November Grah Gochar 2023: નવેમ્બરમાં શનિ સહિત 5 ગ્રહોનું થશે ગોચર, ચમકી જશે આ જાતકોનું ભાગ્ય
November 2023 Grah Gochar: નવેમ્બર 2023માં સૂર્ય, બુધ, મંગળ, શુક્ર અને શનિની ચાલ બદલાશે. જાણો નવેમ્બરમાં ગ્રહ ગોચર 2023ની તારીખ અને રાશિઓનો લાભ.
Trending Photos
November Grah Gochar 2023: નવેમ્બરનો મહિનો વ્રત-તહેવાર અને ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખુબ ખાસ રહેવાનો છે. આ મહિનામાં શનિ સહિત 6 મોટા ગ્રહ પોતાની ચાલ બદલશે, જેની 12 રાશિઓ પર શુભ-અશુભ અસર પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું એક વિશેષ મહત્વ છે. નવેમ્બરમાં ગ્રહોની ઉથલ-પાથલ ઘણા જાતકો માટે લાભકારી રહેવાની છે.
ખાસ વાત છે કે નવેમ્બરમાં ન્યાયાધીશ શનિ વક્રીથી માર્ગી થવાના છે. જ્યારે શનિ દેવ સીધી દિશામાં ચાલવાનો પ્રારંભ કરે છે, તો તેને શનિ દેવનું માર્ગી થવું કહેવામાં આવે છે. આવો જાણીએ નવેમ્બર મહિનામાં કયાં ગ્રહનું ગોચર થશે અને કયાં જાતકોને તેનાથી લાભ મળશે.
નવેમ્બર ગ્રહ ગોચર 2023 (Planet Transit in November 2023)
નવેમ્બર 2023માં સૂર્ય, શનિ, શુક્ર, બુધ અને મંગળનું ગ્રહ ગોચર થવાનું છે. આ મહિને વૃશ્ચિક રાશિમાં બુધ, મંગળ અને સૂર્યની યુતિ બનશે, જેનાથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે.
શુક્ર ગોચર 3 નવેમ્બર 2023 2023 (Shukra Gochar 2023)
નવેમ્બરમાં ગ્રહ ગોચરની શરૂઆત અને સમાપ્તિ બંને સૌંદર્ય, સુખ, ધન અને સંપત્તિના કારક શુક્રથી થશે. 3 નવેમ્બર 2023ના સવારે 5 કલાક 24 મિનિટ પર શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે. પછી આ મહિનામાં 30 નવેમ્બર 2023ના સવારે 1 કલાક 14 મિનિટ પર તુલા રાશિમાં પ્રવેશ કરશે.
શનિ માર્ગી 2023 - 4 નવેમ્બર 2023 (Shani Margi 2023)
કર્મ ફળદાતા શનિ સીધી ચાલ ચાલવાના છે એટલે કે 4 નવેમ્બર 2023ના બપોરે 12 કલાક 31 મિનિટ પર શનિ ગ્રહ કુંભ રાશિમાં વક્રીથી માર્ચી ચાલ ચાલશે.
બુધ ગોચર 2023 - 6 નવેમ્બર 2023 (Budh Gochar 2023)
ગ્રહોના રાજકુમાર બુધ 6 નવેમ્બર 2023ના સાંજે 4 કલાક 32 મિનિટ પર વૃશ્ચિક રાશિડમાં પ્રવેશ કરશે. ત્યારબાદ બુધનું બીજુ ગોચર 27 નવેમ્બર 2023ના સવારે 6 કલાક 2 મિનિટ પર ધન રાશિમાં થશે.
મંગળ ગોચર 2023 - 16 નવેમ્બર 2023 (Mangal Gochar 2023)
ગ્રહોના સેનાપતિ અને સાહસના કારક ગ્રહ મંગળ 16 નવેમ્બર 2023ના સવારે 11 કલાક 4 મિનિટ પર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્ય ગોચર 2023 - 17 નવેમ્બર 2023 (Surya Gochar 2023)
ગ્રહોના રાજા સૂર્ય 17 નવેમ્બર 2023ના સવારે 1 કલાક 30 મિનિટ પર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. અહીં પહેલાથી બિરાજમાન બુધ, મંગળની યુતિથી ત્રિગ્રહી યોગ બનશે.
નવેમ્બર 2023 ગ્રહ ગોચરથી આ જાતકોને થશે લાભ
નવેમ્બરમાં ગ્રહનું ગોચર મેષ, વૃષભ, તુલા, કર્ક અને કુંભ રાશિના જાતકોને વિશેષ લાબ આપશે. આ રાશિના જાતકોના નોકરીમાં સારા દિવસો શરૂ થશે. વેપારમાં લાભ થશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે