વર્લ્ડ કપ સેમિફાઇનલઃ બાકી ત્રણ કોણ? ભારત સહિત આ છ ટીમો વચ્ચે જંગ
વર્લ્ડ કપ 2019ની સફર હવે સેમિફાઇનલ તરફ વધી રહી છે. ઓસ્ટ્રેલિયા બાદ ભારત પાસે બધાને આશા છે કે તે ઝડપથી પોતાની જગ્યા પાક્કી કરી લેશે. બાકી બે સ્થાનો માટે હજુ જંગ ચાલું રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ ક્રિકેટ વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા સિવાય બાકી કઈ ત્રણ ટીમો પહોંચશે, તેને લઈને સમીકરણ રસપ્રદ થઈ ગયા છે. અત્યારના અંકગણિતના હિસાબથી ન્યૂઝીલેન્ડ અને ભારત સરળતાથી સેમીફાઇનલમાં પહોંચતા દેખાઈ રહ્યાં છે અને મામલો ચોથા નંબર માટે ફસાઇ ગયો છે. પરંતુ ક્રિકેટની આ રમતમાં ગમે તે સંભવ છે. આજે મજબૂત દેખાઈ રહેલી ટીમો માટે પણ ગણિત ઉલ્ટુ પડી શકે છે. હકીકતમાં સેમિફાઇનલની દોડને ન્યૂઝીલેન્ડ પર પાકિસ્તાનની જીતે રસપ્રદ બનાવી દીધી છે. બુધવારે પાકિસ્તાને અજેય ન્યૂઝીલેન્ડને હરાવીને પોતાની આશા જીવંત રાખી છે. મહત્નવું છે કે ઓસ્ટ્રેલિયા 12 પોઈન્ટ મેળવીને પહેલા જ સેમિફાઇનલમાં પહોંચી ચુકી છે. હાલમાં ન્યૂઝીલેન્ડ 7માથી પાંચ મેચ જીતીને 11 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. અહીં જાણો હવે કઈ ટીમની પાસે સેમિફાઇનલમાં પહોંચવાની તક છે...
તો પાકિસ્તાન પહોંચશે સેમિફાઇનલમાં
પાકિસ્તાન પોતાની બાકી બંન્ને મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે રમવાની છે. જો પાક ટીમ બંન્ને મેચ જીતે તો તેના 11 પોઈન્ટ થઈ જશે. પરંતુ તેવામાં તેણે દુવા કરવી પડશે કે ઈંગ્લેન્ડ માત્ર એક મુકાબલો જીતો અને શ્રીલંકા ઓછામાં ઓછી એક મેચ હારે.
તો ઈંગ્લેન્ડ પહોંચશે સેમિફાઇનલમાં
યજમાન દેશ હાલમાં 7માથી ચાર મેચ જીતી ચુક્યું છે. તેની પાસે 8 પોઈન્ટ છે. જો તે પોતાની બાકી બંન્ને મેચ હારી જાય તો બહાર થઈ જશે. તેવામાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી કોઈપણ નંબર ચાર પર આવી જશે. માત્ર એક જીતથી પણ ઈંગ્લેન્ડના 10 પોઈન્ટ થશે જેનાથી સેમિમાં તેને તક મળશે નહીં. પરંતુ જો તે બંન્ને મેચ (ન્યૂઝીલેન્ડ અને ભારત) જીતી લે તો તેના 12 પોઈન્ટ થઈ જશે.
બાંગ્લાદેશ પહોંચશે સેમિફાઇનલમાં
બાંગ્લાદેશના હાલમાં 7 મેચોમાં 7 પોઈન્ટ છે. તેની બાકી બે મેચ ભારત અને પાકિસ્તાન સામે છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે તેણે બે મેચ જીતવી પડશે. તો તેના 11 પોઈન્ટ થઈ જશે. પરંતુ તેના માટે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાએ બાકી મેચોમાં એક-એક મેચ હારવી પડશે.
તો ન્યૂઝીલેન્ડ થશે બહાર
ન્યૂઝીલેન્ડે સેમિફાઇનલમાં પહોંચવા માટે એક મેચ જીતવી છે. તેથી તેના 13 પોઈન્ટ થઈ જશે. પરંતુ તેની બાકી મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે છે. જો ન્યૂઝીલેન્ડ કોઈ રીતે બંન્ને મેચ હારી જાય અને ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડની સાથે ભારતને પણ હરાવી દે તો તેના 12 પોઈન્ટ થઈ જશે. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ ફસાઇ જશે.
તો શ્રીલંકા પહોંચશે સેમિફાઇનલમાં
શ્રીલંકાના 6 મેચોમાં 6 પોઈન્ટ છે. બાકી ત્રણ મેચમાં જીત મેળવે તો તે 12 પોઈન્ટ પર પહોંચી શકે છે. પરંતુ જો ઈંગ્લેન્ડના પણ 12 પોઈન્ટ થાય તો રન રેટમાં તે લંકા કરતા આગળ નિકળી જશે. તેવામાં લંકા પણ ઈચ્છશે કે ઈંગ્લેન્ડ એક મેચ હારે. તે ભલે ભારત હોય કે ન્યૂઝીલેન્ડ..
ભારતની શું છે સ્થિતિ
ભારતે અત્યાર સુધી પાંચ મેચ રમી છે અને ચારમાં જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેનો મુકાબલો વરસાદને કારણે રદ્દ થયો હતો. હવે સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે બે જીત મેળવવાની છે. પરંતુ જો ભારત તેમાંથી માત્ર એક જીત મેળવે અને ત્રણમાં હારે તો તે 11 પોઈન્ટ પર રહી જશે, જેથી તેની મુશ્કેલી વધી જશે. હાલની પરિપેક્ષમાં આ પરિસ્થિતિઓ હોઈ શકે છે.
સીન 1: ભારત બાકી ચાર મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં 17 પોઈન્ટ સાથે ટોપ પર રહે.
સીન 2: શ્રીલંકા અને ઈંગ્લેન્ડ ભારત સહિત બાકી તમામ મેચ જીતીને 12 પોઈન્ટ મેળવી લે. તો ભારત માત્ર એક મેચ જીતીને 11 પોઈન્ટ પર રહી જશે. અહીં ભારત માટે ખતરો.
સીન 3: પાકિસ્તાન કે બાંગ્લાદેશ પોતાની બાકી બંન્ને મેચ જીતી શકે અને ભારત માત્ર એક મેચ જીતે. પરંતુ આ સ્થિતિમાં ભારતને ખતરો નથી કારણ કે તેની રનરેટ સારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે