Surya Grahan 2024: શું વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે? જાણો તારીખ અને સમય

Surya Grahan: હિંદુ ધાર્મિક ગ્રંથોમાં સૂર્યગ્રહણની ગણતરી મહત્વપૂર્ણ ખગોળીય ઘટનાઓમાં થાય છે. ચાલો જાણીએ કે વર્ષ 2024નું છેલ્લું સૂર્યગ્રહણ ક્યારે થવાનું છે અને તેની અસર ભારત પર જોવા મળશે કે નહીં.

Surya Grahan 2024: શું વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે? જાણો તારીખ અને સમય

Surya Grahan 2024 Date: ખગોળશાસ્ત્રમાં સૂર્યગ્રહણને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સૂર્યગ્રહણ જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે દેશ અને વિશ્વમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને હકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે. તેમજ તેની અસર તમામ રાશિઓ પર પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2024નું છેલ્લું સૂર્યગ્રહણ ઓક્ટોબરની શરૂઆતમાં થવાનું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ, સૂર્યગ્રહણ 2024 તારીખ અને સમય.

સૂર્ય ગ્રહણ 2024 તિથિ
વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2024નું છેલ્લું સૂર્ય ગ્રહણ 2 ઓક્ટોબર 2024ના લાગવાનું છે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ રાત્રે 9.12 કલાકથી સવારે 3.17 કલાક વચ્ચે રહેશે. જેનો પૂર્ણ સમય કાળ 6 કલાકનો હશે અને આ દરમિયાન સૂર્ય કન્યા રાશિમાં બિરાજમાન હશે.

સૂર્ય ગ્રહણ 2024નો ભારત પર શું પડશે પ્રભાવ?
ખગોળ વૈજ્ઞાનિકો અનુસાર વર્ષ 2024નું બીજું સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં, જેના કારણે અહીં સૂતક કાળ માન્ય હશે નહીં. પરંતુ આ સમયમાં દરેક રાશિઓ પર સકારાત્મક તથા નકારાત્મક પ્રભાવ પડશે. આ દરમિયાન સૂર્ય કન્યા રાશિમાં બિરાજમાન રહેશે અને સૂર્ય ગ્રહણ દરમિયાન હસ્ત નક્ષત્ર રહેશે. જ્યોતિષ વૈજ્ઞાનિકો અનુસાર આ સમયમાં મેષ, વૃષભ, ધન અને મકર રાશિના જાતકોને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. જીવનમાં ઘણા પ્રકારની સુખ-સુવિધા પ્રાપ્ત થઈ શકે છે અને અચાનક ધનલાભ કે ભૌતિક સુખોની પ્રાપ્તિ પણ થઈ શકે છે. તો કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ દરમિયાન રોકાણ કરવાથી બચો અને ખર્ચમાં પણ વધારો થઈ શકે છે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news