ધાબા પર ભૂલથી પણ ના મુકશો ભંગાર નહીં તો થઈ જશો કંગાળ! જાણો માતા લક્ષ્મી કેમ થાય છે નારાજ
શું તમે જાણો છો કે છત પર એકઠા થતા કચરાને કારણે તમારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ કચરાને કારણે મા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં પ્રવેશ નથી કરતા.
Trending Photos
નવી દિલ્લીઃ સામાન્ય રીતે ઘણાં લોકોને આદત હોય છેકે, ઘરમાં પડેલી નકામી વસ્તુઓને પણ પછી કામમાં આવશે એવું વિચારીને ધાબે મુકી રાખતા હોય છે. આવી વસ્તુઓ પડ્યે પડ્યે વરસાદ અને ગરમીમાં સડી જાય છે જેને કારણે કિટાણુઓ અને જીવજંતુઓ થાય છે. જે બીમારી ફેલાવે છે. આ તો થઈ એક વાત પણ આ ઉપરાંત ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પણ ધાબા ઉપર કચરો કે ભંગાર ભેગુ કરવું એ અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરના ધાબા પર જૂની અને નકામી વસ્તુઓ પડી હોય તો તેને આજે જ ત્યાંથી હટાવી દો. કારણ કે તેના કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત આપણે ઘરમાં પડેલી નકામી અને બિનઉપયોગી વસ્તુઓને ધાબા પર ફેંકી દઈએ છીએ. જેના કારણે છત પર ઘણો કચરો ભેગો થાય છે. શું તમે જાણો છો કે છત પર એકઠા થતા કચરાને કારણે તમારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ કચરાને કારણે મા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં પ્રવેશ નથી કરતા.
ધાબા પર ભૂલથી પણ ના રાખો આ સામાન-
વાસ્તુ ટિપ્સ અનુસાર, ઘરની સફાઈ કર્યા પછી, ત્યાંથી બહાર નીકળતી નકામી વસ્તુઓને તરત જ ફેંકી દેવી જોઈએ. ધાબા પર ભંગાર ભેગો ન કરવો જોઈએ. આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા થાય છે જેથી આવા ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ નથી થતો.
નકામા વૃક્ષો, નકામા છોડ, માટી કે ધૂળ વગેરેને ઘરના ધાબા પર એકત્ર ના થવા દો. સમય પર છતને સાફ કરવાનો પ્રયાસ કરો, જેથી ત્યાં ગંદકી ન ફેલાય. ઘરના ધાબા પર સાવરણી, કાટવાળું લોખંડ અથવા નકામા લાકડાના ટુકડાઓ ના મુકવા જોઈએ. આ બધી વસ્તુઓને ધાબા પર રાખવી અશુભ માનવામાં આવે છે અને તેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.
ઘણી વખત લોકો કપડા સુકવવા માટે છત પર દોરડા બાંધે છે, પરંતુ ધ્યાન રાખો કે દોરડા બાંધ્યા પછી ક્યારેય છત પર દોરડાનું બંડલ ન છોડો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું કરવું અશુભ માનવામાં આવે છે. જેનાથી ખરાબ ઉર્જા ઉત્પન્ન થાય છે અને ખરાબ ઉર્જા ત્યાં હોવાથી લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરતા નથી જેથી તમે આર્થીક સંક્રમણમાં આવી જાઓ છો. ઘરમાં આવતા ન્યૂઝ પેપર કે મેગ્ઝિન વાંચીને તેને ઘણા લોકો છત પર લટકાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, છત પર જૂના અખબારોનો ઢગલો પણ મા લક્ષ્મી તેમજ મા સરસ્વતીને ગુસ્સો અપાવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી. )
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે