બુધવારે કરો પાન-સોપારીનો આ સરળ ઉપાય, પ્રસન્ન થશે ગણપતિ અને દરેક કાર્યમાં મળશે સફળતા
Budhwar Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે પાન અને સોપારીના આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્ત ઉપર તેના આશીર્વાદ રહે છે.
Trending Photos
Budhwar Upay: બુધવારનો દિવસ ગણેશજીની પૂજા કરવા માટે ખાસ માનવામાં આવે છે. બુધવારના દિવસે કરેલા કેટલાક કાર્યોથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે પાન અને સોપારીના આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્ત ઉપર તેના આશીર્વાદ રહે છે. સાથે જ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને જણાવીએ પાન અને સોપારીના બુધવારે કરવાના ઉપાયો.
કલેશ દૂર કરવા
જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તો બે વાંસળી લઈને તેને ઘરના બીમની બંને તરફ લાલ કપડાથી બાંધી દેવી. બાંસુરી નું મુખ મુખ્ય દરવાજા તરફ હોય તે જરૂરી છે. આમ કરવાથી પારિમાણિક સંબંધોમાં સુધારો આવે છે.
આ પણ વાંચો:
સફળતા માટે
જો તમે નવી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા હોય કે પરીક્ષા આપવાની હોય ત્યારે ઘરેથી નીકળતા પહેલા પાન ઉપર લવિંગ અને સોપારી રાખી ભગવાન ગણેશ ની આરતી કરવી. ત્યાર પછી તે પાનને ગણપતિજીના ચરણોમાં ચડાવી દેવું. આમ કરવાથી કાર્યમાં સફળતા મળશે.
નજર દોષ દૂર કરવા
જો તમને લાગે છે કે તમારા ઘર કે પરિવાર ઉપર કોઈ વ્યક્તિની ખરાબ નજર છે તો બુધવારના દિવસે થોડા રાઈના દાણા લઈને ઘરના દરેક ખૂણામાં મૂકી દેવા. બીજા દિવસે એટલે કે ગુરુવારે બધા જ દાણા ને લઈને પીપળાના ઝાડ નીચે મૂકી દેવા.
નોકરી માટે
જે લોકોને પોતાના સહકર્મચારી કે બોસ સાથે સંબંધ સારા ન રહેતા હોય તેમણે બુધવારે સ્નાન કરીને ગણપતિજીની પૂજા કરી શ્રી ગણેશાય નમઃ મંત્રનો 21 વખત જાપ કરવો. આ સાથે જ ગણપતિજીને જાસુદના ફૂલ અર્પણ કરવા.
સમસ્યા દૂર કરવા
જે તમારા જીવનમાં કોઈ સમસ્યા આવી હોય અને તમારે તેમાંથી બહાર નીકળવું હોય તો બુધવારે માતા-પિતાના આશીર્વાદ લેવા સાથે જ ભગવાન ગણેશના ચરણોમાં પાન અને સોપારી ચડાવવું. આમ કરવાથી સમસ્યા માંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે