Vastu Tips: તમારા ઘરમાં બિલાડીના બચ્ચાં જન્મે તે શુભ કે અશુભ ? વાસ્તુ શાસ્ત્રમાં જણાવાયો છે આ ઘટનાનો અર્થ
Vastu Shastra: ઘણીવાર એવું બને કે કોઈ બિલાડી ઘરમાં આવી બચ્ચાંને જન્મ આપે. આ ઘટના સામાન્ય લાગે છે પરંતુ તેનો ગાઢ અર્થ વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવેલો છે. વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવ્યું છે કે બિલાડી ઘરમાં બચ્ચાંને જન્મ આપે તેનો અર્થ શું થાય છે.
Trending Photos
Vastu Shastra: ઘણીવાર એવું થાય છે કે સામાન્ય રીતે ઘરમાં બિલાડી ફરકતી પણ ન હોય પરંતુ અચાનક જ એક દિવસ તમારા ઘરમાં આવી જાય અને પછી બચ્ચાંને જન્મ પણ આપે. જ્યારે બિલાડીના બચ્ચાં થોડા મોટા થઈ જાય છે તો તે બચ્ચાંને લઈને જતી રહે છે તે કોઈ એક ઘરમાં રહેતી નથી. આમ તો આ ઘટના પ્રાકૃતિક અને સહજ લાગે છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેનો અલગ જ અર્થ જણાવવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં બિલાડીના બચ્ચાં જન્મ આપે તો કોઈ વ્યક્તિ માલામાલ પણ થઈ જાય છે અને કોઈ વ્યક્તિ કંગાળ પણ થઈ શકે છે. તો ચાલો તમને આ ઘટના વિશે વિસ્તારપૂર્વક જણાવીએ.
ઘરમાં બિલાડી આવવાનો અર્થ
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈના ઘરમાં સોનેરી રંગની બિલાડી આવે તો સમજી લેવું કે તે પરિવારના લોકોને ભાગ્ય ખુલી જવાનું છે. ઘરમાં બિલાડી સૌભાગ્ય લઈને આવે છે. કે ઘરમાં સોનેરી બિલાડી આવે છે તે ઘરમાં પરિવારના લોકો પ્રગતિ કરે છે. ઘરમાં જો ભૂરા રંગની બિલાડી આવે તો અટકેલા કામ પુરા થવા લાગે છે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ સર્જાય છે.
ઘરમાં બિલાડીના બચ્ચાંનો જન્મ
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં બિલાડી આવી પોતાના બચ્ચાંને જન્મ આપે છે તો તે શુભ ગણાય છે. વાસ્તુશાસ્ત્રનો નિયમ કહે છે કે બિલાડીના બચ્ચાંનો જન્મ થાય તેના 90 દિવસની અંદર જ પરિવારને મોટો ફાયદો થાય છે. લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગે છે. બિલાડીના બચ્ચાંનો જન્મ થતા ઘરમાં જો નકારાત્મક શક્તિ હોય તો તે દૂર થઈ જાય છે. બિલાડીના બચ્ચાંના જન્મ પછી ઘરમાં ખુશીઓ વધવા લાગે છે.
આ સંકેત મળે તો રહેવું સતર્ક
માન્યતાઓ અનુસાર જો કોઈ બિલાડી તમારા ઘરમાં અચાનક આવીને રડવા લાગે તો સમજી લેવું કે કંઈક અનહોની થવાની છે. ઘરમાં કે ઘરની આસપાસ બિલાડી રડતી હોય તો અપ્રિય સમાચાર મળવાના સંકેત ગણાય છે. જો આવું ક્યારેય થાય તો ડરવાની જરૂર નથી હનુમાન ચાલીસા કરવાની શરૂઆત કરી દેવી અને મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈને પ્રસાદનું વિતરણ કરી દેવું.
ઘરમાં બિલાડી પાળવી શુભ કે અશુભ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બિલાડીનું આગમન ખુશીઓ લઈને આવે છે પરંતુ જો તમે ઘરમાં બિલાડીને સ્થાયી રૂપે રાખો છો એટલે કે બિલાડીને પાડો છો તો તે અશુભ ગણાય છે. ઘરમાં બિલાડી કાયમી રહે તો નકારાત્મક ઉર્જા સક્રિય થઈ જાય છે અને અનેક પ્રકારના નુકસાન પણ થાય છે તેનાથી ધનહાની પણ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે