ફિફા વર્લ્ડ કપ: અણીના સમયે માર્કોસે ગોલ કરતા આર્જેન્ટિનાની શાનદાર જીત, અંતિમ 16માં પ્રવેશ

: ધૂરંધર લિયોનલ મેસી અમે માર્કોસ રોજોના શાનદાર ગોલની મદદથી આર્જેન્ટિનાએ ગ્રુપના અંતિમ લીગ મુલાબલામાં નાઈજીરિયાને 2-1થી હરાવીને અંતિમ 16માં જગ્યા બનાવી લીધી છે.

ફિફા વર્લ્ડ કપ: અણીના સમયે માર્કોસે ગોલ કરતા આર્જેન્ટિનાની શાનદાર જીત, અંતિમ 16માં પ્રવેશ

સેન્ટ પીટર્સબગ: ધૂરંધર લિયોનલ મેસી અમે માર્કોસ રોજોના શાનદાર ગોલની મદદથી આર્જેન્ટિનાએ ગ્રુપના અંતિમ લીગ મુલાબલામાં નાઈજીરિયાને 2-1થી હરાવીને અંતિમ 16માં જગ્યા બનાવી લીધી છે. આ જીત સાથે જ ગ્રુપ ડીના પોઈન્ટ ટેબલમાં આર્જેન્ટિના 4 અંકો સાથે બીજા સ્થાને છે જ્યારે ટોપ પર 7 અંકો સાથે ક્રોએશિયા છે. નાઈજેરિયાની 3 મેચોમાં આ બીજી હાર છે. અને ટીમ 3 અંક સાથે ત્રીજા સ્થાને રહી.

દિગ્ગજ ફૂટબોલર અને આર્જેન્ટિનાના કેપ્ટન મેસીએ મેચની 14મી મિનિટમાં જોરદાર ગોલ કર્યો. હાફ ટાઈમ સુધી સ્કોર 1-0 સુધી હતો અને આર્જેન્ટિનાના પક્ષમાં રહ્યો પરંતુ ત્યારબાદ નાઈજેરિયાના વિક્ટર મોસેસે 51મી મિનિટમાં પેનલ્ટી પર ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો. મનેચ સમાપ્ત થવાની થોડી મિનિટ પહેલા  એવું લાગી રહ્યું હતું કે મેચ ડ્રો જશે પરંતુ ત્યારબાદ માર્કોસે શાનદાર અંદાજમાં મેચની 87મી મિનિટમાં ગોલ કરીને આર્જેન્ટિનાને વિજયી લીડ અપાવી દીધી.

આર્જેન્ટિનાની ટીમે ખુબ સરસ શરૂઆત કરી હતી અને બોલ પર કંટ્રોલ જાળવી રાખ્યો હતો. નાઈજેરિયાની ટીમ પહેલા હાફમાં કશું ઉકાળી શકી નહીં અને મેસીએ 14મી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી નાખી હતી. જો કે મોસેસને પેનલ્ટી પર મળેલી સફળતાથી મેચ 1-1 પર થઈ જતા આર્જેન્ટિના થોડા તણાવમાં તો આવી ગયું પરંતુ ત્યારબાદ રોજોએ બાજી પલટી નાખી.

વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની આ અગાઉની આઈસલેન્ડ વિરુદ્ધની મેચ ડ્રો ગઈ અને ક્રોએશિયાએ તેને હરાવ્યું હતું. જ્યારે નાઈજેરિયાની વાત કરીએ તો પહેલી મેચમાં ક્રોએશિયા તરફથી મળેલી હાર બાદ ટીમે આઈસલેન્ડને સરળતાથી 2-0થી હરાવ્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news