કન્યા વાર્ષિક રાશિફળ: આવનારું નવું વર્ષ કન્યા રાશિવાળાના સપના કરશે પૂરાં, મોટો ધનલાભ થશે, શત્રુઓ હારશે!

વિક્રમ સંવત ૨૦૮૧નું નવું વર્ષ કન્યા રાશિવાળા માટે કેવું રહેશે....ક્યારે તમારો શુભ સમય રહેશે અને કયો સમય તમારે સાચવીને કાઢવો પડશે તે ખાસ જાણો. 

Trending Photos

કન્યા વાર્ષિક રાશિફળ: આવનારું નવું વર્ષ કન્યા રાશિવાળાના સપના કરશે પૂરાં, મોટો ધનલાભ થશે, શત્રુઓ હારશે!

જ્યોતિષી ચેતન પટેલ, કન્યા રાશિફળ : કન્યા રાશિ: વિ.સં. ૨૦૮૧ વૃષભનો ગુરુ વર્ષની શરૂઆતમાં તમારી રાશિથી નવમાં ભાવે ભ્રમણ કરશે, જે નોકરી ધંધા વ્યવસાયમાં સફળતાના યોગ બનાવે છે. ભાગ્યોદય થઈ શકે. મોટો ધનલાભ પણ થાય. વિદેશ જવાના યોગ ઊભા થાય. લગ્નના યોગ બને સંતાન પ્રાપ્તિના પણ યોગ બને .

તા.૧૪-૫-૨૦૨૫થી મિથુન ગુરૂ તમારી રાશિથી દસમા કર્મભાવે આવશે, જે નોકરી ધંધામાં નાના-મોટા ફેરફાર અને પ્રવાસના યોગ ઊભા કરે. આવકનું પ્રમાણ વધી શકે. જમીન મકાન પ્રોપર્ટી કે ગાડી પાછળ ખર્ચ થાય.
 
વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારા છઠ્ઠા રોગ-શત્રુભાવે રહેશે. શનિ આ સ્થાનમાં અનુકૂળ છે. કોર્ટ કચેરી લડાઈ ઝઘડા હરીફાઈ વગેરેમાં જીત થાય. મોટા આર્થિક લાભ મળે, શત્રુ વિજય યોગ થાય.  ધંધાકીય મુસાફરીના યોગ બને. 

તા. ૨૯-૦૩-૨૦૨૫થી મીન રાશિ નો શનિ તમારી રાશિથી સાતમાં ભાગીદારી સ્થાનમાં ભ્રમણ કરશે. જેથી લગ્ન જીવન નોકરી વગેરેમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખવી. પેટની ગરબડ કે સમસ્યા થઈ શકે આરોગ્ય સાચવવું.

સ્ત્રીઓ માટે :- સ્ત્રીઓ માટે આ વર્ષ ફળદાયી ગણાય. વર્ષની મધ્યથી આરોગ્ય સુધરતું જણાય. નોકરી ધંધા વ્યવસાયમાં લાભ થાય આર્થિક તકલીફો દૂર થાય. 

વિદ્યાર્થીઓ માટે : વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું પસાર થાય. મહેનત ના પ્રમાણ માં ધાર્યું  ફળ પ્રાપ્ત થાય. વિદેશ જવાના યોગ ઊભા થઈ શકે  હરિફાઈ માં જીત ની પ્રાપ્તિ થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news