આ રીતે પ્રગટાવો એક 'દીવો', તમારી ધારેલી બધી ઈચ્છા થશે પૂર્ણ
ભારતીય સંસ્કૃતિમાં દીવાનું અનેરું મહત્વ છે આપણે ત્યાં શુભ અશુભ તમામ કાર્યમાં દીવો કરાય છે. જે અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવે છે તેમ જીવન માં માર્ગ કાઢી આપે છે.
Trending Photos
Astrology News: જ્યોતિષ શાસ્ત્ર તેમજ ધાર્મિક ગ્રંથોમાં જીવનમાં શુભ કામનાઓ સિદ્ધ કરવા દેવિ દેવતા ઓને રિઝવવા તેમજ ગ્રહ દોષ કે જીવનમાં સંકટ ,બાધા દુર કરવાના અનેક તુરંત ફળ આપે તેવા ઉપાય જણાવવામાં આવેલ છે. તેમાં દીપ પ્રાગટ્ય કે દીવો પ્રગટાવવાનો ઉપાય શ્રેષ્ઠ મનાય છે. પણ તેના વિધિ વિધાન કે નીતિ નિયમ અનુસાર સ્થાન અને વસ્તુ અને સમયનું ધ્યાન રાખી કરવામાં આવે ત્યારે જ તે દીપ પ્રાગટ્ય તમારી કામના પૂરી કરે છે.
આ ઉપાયને નિયમિત રૂપથી કરવાથી ઈશ્વર, કે દેવી દેવતા ની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના દરેક દુઃખ દુર થાય છે અને તેને પોતાના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ ઉપાય અલગ-અલગ ચીજોથી કરવામાં આવે છે.
માટેજ પ્રાચીન સમયથી હિન્દુ ધર્મમાં પુજા સ્થાન માં સવાર-સાંજ દીવો પ્રગટાવવો, ઘરના આંગણામાં તુલસી ક્યારે કે ઘર ના દરવાજે દીવો કરવામાં આવે છે તથા ભગવાનને પ્રસન્ન કરવા માટે મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવે છે તથા દીવાથી આરતી કરવામાં આવે છે
દીવાના પ્રકાશથી વ્યક્તિના જીવનનો અંધકાર દૂર થાય છે અને તેના વિચારો સકારાત્મક બને છે. દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને તે ઘરમાં રહેતા સભ્યોનું મન શાંત થાય છે. પરંતુ દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો છે, જેના વિશે લોકો ઘણીવાર જાણતા નથી. આવો અમે તમને આ વિશે જણાવીએ.
દીવો ક્યાં મૂકવો જોઈએ
પૂજા સમયે દીવો પ્રગટાવતી વખતે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે દીવો ક્યાં રાખવો જોઈએ અને દીવામાં કેવા પ્રકારની વાટનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે ઘીનો દીવો પ્રગટાવતા હોવ તો તેને તમારા ડાબા હાથે ભગવાનની સામે રાખો અને તેલનો દીવો જમણી બાજુ રાખો. ઘીના દીવામાં હંમેશા રૂની વાટનો ઉપયોગ કરો. પરંતુ તેલના દીવામાં લાલ દોરાની વાટનો ઉપયોગ કરવો વધુ સારું માનવામાં આવે છે.
દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય અને દિશા
જેટલી વહેલી પૂજા કરવામાં આવે છે, તે વધુ શુભ છે કારણ કે ધ્યાન સવારે સારી રીતે કેન્દ્રિત છે. પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાનો શ્રેષ્ઠ સમય સવારે 5 થી 10 અને સાંજે 5 થી 7 સુધીનો સમય શુભ છે. દીવો પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવો શુભ માનવામાં આવે છે.
દીવો પ્રગટાવી તેની વાટ સામે 30 સેકન્ડ કે 1 મિનિટ સુધી જોઈ સંકલ્પ લેવાય તો આ દીવો કરવાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. અન્યથા આપણે રોજ જે દીવો એમનેમ કરીએ છીએ તે કેવળ મનને શાંત કરે છે અને સંતોષ આપે છે
પશ્ચિમ દિશામાં રાખવાથી આર્થિક સંકટમાં વધારો થાય છે. સાથે જ દક્ષિણ દિશા તરફ દીવો પિતૃઓ માટે પ્રગટાવવામાં આવે છે
દીવો ખંડિત ન થવો જોઈએ
દીવો પ્રગટાવવા માટે મેટલ લેમ્પનો ઉપયોગ કરો. જો માટીના દીવાનો ઉપયોગ કરો છો તો તે ખંડિત ન થવો જોઈએ. આ સિવાય દીવો સળગ્યા બાદ ઓલવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. આ માટે તમે દીવાને કાચથી ઢાંકી શકો છો. જો કોઈ કારણથી દીવો ઓલવાઈ જાય તો તેને તરત જ પ્રગટાવવો જોઈએ અને ભગવાનની ક્ષમા માંગવી જોઈએ.
શત્રુઓના ભયને દુર કરવા માટે હનુમાનજી સામે રોજ તેલનો દીવો પ્રગટાવો. લાલ દોરા ની વાટ થી દીવો પ્રગટાવવો જોઈએ અને સંકલ્પ કરી હનુમાન ચાલીસા ના 7 પાઠ કરવા જોઈએ. શત્રુ ભય દૂર થાય છે
જો પતિ-પત્ની વચ્ચે તાલમેલ નો અભાવ હોય અને વારંવાર વાદ-વિવાદ થઈ રહ્યા હોય તો નિવારણ નો સંકલ્પ કરી મંદિર માં જઈ ભગવાન શિવ-પાર્વતી અથવા વિષ્ણુ-લક્ષ્મી સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. દાંપત્ય જીવનની સમસ્યાઓને દુર કરવા માટે પ્રાર્થના કરવી.નિયમિત આ ઉપાય 90 દિવસ આ ઉપાય કરવાથી જીવનમાં તેનો લાભ થાય દાંપત્યજીવનમાં સુમેળ અને સુખની પ્રાપ્તિ થાય છે
જો જીવનમાં મહેનત કરવા છતાં પણ પૈસાની પ્રાપ્તિ ન થઈ રહી હોય તો દરરોજ સાંજના સંધ્યા સમયે ઘરમાં કે વેપાર ધંધા ના સ્થાને પૂજામાં દેવી લક્ષ્મીની સામે લાલ રંગના દોરા ની અથવાતો રૂની વાટ બનાવીને ગાયના ઘી દીવો પ્રગટાવવો જોઈએ ઓમ રીંમ શ્રી મહાલક્ષ્મી નમઃ કોઈપણ લક્ષ્મી મંત્ર નો પાંચ મિનિટ જાપ કરવો
જો નોકરીમાં કોઈ લાભ મળી રહ્યો ન હોય અને પૈસાની તંગી રહેતી હોય તો માતા લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુની પુજા કરો. પુજામાં લાલ વાટ ની સાથે ઘીનો દીવો પ્રગટાવો અને દીવા ના ધી માં થોડી હળદર,અને કંકુ ઉમેરી દીવાની વાત સામે 30 સેકન્ડ કે એક મિનિટ સુધી સંકલ્પ કરવો જે કામના હોય તેની પ્રાર્થના કરવી. ભગવાન વિષ્ણુના મંત્ર (ઓમ વિષ્ણવે નમઃ) જાપ નો નિયમ લેવો. 30 દિવસ કે 90 દિવસ ઉપાય કરવો
જો કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર હોય અને દવાઓ પણ કામ કરી રહી ન હોય તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. સાથોસાથ ડોક્ટર દ્વારા આપવામાં આવેલા સુચનાનું પાલન કરો.
જીવન માં અણધાર્યા વિઘ્નો આવતા હોય તો ભગવાન ગણેશનાં આશીર્વાદ મેળવવા માટે ચાર મુખી ગાયનાં ઘીનો દીવો ચાર મુખ દીવો પ્રગટાવવો એટલે કે દીવો ચારેબાજુથી વાટ રાખીને પ્રગટાવવો જોઈએ ગણપતિ સમક્ષ દીવો કરી ઓમ ગં ગણપતયે નમઃ મંત્રની 1 ,3,5,7 કે 11 માળાનો સંકલ્પ કરવો દર મંગળવારે આ પ્રયોગ કરવો જેનાથી અણધારી ઉપાધિ સામે રક્ષણ થાય છે
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો કે અન્ય તેલ નો દીવો કે તલ ના તેલ નો દીવો પ્રગટાવવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો.
સુખ શાંતિ માટે ભગવાન શિવની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો. ૐ નમઃ શિવાય મંત્રનો ૧૦૮ વખત જાપ કરો. આ ઉપાય કરવાથી તમારી બધી જ સમસ્યાઓ દુર થઇ શકે છે.
શત્રુ સંકટ માટે ભગવાન ભૈરવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાય કરવાથી શત્રુઓનો ભય દુર થાય છે.
લક્ષ્મી કૃપા માટે દરરોજ સવાર-સાંજ ઘરના દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવો આ ઉપાય કરવાથી ઘરમાં હંમેશા ધનલાભ થાય છે
ઘરના પાણીયારે શા માટે દીવો કરવામાં આવે છે? જાણો તેના ફાયદા
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય તો અને જ્યારે કોઈ પિતૃ તર્પણ વિધિ વિધાન માં કોઈ ઉણપ રહી ગઈ હોય અથવા જે પિતૃ કોઈ અણસાર આપતા હોય તેના માટે પાણિયારે દીવો કરવામાં આવે છે આ સિવાય પણ જ્યારે કોઈ વ્યક્તિ ના જીવન માં ખુબ પ્રયત્ન છતાં પણ તે વ્યક્તિનો ભાગ્યોદય થતો નથી અને હંમેશા તેના જીવનમાં સમસ્યા રહેતી હોય છે નોકરી ધંધા વ્યવસાય તમામ જગ્યાએ મુશ્કેલીઓ નડે છે નુકશાની ઓ આવે છે લગ્ન જીવન ગૃહ જીવન સંતાન પ્રાપ્તિ જમીન મકાન મિલકત પ્રોપર્ટી અંગે કોર્ટ કચેરી ભાઈભાડું ક્લેશ આવી સમસ્યા હોય ત્યારે મોટેભાગે કુંડળીમાં પિતૃદોષ જણાઈને આવે છે. તેમણે અવશ્ય આ ઉપાયઃ કરવો જોઈએ.
પિતૃ કૃપા અને પિતૃ શાંતિ માટે શુદ્ધ તેલનો દીવો પાણિયારે સવારે સ્નાન કરી શુદ્ધ થઈ કરવો જોઈએ સાજે પણ આ દીવો કરી શકાય તથા આ દીવો આડી વાટ નો અને કોડિયું માટીનો હોવો જોઈએ .
ગુજરતના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે