ઘરની આસપાસ હોય પીપળાનું ઝાડ તો કરો આ ઉપાય, સમસ્યાઓ થશે દુર અને થવા લાગશે લાભ
Astro Tips: પિતૃદોષ હોય કે ગ્રહ દોષ કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો પીપળાના કેટલાક ઉપાયો કરવાથી તેનાથી મુક્તિ મળી શકે છે. શાસ્ત્રો અનુસાર નિયમિત રીતે પીપળાને જળ ચડાવવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે.
Trending Photos
Astro Tips: શાસ્ત્રો અનુસાર પીપળાના ઝાડની પૂજા કરવાથી જીવનમાં ઘણા બધા ફાયદા થાય છે. પીપળાનું વૃક્ષ એવું હોય છે જેમાં ત્રણેય દેવો એટલે કે ભગવાન વિષ્ણુ મહાદેવ અને બ્રહ્માજી નો વાસ હોય છે. આજ કારણ છે કે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પિતૃદોષ હોય કે ગ્રહ દોષ કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો પીપળાના કેટલાક ઉપાયો કરવાથી તેનાથી મુક્તિ મળી શકે છે. શાસ્ત્રો અનુસાર નિયમિત રીતે પીપળાને જળ ચડાવવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે. જોકે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરની આજુબાજુ પીપળાનું ઝાડ ઉગી જાય તો તેનાથી નુકસાન પણ થાય છે.
આ પણ વાંચો:
કહેવાય છે કે ઘરની અંદર કે બહાર પીપળાનું ઝાડ ઉગે તો તેનાથી આર્થિક સંકટ વધે છે. અચાનક ઉગેલું પીપળાનું ઝાડ આર્થિક સંકટ તરફ ઈશારો કરે છે. આ ઉપરાંત ઘરના સભ્યોની તબિયત પણ ખરાબ રહે છે. તેથી જ ઘરની આજુબાજુ પીપળાનું ઝાડ ઉગે તો તેને કાઢી દેવું જોઈએ. પરંતુ પીપળાને કાઢતા પહેલા કેટલાક રીતરિવાજોનું પાલન કરવું જરૂરી છે.
જો તમારા ઘરની આજુબાજુ પીપળાનું ઝાડ ઊગી નીકળે તો તેને સીધું જ જમીનમાંથી ખેંચી ન લેવું. તેને કાઢતા પહેલા 30 દિવસ સુધી તેની પૂજા કરવી. પૂજા કર્યા પછી જે દિવસે તેને કાઢવાનું હોય તે દિવસે પીપળામાં દૂધ ચડાવો અને પછી ઘીનો દીવો પ્રગટાવો. ત્યાર પછી પીપળાના છોડને ઘરની નજીકથી ઉખેડો અને અન્ય કોઈ સ્થાન પર લગાવી દેવો.
પીપળાના છોડને ઘરની નજીકથી ઉખાડી અને અન્ય જગ્યાએ વાવી દેવાથી કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. આમ કરવાથી ઘરનો વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે. આ સિવાય જીવનમાં જો કોઈ આર્થિક સમસ્યાઓ હોય તો નિયમિત રીતે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ તેનાથી જીવન પર આવેલા તમામ પ્રકારના સંકટ દૂર થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે