Olympic Games Tokyo 2020: 100 દેશના શૂટર્સ ટોક્યો ઓલિમ્પિકમાં લેશે ભાગ

મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ (10 Meter Air Pistol) ઈવેન્ટમાં અને મહિલાઓની 10 મીટર એર રાઈફલ (10 Meter Air Rifle) ઈવેન્ટમાં સૌથી વધારે 49 મહિલા ખેલાડી ભાગ લેશે.

Olympic Games Tokyo 2020: 100 દેશના શૂટર્સ ટોક્યો ઓલિમ્પિકમાં લેશે ભાગ

ટોક્યો: ધ ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશને ગુરૂવારે (The International Shooting Sport Federation) ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર શૂટર્સની લિસ્ટ જાહેર કર હતી. 23 જુલાઈથી શરૂ થનારા ઓલિમ્પિકમાં 100 દેશોમાંથી 365 શૂટર્સ ભાગ લેવા જઈ રહ્યા છે. જેમાં, મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ (10 Meter Air Pistol) ઈવેન્ટમાં અને મહિલાઓની 10 મીટર એર રાઈફલ (10 Meter Air Rifle) ઈવેન્ટમાં સૌથી વધારે 49 મહિલા ખેલાડી ભાગ લેશે.

જ્યારે, પુરૂષોના 10 મીટર એર રાઈફલ (10 Meter Air Rifle) ઈવેન્ટમાં સૌથી વધારે 47 ખેલાડી ભાગ લેશે. મહત્વનું છે કે, ટોક્યો ઓલિમ્પિક (Olympics) માં આ વખતે શૂટિંગની ઈન્ડિવિડ્યુલ ઈવેન્ટમાં સૌથી વધુ મહિલા ખેલાડીઓ ભાગ લેવા જઈ રહી છે.

15 ભારતીય શૂટર્સ ટોક્યો ઓલિમ્પિકમાં લેશે ભાગ
ISSF લિસ્ટના મુજબ 15 ભારતીય શૂટર્સ 10 ઈવેન્ટોમાં ભાગ લેશે. 24 જુલાઈથી ભારતીય શૂટર્સ (Indian Shooters) ની શૂટિંગ ઈવેન્ટો શરૂ થશે. આ ઓલિમ્પિકમાં ભારતની હોકીની ટીમ બાદ સૌથી મોટી ટીમ શૂટિંગની છે. મનુ ભાકર, સૌરભ ચૌધરી, દિવ્યાંશ સિંહ પંવાર, અભિષેક વર્મા, યશશ્વિની સિંહ દેસ્વાલ અને એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર પાસેથી મેડલની આશા છે. છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય શૂટર્સ અલગ-અલગ ઈન્ટરનેશનલ ઈવેન્ટોમાં મેડલ જીતીને ચર્ચામાં રહ્યા છે.

ભારતીય શૂટર્સનો ઓલિમ્પિકનો ઈતિહાસ
ભારત શૂટિંગમાં પ્રથમવાર 2004માં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યું હતું. જ્યારે, રાજ્યવર્ધન સિંહ રાઠોડે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. 4 વર્ષ બાદ અભિનલ બિંદ્રાએ બિજીંગ ઓલિમ્પિક (Olympics) માં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 2012ના લંડન ઓલિમ્પિક (Olympics) માં ભારતના 2 શૂટર્સે 2 મેડલ જીત્યા હતા. શૂટર વિજય કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો અને ગગન નારંગે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news