Ganpatpura: મનની ઈચ્છા પુરી કરે છે આ ગણપતિ, દર્શન કરી મંદિરમાં કરો ઊંધો સાથિયો, ગણતરીના દિવસોમાં માનતા થશે પુરી
Koth Ganesh Mandir: શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. આજે તમને ગુજરાતના આવા જ એક પ્રખ્યાત મંદિર વિશે જણાવીએ. આ મંદિર અમદાવાદ શહેરની સાવ નજીક આવેલું છે. આ મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. આ મંદિર વિશે માન્યતા છે કે અહીં ગણપતિ દાદા સાક્ષાત બિરાજે છે.
Trending Photos
Koth Ganesh Mandir: શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. આજે તમને ગુજરાતના આવા જ એક પ્રખ્યાત મંદિર વિશે જણાવીએ. આ મંદિર અમદાવાદ શહેરની સાવ નજીક આવેલું છે. આ મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. આ મંદિર વિશે માન્યતા છે કે અહીં ગણપતિ દાદા સાક્ષાત બિરાજે છે. જો તમે અમદાવાદમાં રહેતા હોય અને આ મંદિરે દર્શન કર્યા ન હોય તો પછી આ શનિ-રવિમાં દર્શન કરવા જવાનું ગોઠવી જ લેજો.
જે ગણપતિ મંદિરની અહીં વાત થઈ રહી છે તે મંદિર છે ગણપતપુરાનું ગણેશ મંદિર. ગણપતપુરા ધોળકા શહેરની નજીર આવેલું છે. જે રીતે મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે તે રીતે ગણપતપુરાનું આ મંદિર પણ રાજ્યભરમાં પ્રખ્યાત છે. આ મંદિર અમદાવાદ શહેરથી અંદાજે 80 કિમી દુર આવેલું છે.
આ મંદિરની બે ખાસ વાતો છે. એક કે આ મંદિર ભારતનું એક માત્ર મંદિર છે જ્યાં ગણપતિ દાદાની મૂર્તિ જમણી બાજુ વળેલી છે. આ મૂર્તિ 6 ફૂટની છે અને તે સ્વયંભૂ પ્રગટ થયેલી છે. માન્યતા છે કે વિક્રમ સંવત 933 માં અષાઢ વદ ચોથના દિવસે જમીનમાંથી દાદાની આ મૂર્તિ નીકળી હતી. ગણપતિ દાદાની મૂર્તિ જમીનમાંથી સોનાના આભૂષણ સાથે પ્રગટ થઈ હતી.
ઊંધા સાથિયાનો મહિમા
ગણપતિ દાદાના આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. ખાસ તો આ મંદિરમાં ઊંધો સાથિયો કરી માનતા માનવાની પરંપરા પ્રચલિત છે. જીવનના દુ:ખ અને સંકટથી નિરાશ થયેલા ભક્તો આ મંદિરમાં દર્શન કરવા આવે છે અને ગણપતિ દાદા સામે ઊંધો સાથિયો કરી માનતા માને છે. ચમત્કાર એ વાતનો છે કે જે પણ વ્યક્તિ અહીં ઊંધો સાથિયો કરી જાય છે તેની માનતા ગણપતિ દાદા પુરી કરે છે અને પછી તેઓ ફરી અહીં દર્શન કરી સીધો સાથિયો કરી જાય છે.
આ મંદિરે ગુજરાતમાંથી જ નહીં દેશભરમાંથી ભક્તો દર્શન કરવા આવે છે. માન્યતા છે કે આ મંદિરે દર્શન કરી જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે તે ગણપતિ દાદા પુરી કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે