Shaniwar ke Upay: શનિવારે કરો આ સરળ ઉપાય, ભાગ્યના બંધ દરવાજા ખોલી દેશે શનિ મહારાજ
Shaniwar ke Upay: શનિની ઢૈયા કે સાડાસાતી ચાલતી હોય તો વ્યક્તિને આર્થિક, શારીરિક, માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં શનિદોષને દૂર કરવા માટે શનિવારના દિવસે કેટલાક ઉપાય ભૂલ્યા વિના કરી લેવા જોઈએ.
Trending Photos
Shaniwar ke Upay: શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની આરાધના કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ શનિવારે વિધિ વિધાનથી શનિ મહારાજની પૂજા કરે છે તેના જીવનની બધી જ સમસ્યાઓ દૂર થવા લાગે છે. શનિદેવ વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે તેથી શનિદેવને ન્યાયાધીશની ઉપાધિ પણ આપવામાં આવી છે.
જોકે કેટલાક લોકોને શનિદેવના પ્રકોપનો સામનો પણ કરવો પડતો હોય છે. શનિની ઢૈયા કે સાડાસાતી ચાલતી હોય તો વ્યક્તિને આર્થિક, શારીરિક, માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં શનિદોષને દૂર કરવા માટે શનિવારના દિવસે કેટલાક ઉપાય ભૂલ્યા વિના કરી લેવા જોઈએ. શનિવારે આ ઉપાય કરી લેવાથી જીવનમાંથી સમસ્યાઓ દૂર થવા લાગે છે.
શનિવારે કરવાના ચમત્કારી ઉપાય
પીપળાની પૂજા
શનિવારના દિવસે સૂર્યોદય પહેલા પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. શનિવારે સવારે પીપળાના ઝાડમાં પાણી અર્પણ કરો અને પછી તેલનો દીવો કરો. દર શનિવારે આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
શનિવારનું દાન
શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શનિવારે કાળા તલ, છત્રી, સરસવનું તેલ, કાળી અડદની દાળ કે પછી ચપ્પલનું દાન કરવું જોઈએ. તેનાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે.
લોઢાનો દીવો કરો
કહેવાય છે કે લોઢાની ધાતુમાં શનિદેવનો વાસ હોય છે. તેવામાં શનિવાર અને મંગળવારના દિવસે લોઢાથી બનેલા કોડીયામાં સરસવના તેલનો દીવો કરવો જોઈએ. આમ કરવાથી જીવન પર આવનાર સંકટ ટળી જાય છે.
લવિંગનો દીવો
શનિવારે દીવો કરો ત્યારે તેમાં લવિંગ ઉમેરી દેવું જોઈએ. આ રીતે દીવો કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક લાભ સતત થતો રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે