દેવોના દેવ મહાદેવને પસંદ નથી આ ફળ, અર્પણ કરશો તો આખા પરિવારે ભોગવવું પડશે ખરાબ ફળ

Mahashivratri 2024: એવું માનવામાં આવે છે કે મહા શિવરાત્રીના દિવસે ભગવાન ભોળેનાથની વિશેષ પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમના જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. બધા ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ વસ્તુઓ ચઢાવે છે, મહાશિવરાત્રી પર ભગવાન શિવને અનેક ફળ અને ભાંગ-ધતુરો ચઢાવવાની પરંપરા છે. પરંતુ કેટલાક ફળ એવા છે જે મહાદેવને ભૂલેચૂકે અર્પણ કરવા જોઈએ નહીં.

દેવોના દેવ મહાદેવને પસંદ નથી આ ફળ, અર્પણ કરશો તો આખા પરિવારે ભોગવવું પડશે ખરાબ ફળ

Rules of Mahashivratri 2024 Puja Thali: દેવોના દેવ મહાદેવની આરાધનાનું પર્વ મહાશિવરાત્રી આજે દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. આ માટે તમામ મંદિરોમાં સાજ સજાવટનો દોર શુક્રવાર મોડી રાત સુધી ચાલતો રહ્યો. મહાશિવરાત્રી પર ભગવાન શિવને અનેક ફળ અને ભાંગ-ધતુરો ચઢાવવાની પરંપરા છે. પરંતુ કેટલાક ફળ એવા છે જે મહાદેવને ભૂલેચૂકે અર્પણ કરવા જોઈએ નહીં. ધાર્મિક વિદ્વાનોનું કહેવું છે કે આમ કરવાથી મહાદેવ કોપાયમાન થાય છે  અને આખા પરિવારે તેનું પરિણામ ભોગવવું પડે છે. આવો જાણીએ એવા કયા ફળ છે જે ભોલેનાથને પસંદ નથી. 

મહાદેવને આ ફળ નથી પસંદ
શિવપુરાણ મુજબ શિવલિંગ પર ક્યારેય તુલસીના પત્તા, હળદર, સિંદુર, કુમકુમ અર્પણ કરવા જોઈએ નહીં. તેમને નારિયેળ કે નારિયેળનું પાણી પણ પસંદ નથી. આથી આ ચીજોને ભૂલેચૂકે મહાશિવરાત્રી પર મહાદેવ પર ચઢાવવાની ભૂલ કરવી જોઈએ નહીં. આમ કરવાથી તેનું પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે. 

આ કારણસર નથી પસંદ
ધાર્મિક વિદ્વાનો મુજબ તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોવાનું કહેવાય છે. તેઓ ભગવાન વિષ્ણુના અર્ધાંગિની છે. જ્યારે નારિયેળને પણ શ્રીફળ કહેવામાં આવે છે અને તેને પણ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે સિંદુર અને હળદર ગ્રહસ્થીની નિશાની ગણાય છે. ભગવાન શિવ તો ચિરકાલીન તપસ્વી છે. આવામાં જો આપણે આ ચીજો મહાદેવને અર્પણ કરીએ તો તેનાથી ભગવાન શિવ નારાજ થઈ શકે છે. 

પૂજાની થાળીમાં સામેલ કરો આ વસ્તુ
જો તમે મહાશિવરાત્રી પર શિવ મંદિર જઈ રહ્યા હોવ તો તમારી પૂજાની થાળીમાં ધતુરાનું પૂલ, બદલી બોર, નિબોલી, કેળું અને સામાન્ય બોર રાખી શકો છો. આ ફળ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના જાતકો પર કૃપા વરસાવે છે. તમે બિલિપત્ર, અને ભાંગ ધતૂરાના પત્તાને પણ પૂજાની થાળીમાં સામેલ કરી શકો છો. આમ કરવાથી પરિવારમાં ખુશહાલીનો સંચાર થાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news