પાવાગઢ મંદિરમાં દર્શન માટે જાઓ તો ધ્યાન રાખજો, વાહનો માટે લેવાયો આ મોટો નિર્ણય
Pavagadh Temple : પાવાગઢથી માચી સુધી શનિ- રવિ ખાનગી વાહનો પર પ્રતિબંધ રહેશે... ટ્રાફિક જામના દ્રશ્યોને લઈને લેવાયો આ નિર્ણય
Trending Photos
Pavagadh Temple પંચમહાલ : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મંદિર તથા ડુંગર પર હાલ નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ છે. આ વચ્ચે યાત્રાળુઓની અવરજવર તો રહે જ છે. ખાસ કરીને તહેવાર કે શનિ રવિવારના રજાના દિવસે ભારે ભીડ રહે છે. તેથી આવા માહોલમાં ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પંચહાલ કલેક્ટર દ્વારા વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પંચમહાલ જીલ્લા મેજિ્સ્ટ્રેટ આશિષકુમારે પાવાગઢ તળેટીથી માંચી સુધીનું જાહેરનામું બહાર પાડ્યું છે.
શું છે જાહેરનામું
હાલ ચોમાસુ હોવાથી લોકોની અવર--જવર દરમ્યાન અકસ્માત કે જાનહાનિ ન સર્જાય તે માટે ટ્રાફીકનું નિયમન કરવું જરૂરી છે. જેથી પાવાગઢ તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર જાહેરનામું પ્રસિધ્ધ કર્યાથી બે માસ એટલે કે તા. 7/9/2023 દરમ્યાન આવતાં તમામ શુક્રવારના 24.00 કલાકથી રવિવારના 19.00 કલાક સુધી તળેટીથી માંચી સુધી જવાના રસ્તા ટ્રક, ટેક્ષી, ઓટો રિક્ષા, જીપ, ટુ વ્હીકલ સહિત ખાનગી ભારે તથા હળવા વાહનો અવર જવર કરી શકાશે નહિ, કોઈપણ પ્રકારના વાહનો અથવા પશુઓ દ્વારા સાધન સામગ્રી, ચીજ વસ્તુઓનું વહન કરી શકાશે નહિં.
ક્યાથી ક્યા સુધી વાહનો પર પ્રતિબંધ રહેશે
હાલોલ ટીમ્બી ત્રણ રસ્તાથી, જેપુરા ચોકડી, વડાતળાવ ચોકડી, પીંકવા ચોકડી તેમજ ધનકુવા ચોકડીથી પાવાગઢ ખાતે પ્રવેશતા ખાનગી ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેશે. વાહનોનું પાર્કિંગ પંચમહોત્સવ વાળી ખાલી જગ્યાએ અને એસ.ટી. બસનો પોઈન્ટ વડાતળાવ રાખવો તથા એસ.ટી.બસો, સરકારી વાહનોને લાગુ પડશે નહિં. એસટી નિયામકે જણાવ્યુ હતુ કે એસટી નિગમ દ્વારા યાત્રાળુઓ માટે વધુ 20 બસો શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તું કાળી ને કલ્યાણી..., પાવા તે ગઢથી ઉતર્યા.... પાવા વાગ્યા પાવાગઢમાં અને હું તો પાવલી લઇને.... આવા અનેક ગુજરાતી ગરબા મહાકાળી માતાજી પર સાંભળવા મળે છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા કુદરતી સોદર્યથી ભરપૂર પાવગઢ પવર્ત આવેલો છે. આ પર્વત પર ગુજરાતીઓના આસ્થાના કેન્દ્ર જગતજનની મા કાલિકાનું મંદિર આવેલું છે. વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો શ્રી મહાકાળી માતાજીના દર્શને આવે છે. માતાજીના દર્શન કરીને અને કુદરતી સોદર્ય નિહાળી ઘન્યતા અનુભવે છે. ગુજરાતીઓના આસ્થા કેન્દ્ર સમા પાવગઢ સાથે અનેક દંતકંથાઓ લોકમુખે કહેવાય છે. એટલું જ નહીં, અહીં ગૌરવવંતી ગુર્જરધરાની ચાંપાનેર ઐતિહાસિક વિરાસત પણ ભગ્નાવશેષ સ્વરૂપે ધરબાયેલી છે. અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે. લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતિક બની રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે