ભગવાનનું નામ લઈ હોળીના સળગતા અંગારા પર યુવાનોની દોડ, આ પાછળ છે એક લોકવાયકા
મહેસાણાના વિસનગર તાલુકામાં આવેલ લાછડી ગામે હોળીના તહેવારની ઉજવણી અનોખી પ્રથા દ્વારા કરવામાં આવે છે. લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા બને છે તેના પર ગામના યુવાનો ખુલ્લા પગે ચાલી અને હોળી પર્વની ઉજવણી કરે છે.
Trending Photos
Holi Rituals તેજસ દવે/મહેસાણા: મહેસાણાના વિસનગર તાલુકામાં આવેલ લાછડી ગામે હોળીના તહેવારની ઉજવણી અનોખી પ્રથા દ્વારા કરવામાં આવે છે. લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા બને છે તેના પર ગામના યુવાનો ખુલ્લા પગે ચાલી અને હોળી પર્વની ઉજવણી કરે છે.
ભારત ભરમાં હોળીની ખુબજ ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પણ આ હોળીનું ખુબજ મહત્વ રહેલું છે અને અનેક વિસ્તારોમાં આજે પણ જૂની પરંપરા મુજબ હોળી \ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાંછડીની. કોઈ તમને કહે કે તમારે સળગતા અંગરા પર ચાલવાનું છે તો તમે કદાચ ના પાડી દેશો પણ આ ગામમાં લોકો હોળી ના દિવસે પોતાના મનથી સળગતા અંગરા ચાલે છે અને આ લોકોને અત્યાર સુધી કદી પણ પગ દાઝ્યા નથી, ના કે કદી કોઈ પ્રોબ્લમ થયો છે.
આ પરંપરા વિષે ગામના લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલે છે, અંગાર પર ચાલવા પાછળ શું કોઇ ઇતિહાસ છે કે નહીં તેની ગામના કોઇને જાણકારી નથી. પરંતુ પેઢીદર પેઢી આ પ્રથા ચાલી આવે છે. હોળીના દહન પછી પડેલા અંગારામાં ચાલવાનો વિચાર માત્રથી આપણા રૂવાંડા ઉભા થઇ જાય છે, ત્યારે લાછડી ગામે હોળીના દહન પછી જે અંગારાઓ પડે છે તેના પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા છે. આ પરંપરાને નિહાળવા માટે લોકો દુરદુરથી આવે છે. અહી હોળીના દિવસે અંગારા પર લોકો ચાલે તો પણ જરા પણ દાઝતા નથી.
આ પણ વાંચો :
આ પ્રથા વર્ષોથી ચાલે છે, પેઢીદર પેઢી આ પ્રથા ચાલી આવે છે. લાછડી ગામમાં અંગારામાં નાના બાળકો તેમજ મોટી ઉંમરના લોકો ચાલે છે. અંગારામાં ચાલવાથી કમરનો દુખાવો કે શારીરિક બીમારી થતી નથી. આવી લોકવાયકા આજુ બાજુના ગામ તેમજ શહેરમાં પ્રસરી છે, માટે દુરદૂર થી લોકો જોવા પણ આવે છે.
આ પરંપરા આજથી 150 વર્ષ કે તેના કરતાં પણ જૂની છે તેવું હાલ તો ગામજનો કહી રહ્યા છે. ત્યારે આજે આધુનિક સમયમાં એકબાદ એક જૂની પરંપરા લુપ્ત થતી જાય છે. ત્યારે મહેસાણાના વિસનગરના લાછડી ગામમાં આજે પણ વર્ષો જૂની આ પરંપરા જાળવી રાખી છે અને આ પરંપરામાં નાના બાળકોથી લઈ યુવાનો અને વડીલો પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને આ સળગતા અંગારા પર ચાલે છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે