરે છે અને તેનાથી ડાર્ક સર્કલ પણ દૂર થાય છે. કાકડી સ્કિનને હાઇડ્રેટ કરવામાં પણ મદદ કરે છે. ચહેરા પર કાકડી લગાડવાથી ત્વચા ફ્રેશ અને ગ્લોઇંગ દેખાય છે.

Dark Circles: કાકડી ગણતરીના દિવસોમાં દુર કરશે ડાર્ક સર્કલ્સ, 3 રીતે ઉપયોગ કરી શકો છો

Dark Circles: ડાર્ક સર્કલ્સ એટલે કે આંખ નીચે કાળા કુંડાળા. આ કુંડાળા અનિયમિત જીવનશૈલી, શરીરમાં પોષકતત્વોની ખામી, ડિહાઈડ્રેશન, મોડે સુધી જાગવાની આદત અને સ્ટ્રેસના કારણે થઈ જાય છે. ડાર્ક સર્કલથી મુક્તિ મેળવવા માટે લોકો અલગ અલગ પ્રોડક્ટ નો ઉપયોગ પણ કરે છે. પરંતુ આવા પ્રોડક્ટમાં હાનિકારક કેમિકલ હોય છે. આ કેમિકલ ત્વચાને નુકસાન પણ કરી શકે છે. તેવામાં ડાર્ક સર્કલ ની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમે ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.

ડાર્ક સર્કલને દૂર કરવા હોય તો કાકડી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કાકડી વિટામીન્સથી ભરપૂર હોય છે. તે ત્વચાની રંગત સુધારવામાં મદદ કરે છે અને તેનાથી ડાર્ક સર્કલ પણ દૂર થાય છે. કાકડી સ્કિનને હાઇડ્રેટ કરવામાં પણ મદદ કરે છે. ચહેરા પર કાકડી લગાડવાથી ત્વચા ફ્રેશ અને ગ્લોઇંગ દેખાય છે. આંખ નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા હોય તો કાકડીને તમે ત્રણ રીતે ઉપયોગમાં લઈ શકો છો.

કાકડી અને એલોવેરા

ડાર્ક સર્કલની સમસ્યા દૂર કરવા માટે કાકડી અને એલોવેરાનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે કાકડીની પેસ્ટ કરી તેમાંથી રસ કાઢી લેવો. હવે આ રસમાં એલોવેરા જેલ મિક્સ કરો અને આ મિશ્રણને આંખની નીચે લગાડો. 15 મિનિટ તેને રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ પેસ્ટનો ઉપયોગ કરશો તો ડાર્ક સર્કલ ઓછા થઈ જશે.

કાકડી અને લીંબુનો રસ

આંખ નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા માટે લીંબુનો રસ અને કાકડી પણ અસરકારક છે. લીંબુમાં બ્લીચિંગ ગુણ હોય છે. ડાર્ક સર્કલ દૂર કરવા માટે એક વાટકીમાં બે થી ત્રણ ચમચી કાકડીનો રસ લઇ તેમાં લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને રૂની મદદથી આંખની આસપાસ લગાડો. 10 થી 15 મિનિટ પછી પાણીથી ચહેરો સાફ કરી લો. અઠવાડિયામાં બે વખત આ મિશ્રણ લગાડશો તો ડાર્ક સર્કલ ઓછા થવા લાગશે.

કાકડી અને મધ

ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે કાકડી અને મધનો ઉપયોગ પણ કરી શકાય છે. કાકડીનો રસ કાઢી તેમાં થોડું મધ ઉમેરીને આંખની નીચે દસ મિનિટ માટે લગાડો. દસ મિનિટ પછી ચહેરો સાફ કરી લેવો. આ મિશ્રણને તમે રોજ પણ લગાડી શકો છો. તેનાથી આંખ નીચેની ત્વચા મુલાયમ થશે ડાર્ક સર્કલ પણ દૂર થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news