White Hair On Face: ચહેરા પર અચાનક આવવા લાગ્યા સફેદ વાળ, ગભરાવાની જગ્યાએ આ ઉપાયો કરો
White Facial Hair: મહિલાઓ પોતાના ચહેરા પર વાળને પસંદ કરતી નથી, પરંતુ જો ફેસ પર સફેદ વાળ આવી જાય તો ચિંતા વધી જાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ નાની ઉંમરમાં જ્યારે માથા પર સફેદ વાળ આવે તો તે ચિંતાનું કારણ બની જાય છે, પરંતુ સ્ટ્રેસ ત્યારે વધી જાય છે જ્યારે કોઈ મહિલાના ચહેરા પર સફેદ વાળ આવવા લાગે છે. સામાન્ય રીતે મેલેનિનની કમીને કારણે ફેશિયલ હેયર સફેદ થવા લાગે છે. પરંતુ બોડીમાં હોર્મોનલ ચેન્જ પણ તેની પાછળ મોટું કારણ હોઈ શકે છે. તેવામાં ઘણી મહિલાઓ ડિપ્રેશનમાં ચાલી જાય છે, પરંતુ તમે તણાવ લેવાની જગ્યાએ કેટલાક સરળ ઉપાય કરો.
ચહેરા પર સફેદ વાળ હટાવવાની ઉપયોગી રીત
1. મધ
મધને સ્કિન માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે, તેની સાથે તમે ખાંડ મિક્સ કરી લો અને તેને ગરમ કર્યા બાદ લીંબુનો રસ મિક્સ કરો. આ મિક્ચરની મદદથી તમે ચહેરા પર અણગમતા સફેદ વાળથી મુક્તિ મેળવી શકો છો.
2. ફેશિયલ રેઝર
મહિલાઓ માટે બજારમાં એવા ઘણા પ્રકારના ફેશિયલ રેઝર હાજર છે, જે ચહેરા પર આવતા અણગમતા સફેદવાળને દૂર કરવામાં ઉપયોગી છે. તે માટે તમે સૌથી પહેલા ફેસને સારી રીતે સાફ કરો. તે વાતનો ખ્યાલ રાખો કે ચહેરો ડ્રાઈ ન હોવો જોઈએ બાકી ત્વચા પર તેની અસર થઈ શકે છે.
આ પણ વાંચોઃ નવજાત શિશુ રડે, બરાડા પાડે ત્યારે તેની આંખમાંથી આંસુ કેમ નથી આવતા? આ રસપ્રદ ફેક્ટ્સ જાણી આશ્ચર્ય થશે
3. એપ્લિકેટર
એપ્લિકેટરની મદદથી ચહેરા પર સફેદ વાળને દૂર કરી શકાય છે અને સૌથી સારી વાત છે કે આ પ્રક્રિયામાં તમને દુખાવો પણ થશે નહીં.
4. લેઝર હેર રિમૂવલ
હેર રિમૂવલ તકનીક ચહેરા પર સફેદ વાળને હટાવવા માટે ઉપયોગી છે, પરંતુ ધ્યાન રાખો કે આ કામ કોઈ સારા પ્રોફેશનલ કે એક્સપર્ટ પાસે કરાવો, બાકી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.
5. થ્રેડિંગ
થ્રેડિંગ એક ખુબ કોમન મેડલ છે જેને પાર્લરમાં અપનાવવામાં આવે છે. તેની મદદથી સફેદવાળોથી છુટકારો મેળવવો સરળ છે. તેમાં દોરાના સહારે હેર રિમૂવ કરવામાં આવે છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચિકિત્સીય સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે