સિક્સર, ફોર અને રનના ઢગલા... 3 દિવસમાં સૌથી વધુ ટોટલનો તોડ્યો રેકોર્ડ, 2 બેટ્સમેનોએ મળીને રચ્યો ઈતિહાસ

IND W vs IRE W: ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં ઈતિહાસ રચ્યો છે. કેપ્ટન સ્મૃતિ મંધાના અને ઘાતક ઓપનર પ્રતિકા રાવલે બેટથી તબાહી મચાવી દીધી હતી. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની સદીના આધારે ભારતીય ટીમે સ્કોરબોર્ડ પર 403 રન બનાવ્યા હતા. મહિલા ક્રિકેટમાં ODI ફોર્મેટમાં ભારતનો આ સૌથી મોટો સ્કોર છે.

સિક્સર, ફોર અને રનના ઢગલા... 3 દિવસમાં સૌથી વધુ ટોટલનો તોડ્યો રેકોર્ડ, 2 બેટ્સમેનોએ મળીને રચ્યો ઈતિહાસ

IND W vs IRE W: ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં ઈતિહાસ રચ્યો છે. કેપ્ટન સ્મૃતિ મંધાના અને ઘાતક ઓપનર પ્રતિકા રાવલે બેટથી તબાહી મચાવી દીધી હતી. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની સદીના આધારે ભારતીય ટીમે સ્કોરબોર્ડ પર 403 રન બનાવ્યા હતા. મહિલા ક્રિકેટમાં ODI ફોર્મેટમાં ભારતનો આ સૌથી મોટો સ્કોર છે. ટીમ ઈન્ડિયાએ 3 દિવસમાં જ પોતાનો રેકોર્ડ તોડ્યો છે. 12 જાન્યુઆરીએ ભારતે આ ટીમ સામે 370 રન બનાવ્યા હતા, પરંતુ હવે આ રેકોર્ડને ધરાશાયી કરી નાખ્યો છે.

ભારતે જીત્યો હતો ટોસ
ટીમ ઈન્ડિયાની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મંધાના અને પ્રતિકા રાવલ આ સિરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યી છે. આ વખતે પણ બન્નેએ મેદાનમાં ઉતરતાની સાથે જ આયર્લેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું હતું. બન્ને વચ્ચે 200+ની પાર્ટનરશિપ જોવા મળી હતી. મંધાનાએ શાનદાર અંદાજમાં માત્ર 70 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેમણે 80 બોલમાં 7 સિક્સ અને 12 ફોરની મદદથી 135 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હતી.

પ્રતિકાએ પણ ફટકારી સદી
મંધાનાની જોરદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાને જબરદસ્ત શરૂઆત મળી. ભારતીય ટીમે 30 ઓવર પહેલા જ 250 રનનો આંકડો પાર કરી લીધો હતો. પ્રતિકા રાવલે પણ આયરિશ બોલરોથી ધોલાય કરી હતી. તેમણે 129 બોલમાં 154 રનની ઇનિંગ રમી હતી, જેમાં 20 ફોર અને 1 સિક્સ જોવા મળી હતી. બન્નેની મજબૂત સદીના કારણે ભારતીય મહિલા ટીમે વનડે ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો. ટીમે આયર્લેન્ડને 404 રનનો ટાર્ગેટ આપ્યો છે.

મંધાનાની સૌથી તેજ સદી
સ્મૃતિ મંધાનાએ પોતાની 135 રનની ઇનિંગમાં ઘણા રેકોર્ડ બનાવ્યા. તે 10 સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. એટલું જ નહીં, તેમણે ભારતીય મહિલાઓમાં ODIમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેમણે હરમનપ્રીત કૌરનો રેકોર્ડ તોડ્યો છે જેણે 80 બોલમાં સદી ફટકારી હતી. જો ભારતીય ટીમ આ મેચ જીતી જશે તો આયર્લેન્ડ સિરીઝમાં સ્વિપ થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news